________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૪ થો.] સુવેગ દૂતને બાહુબલિસાથે મેળાપ.
૧૨૫ - આવા અપૂર્વ ક્ષાત્રતેજવાળા બાહુબલિને જોઈ પ્રથમથી જ ક્ષેભ પામી ગયેલા સુવેગે આકૃતિ સંકોચીને તેમને પ્રણામ કર્યો. પછી બે હાથ જોડી મસ્તકે લગાડી તેમના મુખ તરફ દૃષ્ટિ નાખી એટલે બાહુબલિએજ સંજ્ઞાથી તેને આસન બતાવ્યું અને બતાવેલા આસન ઉપર સુગ બેઠા. પછી પ્રતિધ્વનિથી સભાની દિવાલેને શબ્દાયમાન કરતો બાહુબલિ ગંભીર વાણીથી બેલ્ય–“હે દૂત! મારે પિતાસમાન પૂજ્ય એવા આર્ય ભરત કુશળ છે ? અમારી કુળનગરી અધ્યામાં સર્વત્ર શાંતિ છે? પિતાશ્રીએ ચિરકાળ લાલન પાલન કરેલી સર્વ પ્રજા કુશળ છે ? આર્ય ભરત છ ખંડ ભારતને વિજ્ય કરવામાં અખંડિત રહ્યા છે ચોરાશી લાખ રથ, હાથી અને ઘડાઓ દિગ્વિજ્યમાં અબાધિત રહ્યા છે. સર્વ રાજાઓને નિર્વિધ્રપણું વર્તે છે? પૃથ્વીપર બીજા કોઈને કોઈ પ્રકારની પીડાતો થયેલી નથી?” આ પ્રમાણે કહીને બાહુબલિ વિરામ પામ્યા એટલે તેમની વાણીથી ભ પામ્યું હોય તેમ સુવેગ કાંઈક વિચારી પ્રણામ કરીને બોલ્યો. “જેના પ્રસાદથી બીજાઓની પણ કુશલતા થાય, તેવા તમારા જે બંધુની કુશલતામાં પૂછવાનું શું છે? જેના અધિપતિ તમારા જયેષ્ટ બંધુ છે એવી વિનીતા નગરીમાં જિનવાણમાં જેમ સંશય ન હોય તેમ લેશમાત્ર પણ વિઘ ક્યાંથી હોય? જેના શત્રુઓને ચક્રરત પોતાની મેળે ભેદીનાખે છે તેવી વિનીતા નગરીની પ્રજાનું સર્વદા કુશબજ સંભવે છે. છ ખંડ વિજય કરવામાં એ ભરતરાજાની સામે ઉભા રહેવાને પણ કોણ સમર્થ હતું? કારણ કે સુર, અસુર અને મનુષ્ય સર્વ તેની સેવા કરે છે. તે મના અશ્વ, રથ અને હસ્તીઓને પણ કોણ વિધ્ર કરી શકે? કારણ કે ત્રણ લોકને વિજય કરવામાં સમર્થ એવા ભરત રાજા તેઓના રક્ષણ કરનાર છે. આ પૃથ્વીપર બીજાઓના પણ જેને જેના અધિપતિ ભરત રાજા છે, તેઓને સૂર્ય છતાં કમળની જેમ ગ્લાનિ થવી કેમ સંભવે ? હે મહારાજ ! લાખ ય, રાજાઓ, વિદ્યાધરો
અને દેવતાઓથી તે સેવાય છે તથાપિ પિતાના બાંધવ વગર તે ખુશી થતા નથી. સવિદેશમાં ભમતાં તેમણે કઈ ઠેકાણે પણ જ્યારે પિતાના બંધુને જોયા નહીં ત્યારે તે વિશેષ ઉત્કંઠાથી પિતાના બંધુઓને ચહાવા લાગ્યા. દિગ્વિજ્યમાં અને બાર વર્ષ સુધી થયેલા રાજ્યાભિષેક મહોત્સવમાં પણ નહીં આવેલા પિતાના બંધુઓને મળવા માટે તે ઘણું ઇચ્છા કરતા હતા, તેવામાં બીજા બંધુઓએતો કાંઈ ચિત્તમાં વિચારીને પૂજ્ય પિતાશ્રીની પાસે નિઃસંગપણું પ્રાપ્ત કરવા માટે વ્રત ગ્રહણ કર્યું, અને તેઓ તો નિઃસ્પૃહ અને પિતાના શરીરમાં પણ અપેક્ષા રહિત થઈ જેમ આ ત્માને સુખ ઉપજે તેમ વર્તવા લાગ્યા તેથી તમને મળવાની ઉત્કંઠા ધરીને ભારત
For Private and Personal Use Only