________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ જે.] બીજા દિવસનું યુદ્ધ, અનિલવેગને વિનાશ.
૧૪૩ તને બચાવનાર કોણ છે ?' આવાં વચન સાંભળી અનિલગ મોટા વેગથી યુદ્ધ કરવા આવે, પણ તેને સુષેણે અસ્ત્રોથી અટકાવી પાછો વાળે. એટલે તે અનિલગ વિદ્યાધર વેગવડે ત્યાંથી ઉછળી ચક્રવર્તીની મેટી ગજસેનામાં પેઠે. ત્યાં હસ્તીઓને દડાની પેઠે ગગનમાં ઉછાળી પાછા પડતા એવા તેમની ઉપર દૃઢ મુષ્ટિના ઘા કરી કરીને હણવા લાગે. ત્યાંથી કોઈવાર આકાશમાં, કઈવાર ભૂમિ ઉપર, કોઇવાર તિરછાપણે ભમતે અને કોઇવાર ચતુરંગ સેનામાં ફરતો એમ જુદે જુદે ઠેકાણે તે જોવામાં આવ્યું. ગજેંદ્રના પૃષ્ઠ ભાગ ઉપર બેઠેલા ચક્રવર્તીએ તેને આ પ્રમાણે સૈન્યની કદર્થના કરે ઈ ઈંદ્ર જેમ જ મુકે, તેમ કોપથી તેની ઉપર ચક્ર મૂક્યું. હજાર આરામાંથી ઉત્પન્ન થયેલી જવાળામાબાવડે આકુળ એવું તે ચક્ર જોઈને સૂર્યબિંબથી ઘુવડની જેમ અનિલગ ભય પામે. “હવે અહિંથી પલાયન કરવામાં જ શ્રેય છે” એવું ધારી, ડોકને વાળી વારંવાર ચકને તે જે તે વિદ્યાધર ત્યાંથી ભાગે. મેરૂપર્વત ઉપર, ગુફાઓમાં, સમુદ્રમાં, રૂચકદ્વિપે, દ્વિપાંતરમાં અને પાતાળમાં તે જયાં જયાં ગયે, ત્યાં ત્યાં પૂર્વોપાર્જિત કર્મની પેઠે ચક્રને ૫છવાડે આવતું દેખીને તેણે તત્કાળ એક વા પંજર બનાવ્યું. તેને તેવી રીતે રહેલે જોઈને ચક્રના અધિષ્ઠાયક યક્ષે હસીને કહેવા લાગ્યા કે, અરે રંક ! આ ચક્રવર્તીની સાથે તે શું આરંભ્ય? ચક્રવર્તી રૂઝ થતાં દેવતાઓમાં પણ તારી રક્ષા કરનાર કોણ છે? અરે મૂર્ખ ! તે પક્ષીની પેઠે શામાટે આ પંજર કયું છે ? આ પ્રમાણે કહીને ચક્રસહીત તેઓ ત્યાંજ રહ્યા. જ્યારે અનિલગ પિતાના વજ પંજરમાંથી છ માસે બહાર નીકળે, તે વખતે કે તેનું મસ્તક છેદી નાખ્યું અને ત્યાંથી પાછું વળી ચક્રવર્તીના હાથમાં આવ્યું તે વખતે ચક્રીના સૈનિકોએ વારંવાર જ્યનાદ કર્યો.
હવે સિહરથ અને સિંહકર્ણને પિતાની સેનામાં પરાક્રમ કરતા જોઈને, ચક્રિીના પુત્ર મેઘનાદ અને સિંહનાદ તેની સામા દેડી આવ્યા. તે ચાર વીરે પરસ્પર એવું યુદ્ધ કરવા લાગ્યા કે જેથી દેવતાઓને ચારે દિશાના પ્રલયકાળના આરંભની ભ્રાંતિ થઈ પડી. ત્રણ જગને ક્ષોભ કરતા એ મહાબલી વરે વાની સાથે વજની જેમ પરસ્પર સંધષ્ટ પામવા લાગ્યા. તેઓના આવા રત્કર્ષથી જાણે પિતાના અશ્વ ત્રાસ પામ્યા હોય, તેમ સૂર્ય અસ્તાચળ પર ચાલ્યો ગયે અને સૈન્ય પિોતપોતાના શિબિરમાં આવ્યું. રાત્રિએ પુરોહિત રત્ન કાકિણી રતના જ
૧ છાવણ, કંપ.
For Private and Personal Use Only