________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬ શત્રુંજય માહાસ્ય.
[ ખેડ ૧ લો. “ધ્વનિવાળે અને એક હાથના બળથી મોટા પર્વતને પણ ઉપાડે તેવો છે. તેનાથી
નાને સિંહવિક્રમ, આખા વિશ્વમાં રહેલા વીરપુરૂષથી પણ અફેર્યો છે. તેનાથી “નાનો સિંહસેન, રિપુ સૈન્યને ક્ષય કરવામાં સમર્થ છે. તેના ત્રણ લાખ કુમારેમાં “સર્વથી નાનો પુત્ર પણ અતિ દુર્દમ છે અને એક એક અક્ષોહિણી સેનાને છ“તવાને સમર્થ છે એવું સંભળાય છે. હે રાજાઓ!તમે દિગ્વિજયને મિષર કરીને કેવલ “દિશાઓનું અવલોકન કર્યું છે, બાકી યુદ્ધ તો હવે બાહુબલિની સાથેજ થવાનું છે. તેથી તમારે અનેક પ્રવાહે જેમ સમુદ્રને અનુસરે, તેમ સર્વ વાહનો લઈને સુષેણ
સેનાપતિને અનુસરવું.” આવી ભરતચક્રીની આજ્ઞા થતાં પિતાના સ્વામીના રણમાંથી મુક્ત થવાને ઈચ્છતા સર્વ વીરા હર્ષ પામતા પામતા પિતાને રથાનકે ગયા. પછી વજ, મુફ્ટર, ચક્ર, તરવાર, ભાલા,બાણ અને ધનુષ્ય વિગેરેનું તેમણે વિવિધપુષ્પાદિકથી પૂજન કર્યું, કારણ કે તે ક્ષત્રીનું દૈવત છે. અસ્ત્રોની આગળ જયલક્ષ્મીના આરંભની પેઠે તેઓ નૃત્યપૂર્વક મંગળસૂર્ય વગાડવા લાગ્યા. વળી તેમની આગળ અક્ષતો તથા રતોથી તેમણે અષ્ટમંગળી આલેખી, તે જાણે આઠ દિશાઓમાંથી લક્ષ્મીને આકર્ષણ કરવાને જામિનરૂપે હોય તેમ દે. ખાતી હતી. બંને સૈન્યમાં પ્રાતઃકાલે યુદ્ધની ઇચ્છા કરી સુતેલા વીરેને રિયામાં રાત્રિ “શતયામા જેવી દુર્લંધ્ય થઈ પડી. ક્યારે પ્રાતઃકાળ થશે, એમ ચિતવતા ચિતવતા વારંવાર ઉઠી ઉઠીને તેઓ અસ્તાચળ પર્વતને અનુસરતા અંધકારને જેવા લાગ્યા. વિરજનેના મનને સત્વર રણની ઈચ્છાવાળા જેઈને દૃષ્ટિએ તેને અનુ. સરતી થવાથી જાણે ભય પામી હોય તેમ નિદ્રા આવી નહીં.
એટલામાં તો જાણે બે ગષભસ્વામીના પુત્રોનું યુદ્ધ જોવાને ઇચ્છતો હોય, તેમ સૂર્ય સત્વર ઉદયાચળની ચૂલિકા પર આવ્યું. તે વખતે એક સાથે થયેલા દશ લાખ નિશાનના દૃઢ શબ્દો વડે સર્વ દિગ્ગજે નિઃશબ્દ અને નિષ્ટ હોય તેવા થઈ ગયા. અઢાર લાખ દુંદુભિ એક સાથે વાગવા માંડી તે ચંદ્રના મૃગને અને રવિના રથના અશ્વોને ભયંકર થઈ પડી. ચક્રવર્તીના સૈન્યમાં શત્રુના પ્રાણને હરનારા સોળ લાખ રણવાજીત્રો નાદ કરવા લાગ્યા. કાહલ જાતનાં વાજીત્રના કોલાહલથી મહાવરાહ ગાજી ઊઠયા. ભેરીને ભાંકાર શબ્દવડે સર્વ ભૂતળ વિદીર્ણ થઈ ગયું. વાજીત્રોના પડછાઓથી તારામંડળ ત્રાસ પામ્યું. વીર પુરૂષના સિંહનાદથી સર્વ જગત ૧ છત મુશ્કેલ. ૨ હાનું ૩ ચોખા. ૪ ત્રણ પહોરની. ૫ સો પહોરવાળી હોય તેવી. પૃથ્વીનું તળીયું ફાટીગયું.
For Private and Personal Use Only