________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ શત્રુંજય માહાસ્ય.
[સર્ગ ૩ જો. મુખથી પુંડરીક ગિરિનું ઉજવેલ મહામ્ય સાંભળીને તે ગિરિ સ્પર્શવાને અમે આ કાશમાર્ગે ગયા. તે વખતે ત્યાં શત્રુંજય ઉપર ઈશાન દેવકને સ્વામી દેવતાઓથી પરવારેલે બેઠો હતોતેણે અમને જોઈ ચિત્તમાં હર્ષ પામી મસ્તકને ધુણાવતાં કહ્યું–મુનિઓ! આ ગિરિનું મહામ્ય અતિ આશ્ચર્યકારી છે, જેથી નરકગામી એવો હું અત્યારે સ્વર્ગપતિ થયેલો છું તે વાર્તા સાંભળે.
“વિદેહ ક્ષેત્રમાં પશુગ્રામનેવિષે સુશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો, તે દુખદારિદ્રયના ગૃહરૂપ અને મૂર્ખમાં શિરોમણિ હતે. એક વખતે તેણે આખા ગામમાં ફરીને ભિક્ષા માગી, તો પણ તેને કાંઈ મળ્યું નહીં–ફકત હાથમાં ખાલી પાત્ર લઈ ઘેર ગયે. તેને ખાલી પાત્રે આવતે જાણી તેની પત્ની આક્રોશ કરતી હાથમાં મુશલ લઈ કોધથી સામી દેડી. સુશર્મા ઘણે દિવસથી દરિદ્રતાની પીડાએ ખેદ પામી રહ્યો હતો, તેવામાં આ વખતે પોતાની સ્ત્રીના આદેશથી તે વિશેષ ક્રોધાતુર થયે. તેણે પોતાની સ્ત્રીને વારવા માંડી, તે પણ જયારે તે ક્રોધાતુર શ્રી શાંત થઈ નહીં, ત્યારે સુશર્માએ જેથી તેના ઉપર એક પાષાણને ઘા કર્યો. તે પાષાણને ઘા મરથળમાં વાગવાથી સ્ત્રી તરતજ મૂછ પામીને પડી ગઈ અને ક્ષણવારમાં તેના પ્રાણ ચાલ્યા ગયા. તે વખતે તે બ્રાહ્મણના પુત્રે ક્રોધથી કહ્યું કે “અરે કિજલાધમ! તે આ શું કર્યું ?” પુત્રના વચનથી ક્રોધ પામેલા વિપ્ર પૂર્વના પાપોદયથી તે પુત્રને અને તે સાથે રૂદન કરતી પુત્રીને પણ મારી નાખ્યાં. પછી સર્વ ઇંદ્રિયમાં ક્ષોભ પામી એ ભયાતુર વિપ્ર આગળ ચાલ્યા, ત્યાં વચમાં ભડકેલી ગામે તેને અલિત કર્યો. એટલે તેણે તે ગાયને પણ મારી નાખી–આવાં ઘર કૃત્ય કરવાથી પછવાડે દેડ્યા આવતા રાજપુરૂષોથી ભય પામીને એ આગળ નાડ્યો. તેવામાં તેના લેચન ભયબ્રાંત થઈ ગયેલ હોવાથી કોઈક નરક જેવા કુવામાં તે પોતાના પાપથી પડી ગયે. “અહા! ક્રોધને ધિક્કાર છે, જેના આશ્રયથી લેકે કાંઈ પણ જોઈ શકતા નથી, અને છેવટ કૃત્યાકૃત્યમાં મૂઢ થઈ નરકરૂપ મહા ખાડામાં પડે છે. તે ફૂપમાં પડતાંજ તેના કટકે કટકા થઈ ગયા, અને ત્યાં અતિવ્યથા ભેગવી, મરણ પામીને દારૂણ દુઃખને આપનારા સાતમા નરકમાં તે ગયે.
“ત્યાં તે બંધન, છેદન, તાપ, તાડન અને ખગ છેદાદિકવડે મહાદુઃખ - ગવી મૃત્યુ પામીને કોઈક વનમાં સિંહ . તે ભાવમાં પણ નિરપરાધી એવા ઘણા જંતુઓને મારીને પુનઃ તે મહા પીડાકારી એવા ચોથા નરકમાં ગમે ત્યાંથી નીકળી ચંડાયોનિમાં આવ્યું. ત્યાં અતિ દૂરકર્મ કરી પુનઃ પૂર્વની જેમ સાતમી નરકમાં ગયે. તેમાં મહા દુઃખ ભોગવી, નીકળીને દૃષ્ટિવિષ સર્ષ થશે. એક વખતે તેણે
For Private and Personal Use Only