________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
શત્રુંજય માહાભ્ય.
[ ખંડ ૧ લો.
રાજ! ત્રણ લોકમાં સંચરતા તમારા પ્રતાપને અલિત કરવાને સુર નરેમાં કોઈ પણ સમર્થ રહ્યો નથી. કદિ કોઈ ધંટિમાં દળાતા રહી ગયેલા આખા દાણા જેવો રહેલો હોય તે પર્વતની અંદર પડેલા પથ્થરના કટકાની જેમ તેને કોણ ગણે ! પરંતુ આ ભરત ભૂમિ ઉપર પોતાના આત્માને વીર માનનાર અને ઘરમાં રહી ગર્જના કરનાર કોઈક દુર્વિનીત હશે જે તમારી આજ્ઞા નહીં માનતે હોય; અથવા મારા જાણવા પ્રમાણે તમારો અનુજ બંધુ મહા બળવાન બાહુબલિ એક અવશેષ રહેલો છે કે જે સર્વે જિતાયેલા રાજાઓમાં ગર્વના પર્વત સમાન છે. મોટા બળવાળો ઇંદ્ર પણ રણભૂમિમાં જેના બાહુબળને સહન કરવાને સમર્થ નથી એવો તે બળવાન છે. વળી ઈંદ્રના વજ જેવા તેના ભુજદંડના આઘાતથી મેરૂ જેવા પર્વત પણ ચૂર્ણ થઈ જાય છે. હે ચક્રવર્તી ! જયાં સુધી તે બાહુબલિને તમે જ નથી, ત્યાં સુધી તમે દિગ્વિજ્યને મિષ કરીને માત્ર દિશાઓનુંજ અવલોકન કર્યું છે. વળી તે મારે સહોદર છે, એવું ધારીને તમારે તેની ઉપેક્ષા કરવી ઘટિત નથી, કેમકે દેહમાંથી ઉત્પન્ન થયેલે પણ અહિતકારી વ્યાધિ શું મૂલમાંથી ઉચ્છેદન કરવા ગ્ય નથી ? રાજાઓના રાજયને વિદ્રાને આજ્ઞા પ્રધાનજ કહે છે. બાકી જે માત્ર પેટભરા રાજાઓ હોય છે, તેની કીર્તિ ક્યાં થાય છે?
આવાં મંત્રીનાં વચન સાંભળી ભરતરાજા નેહ અને કેપને વશ થઈ ગયા. પછી જરા વિચાર કરી આદરથી મંત્રી પ્રત્યે બોલ્યા “એક તરફ એ મારો અનુજ બંધુ છે તેથી મારા મનમાં તેને માટે કાંઈપણ કરતાં શંકા થાય છે અને એક તરફ તે મારી આજ્ઞા માનતા નથી તેથી કોપ થાય છે. એક રીતે પોતાના બંધુની સાથે યુદ્ધ કરવું તેથી મનમાં લજજા આવે છે, પણ બીજી બાજુ સર્વ શત્રુઓને જીયાવગર આ ચક શસ્ત્રાગારમાં પ્રવેશ કરતું નથી. વળી જેની આજ્ઞા પિતાના ઘરમાં ચાલે નહીં, તેની બહાર શી રીતે ચાલે એ અપવાદને હેતુ છે અને અનુજ બંધુની સાથે યુદ્ધ કરવું તે પણ અપવાદનું કારણ છે, એમ બંને તરફ અપવાદ છે.” ભરત ચક્રીનાં આવાં વચન સાંભળીને તેમના ભાવને જાણનારા મંત્રીએ સમય જાણું કહ્યું કે, “હે રાજા ! તે તમારે અનુજ બંધુજ તમારા આવા વિચાર સંકટને દૂર કરશે. વડિલ જે જે આજ્ઞા કરે છે તે લધુજને કરવી જોઈએ એ સામાન્ય ગૃહસ્થને પણ આચાર પ્રવર્તે છે; માટે પ્રથમ દૂતદ્વારાએ તેને આજ્ઞા માનવાનું કહેવરાવે. હું ધારું છું કે હાથી કમળના બંધનને ગણકારે નહીં તેમ તે તમારી આજ્ઞા માનશે નહીં, એટલે તેના અવિનયથી તમે તેની ઉપર જે પ્રતિકા
૧ ભાઈ.
For Private and Personal Use Only