________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સગે જ છો. ] યુદ્ધને પ્રથમ દિવસ, સુણ અને અનિલવેગનું યુદ્ધ પણ! તું તે ભરતચક્રીને સેનાપતિ છે, અને હું તે બાહુબલિને માત્ર પત્તિ છું તે છતાં મારી ભુજાનું પરાક્રમ જે.” આવાં વચન સાંભળી તેની સામું જોઇને ૫રાક્રમી સુષેણે મથન થતા સમુદ્રની જેવા ધ્વનિવડે ભૂમિ અને અંતરીક્ષને ગજાવી ગર્જના કરી. પછી તે બંનેનું યુદ્ધ ચાલતાં પરરપર સમાનવીર્યને લીધે બંને વિરેએ હર્ષને રોમાંચવડે પોતાનાં બખ્તરને તોડી નાખ્યાં. સને વિકર્વતા વાદીની જેમ બાણને વિકર્વિતા તે બંને, દેવતાઓને પણ જગતના પ્રલયની શંકા કરાવવા લાગ્યા.
ને પક્ષીઓની જેમ આકાશમાં યુદ્ધ જેનારા દેવતાઓનાં વિમાનોને તેમણે બાણવૃષ્ટિથી ત્રાસ પમાડી દીધો. બે હાથીની જેમ પરસ્પર વધ કરવાને ઇચ્છતા અને ગર્જના કરતા તે બંને વીર કોપથી રાતા લોચન કરતા બંને સૈન્યમાં દુપ્રેક્ષ્ય થઈ પડ્યા. પ્રલયકાળમાં ચલિત પર્વતથી અચળ પર્વતની જેમ પરસ્પર આરફાલન કરી કરીને અનિલેગે સુષેણ સેનાપતિને નિવૃત્ત કરી દીધું. તે વખતે મેઘની જેમ ક્રૂરતાથી વિપુલ વનિ કરતા વિદ્યાધરશિરોમણિ અનિવેગે મેટે સિંહનાદ કર્યો, તે સિંહનાદના જાણે પડછંદા હેય તેમ બાહુબલિના સૈનિકોએ હર્ષથી ગર્જના કરી. તે જોઈને સુષેણ સેનાપતિ કોપથી રાતો, વિકરાળ નેત્રવાળો અને સાક્ષાત્ કાલાગ્નિની જે ઉગ્ર થઈ હાથમાં ખડ્ઝ રસ લઇને તત્કાળ તેને મારવા દેડ. તે વખતે “શું આ વિશ્વને સંહાર કરશે, શું પર્વતને છેદી નાખશે, વા શું પૃથ્વીને ફાડી નાખશે” એવા સર્વને મનમાં તર્ક થવા લાગ્યા. સુષેણને તે કોપાયમાન જઈ સિંહર વાયુવેગી ઘોડાવડે દોડતો આવીને વચમાં ઊભો રહ્યો અને સમુદ્રના ચડી આવતા તરંગને જેમ કિનારા પરનો પર્વત ખલિત કરે, તેમ સુષેણને તેણે વચમાં ખલિત કર્યો. તે વખતે યુદ્ધસાક્ષી સૂર્ય, વીરેના વારંવાર આવી પડતા બાણોથી જાણે ત્રાસ પામ્યો હોય તેમ અસ્તાચલ તરફ ગયે. એટલે બંને રાજાની આજ્ઞાથી સમુદ્રની પૂર્વાપર વેળાની જેમ બંને સૈન્ય યુદ્ધથી નિવૃત્તિ પામ્યાં.
તે રાત્રિને માંડમાંડ નિર્ગમન કરી પ્રાતઃકાલ થતાં, સર્વ રણસાક્ષી વીર પાછા પરાક્રમ બતાવતા નાચવા લાગ્યા. ફરીવાર પોતપોતાનાં શસ્ત્રોથી પવિત્ર થઈ, કવચ્ચે પહેરી, સજજ કરેલા પિતાના હાથી, ઘોડા અને રથ ઉપર તેઓ આરૂઢ થયા. વાજિંત્ર અને નિશાનના પ્રતિધ્વનિને અનુસરીને ચાલતા સર્વ શૂરવીર બંને સૈન્યની મધ્યમાં રહેલા રણગણમાં આવ્યા. પ્રસિદ્ધ વજાઓના ચિન્હથી ૧ પાળો. ૨ આકાશ. ૩ બાજપક્ષી. ૪ રોકે.
For Private and Personal Use Only