________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨ શત્રુંજય માહાસ્ય.
[ ખંડ ૧ લે. ઓળખી, તેમનાં કુળ વિગેરે વર્ણવી પરસ્પર બેલાવતા વીરે બાણોની શ્રેણિ વર્ષાવવા લાગ્યા. પિતાપિતાના સ્વામીને પ્રસાદરૂપ સમુદ્રના પાને પામવાને ઈચ્છતા તે સુભટ તીર્ણ મુખવાળા બાણને પણ ગણકારતા ન હતા. બાણે બાણના સંઘદૃથી અગ્નિને વર્ણવતા વીર યુદ્ધ જોનારા દેવતાઓને પણ ભય ઉત્પન્ન કરવા લાગ્યા. દેવતાની દૃષ્ટિને જોવામાં વિઘ કરતા રાજવીએ તૃણવડે દરિદ્રીને ઘરની જેમ બાણવડે આકાશને આચ્છાદન કરી દીધું. આવું મહાભયંકર યુદ્ધ જોઈ કાયરપુરૂષો ત્રાસ પામી ગયા અને વીરપુરૂષો જેમ જેમ મોટો ઘાત થાય તેમ તેમ બમણા થવા લાગ્યા. રૂધિરવડે સિંચન કરેલી, અને અશ્વોની ખરીઓથી ખેડાએલી ભૂમિમાં સુભટોએ હસ્તીઓનાં કુંભસ્થલને વિદારીને તેમાંથી નીકળતા મુક્તાફલરૂપે બીજ વાવ્યાં તેમાંથી તેમનું યશરૂપી વૃક્ષ ઉત્પન્ન થઈ અનેક શાખાઓથી ત્રણ જગમાં વ્યાપ્ત થઈને અક્ષયપણે રહેશે.
પછી સિંહ કોપ કરીને સર્વ અસ્રોથી ફુરણાયમાન થઈ પિતાને રથ ચક્રવર્તીની સેના તરફ વેગથી ચલાવે. સર્વને સંહાર કરવામાં સમર્થ એવો સિંહકર્ણ અગ્નિની સાથે વાયુની જેમ તેને સહાય કરવા માટે તેની પાછળ ચાલે. તે બંને વીરોએ મળીને ક્ષણવારમાં ચક્રવર્તાની સેનાને ક્ષેભ પમાડી દીધી અને પૃથ્વીને કંપાવવાથી તે બંને વિરે દેવતાઓને પણ દુપ્રેક્ષ્ય થઈ પડ્યા. તેમની બાણવૃષ્ટિના પાતને જોઈ પણ ન શકતા સૈનિકે નિર્લજજની પેઠે ક્ષણવાર નેત્ર મીંચવાની ક્રીડાને અનુભવવા લાગ્યા. તેઓ સંગ્રામમાં એવા રસિક થઈ ગયા કે તે વખતે હાથી, ઘોડા, રથ, પદળ કે રાજા તેને કોઈપણ વિચાર નહિ કરતાં યુદ્ધ કરવા લાગ્યા. સ્વચ્છદ રીતે વિચરતા તે બંને વિરેને નિબિડ શસ્ત્રથી મૃત્યુ પામેલા પ્રાણિઓના કલેવર રથને અંતરાય કરનારા થઈ પડ્યા. તે વખતે વિવિધ પ્રકારનાં આયુધ લઈ સુષેણ, અનિલગને વધ કરવા માટે માર્યવડે પ્રલયકાળના સમુદ્રની જેમ વેગથી દોડ્યો, અને મુખે કહેવા લાગ્યું કે, મારે, મારો, ઉપેક્ષા કરવાથી આ દુષ્ટ આપણને હણે છે. તે વખતે તેને પકડો પકડે–એમ રાજાઓએ સામું કહ્યું. ક્ષણવારમાં સુષેણે બાહુબલિની શ્રેષ્ઠ સેનાને એવી ડાળી નાખી કે જેથી કેઈપણ પુરૂષ તેની સામે ઊભો રહ્યો નહીં તેવામાં ગર્જના કરતા સુષેણે તે વિદ્યાધરને જોઈ ત્રણ જગતને ભ કરે તેવો ધનુષને ટંકાર કર્યો અને કહ્યું કે, “ગઈ કાલે તો સિંહ પિતાના રથને વચ્ચે લાવીને તેને બચાવે હતો પણ હવે આજે
૧ મેતી. ૨.ભયંકર.
For Private and Personal Use Only