________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ] સુંદરીની ઘોર તપસ્યા અને ગ્રતગ્રહણ.
૧૧૭ વૈકુંડ, ભ્રકુટિ અને ધૂર્જટિ એ ચાર બીજા ઘણાઓની સાથે મુખ્ય ધનુર્વેદ જાણનારા હતા. બીજા પણ અનેક તિઃ શાસ્ત્ર જાણનારા, અનેક ધર્મના અંગ જાણનારા અને અનેક દંડ નીતિને જાણનારા હતા. તેમાંના કેટલાકને તો પ્રભુએ પોતે ભણાવેલા હતા–જેઓ શબ્દબ્રહ્મમય તેજને ભરત રાજાને ઉપદેશ કરતા હતા.
એકદા હર્ષથી ક્રિીડા કરતા ભરતને સાઠ હજાર વર્ષના વિગવાળા પિતાના સ્વજનનું મરણ થયું. એટલે રાજપુરૂષોએ નામગ્રહણપૂર્વક સૌને લાવી લાવીને ચક્રીને બતાવ્યા; અને ભરતે અત્યંત પ્રીતિથી તે દરેકને બોલાવી તેમને જેવા માંડ્યા. અનુક્રમે દિવસે ચન્દ્રની રેખા હોય તેવી કાંતિરહિત અને હિમથી કરમાએલી કમલિની જેવી, રૂપના વિપર્યયવાળી બાહુબલિની બહેન સુંદરીને સેવકોએ બતાવી. તેને જોઈ રાતા નેત્રવડે ચિત્તમાં રહેલા કેપની વણિકો જાણે બતાવતા હોય તેમ ક્રોધ કરી ભરતરાજા પિતાના પાર્શ્વજનને કઠિન વચનોથી કહેવા લાગ્યા કે “અરે સેવકો ! શું આપણે ઘેર પણ કાંઈ ખાવાનું નથી ? અથવા અરે વૃત્તિચોર! તમે આ સુંદરી તરફ શું નિરાદરવાળા છો? વા રોગની પીડાએ ગુંથાયેલ અંગવાળી આ સુંદરી શું ભજન કરતી નથી ? અને જો તેમ હોય તો શું વૈદ્યવિદ્યાને જાણનારા વૈધલેકે ક્ષય પામી ગયા છે? અરે સેવકો! કહો, આ સુંદરી મદરહિત હાથિણીની જેમ કેમ ગ્લાનિ પામી ગઈ છે? આ ઉપરથી તમે મારો બીજે પણ વિનાશ કર્યો હશે એમ નિશ્ચય થાય છે.” આ પ્રમાણે બોલતા ચક્રવર્તીને પ્રણામ કરીને તેઓ અંજલી જેડી કહેવા લાગ્યા–“હે નાથ ! ચક્રવર્તી ભરતના મંદિરમાં સર્વ લક્ષ્મી છે. શું સુરેન્દ્રના ઘરમાં કદી પણ દરિદ્રતા સુરે? એ સુંદરી અમારે કુળદેવીની પેઠે સદા પૂજય છે અને મૃત્યુ પામેલાના પણ ઉપાયે કરી શકે તેવા ઘણા રાજવૈદ્યો હાજર છે; પણ જે દિવસથી આપે દિગ્વિજ્ય કરવા પ્રયાણ કર્યું છે તે દિવસથી કેવળ પ્રાણમાત્રને ધારણ કરનારી આ સુંદરી આચાર્મ્સ તપ કરે છે. તે વખતે વ્રતની ઇચ્છાવાળાં સુંદરીને તમે અટકાવ્યાં હતાં તેથી તે ભાવસાવીપણું ગ્રહણ કરીને માત્ર ગુહીને વેષજ રાખી રહેલાં છે.” આવાં સેવકોનાં વચન સાંભળી, રાજાએ પૂછયું કે
કેમ તમારી વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા છે ?' આ સાંભળી તે વાતથી ઉછાસ ધરતી સુંદરીએ હા પાડી. એટલે ભરત બોલ્યા કે “હે સુંદરી ! તને ધન્ય છે કે તું આ સંસારથી વિમુખ થઈ છે. પિતાના ફરજનને તો એમજ કરવું ઉચિત અને
૧ વાનકી. ૨ નજીક બેસનારા, સેવકો. ૩ આંબિળ- આ તપમાં છ વિગય ત્યાગ હોય છે.
For Private and Personal Use Only