________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
6
શ્વરે મને અહીં મેાકલ્યા છે, માટે તમે સત્વર ત્યાં પધારીને તમારા સમાગમનું સુખ તેમને આપેા; કારણ કે બંધુવગરનું રાજ્યસુખ દુ:ખ જેવું છે. કુલીન પુરૂષાને પેાતાના જયેષ્ઠબંધુ પિતાસમાન પૂજ્ય છે, તેથી તેને નમવાથી તમારા માનની સિદ્ધિ ઉલટી વિશેષ થશે. તેમની સેવા કરતાં તમને જરાપણ લજ્જા પ્રાપ્ત થાય તેમ નથી, કારણ કે તે ભરત ચક્રવર્તીના ચરણને દેવતાઓ પણ નમસ્કાર કરેછે. વળી આટલા દિવસ સુધી હું આગ્ન્યા નહીં અને હવે કેવી રીતે અવાય એવી શંકા જરા પણ તમે કરો। નહીં, કારણ કે એ જ્યેષ્ઠબંધુ કનિષ્ઠબંધુના અપરાધને સહન કરશે. હે વિભુ ! તમારા સમાગમના સુખથી અને તમારી ઉપરના વાસલ્યભાવથી તે તમને વિશેષ રાજ્યસમૃદ્ધિ આપશે અને વળી સર્વ પ્રકારના કષ્ટથી બચાવશે. પછી ઇંદ્ર અને ઉપેંદ્રની જેમ તથા બે અશ્વિનીકુમારાની જેમ તમે બંને ભાઈ મળી જઈને શત્રુઓના હૃદયમાં શલ્યરૂપ થઈ સાથે રાજ્ય કરો. હે રાજા ! એ મારા બંધુ છે’ એમ ધારી તમે નિર્ભય થશે નહીં, કારણ કે ગવિંછને શિક્ષા કરનારા રાજધર્મ અતિ ભયંકર છે. વળી તમારા આવવાથી ચાડી કરનારા દુષ્ટ પુરૂષાનાં વચન વરસાદ વર્ષવાથી નઠારા જોષીએ કહેલા અવૃષ્ટિના વચનની જેમ વ્યર્થ થઈ જશે. તે ભરતનું બીજું સૈન્ય તે એક તરફ રહ્યું, પણ તેને સુષેણ નામે એક સેનાપતિ છે, તે જ્યારે હાથમાં દંડરલ લઈ રણભૂમિમાં આવે, ત્યારે તેને કાણ સહન કરી શકે તેમ છે? પાંખેાવાળા પર્વતાની પેઠે તેમના ચેારાશી હજાર હાથીએ જ્યારે રણમાં આવે, ત્યારે તે કાનાથી સહન થઈ શકે તેમ છે! તેટલાજ ધોડાઓ જ્યારે સમુદ્રના તરંગની જેમ ઉન્નેલ થઇ રણભૂમિમાં પ્રસરે ત્યારે તેને "કાણ સ્ખલિત કરી શકે ! તેના સૈન્યની તેા શી વાત કરવી પણ માત્ર એકલા ભરત ચક્રીના યુદ્ધને સહન કરવાને ખલવાન ઇંદ્ર પણ સમર્થ નથી. વળી ઇંદ્ર પણ જેને પેાતાનું અર્ધું આસન આપે છે એવા જ્યેષ્ઠ બંધુ ભરતને નમન કરતાં તમને શી લજ્જા આવે છે? હે રાજેંદ્ર ! વધારે શું કહું પણ જો તમારે રાજ્ય અને જીવિતની ઇચ્છા હૈાય તે ત્યાં આવી ભરત રાજાના ચરણકમળની સેવા કરી.”
આવાં સુવેગનાં વચને સાંભળી ખળવાન્ બાહુબલિ પેાતાના ખભા ઉપર દૃષ્ટિ નાખતાં અને રાતા લોચન કરતાં બાલ્યા—“ અરે દૂત ! તું વાચાળ અને પેતાના સ્વામીનું કાર્ય કરનાર છે તે સત્ય છે, કારણ કે તું પરસ્થાને આવીને પણ
આ પ્રમાણે બાલી શકે છે. એ ભરત રાજા મારે સેન્ય છે, તેમાં કાંઈપણ સંશય નથી, જ્યેષ્ઠબંધુ પિતાની જેમ પૂજ્ય છે એવા કુલીન પુરુષોના ક્રમ છે, તેપણુ
For Private and Personal Use Only