________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. કર્યું, ત્યારે તો તેણે અવજ્ઞાથી જાણે સાંભળ્યું જ ન હોય તેવો ભાવ બતાવ્યો. છેવટે તેણે પિતાના ખભા ઉપર દૃષ્ટિ કરી કહ્યું કે, “હે દૂત ! ચાલ્યું જા, અને તારા સ્વામીને રાજ્ય તથા જીવિતના લાભને માટે અહીં મોકલ.” હે વિભુ! વિશેષ શું કહું, તેના રાજ્યના સિમાડામાં વસતા સર્વ લેકે પણ તેની ઉપર સંપૂર્ણ અનુરાગી છે અને તેઓ પિતાનું જીવિત આપીને પણ તેની રાજયલક્ષ્મીની રક્ષા કરવા ઇચ્છે છે. તમારી સાથે વૈરની વાર્તા સાંભળી રણ કરવાને તેઓ વિશેષ ઉત્સાહ ધરે છે. પોતાના સ્વામીની શક્તિથી ઉત્પન્ન થયેલા ગુણે તેવાજ હોય છે”. દૂતનાં આવાં વચન સાંભળીને ભરત રાજાએ કહ્યું કે “મારો નાનો ભાઈ બાહુબલિ શત્રુરૂપ તૃણમાં અગ્નિરૂપ છે તે હું જાણું છું. હું તેની સાથે યુદ્ધ કરીને કઠેર વિરોધ કરીશ નહીં કારણ કે સર્વ દેશોમાં ફરીએ તે પણ પિતાને બંધુ કોઈ ઠેકાણે મળતો નથી. પુરૂષ સંપત્તિ, રાજય અને બીજું બધું સર્વ ઠેકાણે મેળવે છે, પણ ભાગ્યવિના સહોદર ક્યાંઈ પણ મળતું નથી. જેવું દાનવગરનું ધન, નેત્રવગરનું મુખ અને અમાત્ય વગરનું રાજ્ય વૃથા છે, તેવી રીતે બંધુવગરનું આ વિશ્વ બધું વૃથા છે. જે ધન કે જીવિત બંધુના ઉપકારને માટે કે રક્ષણ માટે ઉપયોગી થતું નથી, તે ધન નિધન છે અને જીવિત અજીવિત છે. જે મંદિરમાં ગોત્રઘાતથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વિલાસ કરે છે, તે લક્ષ્મીને પતિ પતિત છે અને તે રાજતેજ પણ શોભતું નથી. “આ નિઃસત્વ છે એમ લેકે કદિ મને હસે તે ભલે હસે, તથાપિ હું એ નાના ભાઈની સાથે યુદ્ધ કરીશ નહીં.”
આવાં ભરત રાજાનાં વચને સાંભળી સુષેણ સેનાપતિ જે બાહુબલિએ કરેલી પિતાની નિંદાથી અંતરમાં ક્રોધ પામેલ હતું, તે માટે ઉત્સાહ ધરી, ધીર અને ગંભીર વાણીથી બે, “નરેશ્વર ! શ્રીયુગાદિ પ્રભુના પુત્ર થઈને તમને ક્ષમા કરવી ઘટે છે વળી આવી રીતે ક્ષમા કરવાથી તમારે બાંધવ નેહાણ - અપૂર્વ જણાઈ આવે છે. તથાપિ અત્યારે તે તમારો સ્નેહ એક હાથે તાળી પાડ્યા જેવો જણાય છે. કારણ કે તમે તેની ઉપર સ્નેહ ધરાવે છે અને તે તમારી ઉપર દ્વેષ રાખે છે. મહારાજા ! પિતાને સહદર હોય પણ જો તે આજ્ઞાને ભંગ કરતો હોય તે રાજાએ તેની ઉપેક્ષા કરવી નહીં, કારણ કે રાજાએને જનાની જેમ પોતાની આજ્ઞા જ સર્વત્ર તેજને કરનારી છે. પોતાના રા
૧ લડાઈ ૨ બંધુ, ભાઈ ૩ મરણ.
For Private and Personal Use Only