________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો.
રાશિને અને સર્વત્ર ફળફૂલવાળા સુંદર વૃક્ષાને અવલેાકી તે હ્રદયમાં ચમત્કાર પામી ગયા. અનુક્રમે વેગથી ત્રણ લાખ ગામનું ઉલ્લંધન કરી સુત્રેગ દૂત બાહુબલિની નગરી તક્ષશિલામાં આવી પહોંચ્યા. એ નગરી અદ્ભુત પ્રભુના અને ધનાઢય લેાકાના અતિ ઊંચા મહેલાની ધ્વજાવડે વીંજાઈ રહી હતી; તેમાં રહેલી લક્ષ્મીને ગ રમી લાગવાથી જાણે પરસેવા થયા હોય તેમ મુક્તાફળની શ્રેણિ જ્યાં ત્યાં રહેલી હતી; અને કુબેરની જેવા સામંત લૉકેાની લીલાવડે મનેહર હતી. એવી અક્ષિણ સંપત્તિવાળી એ નગરી જાણે ઇંદ્રપુરી ઢાય તેવી તેના જોવામાં આવી. અશ્વ ખેલાવવામાં ખેઢવગર પ્રવર્ત્તતા ક્ષત્રીઓનું અવલાકન તેના નેત્રને હર્ષ આપી ચિત્તમાં ભય પમાડવા વાગ્યું. ચૌટામાં રહેલા અર્હમદ્ર સમાન વ્યાપારીઓના પુત્રોને જોતા જોતા સુવેગ અનુક્રમે બાહુબલિના સિંહદ્વાર પાસે આવ્યો. ત્યાં રલનાં કિરણેાથી ચલવગર આકાશને ચિતરતા, કૃત્રિમ અને અકૃત્રિમ સિંહાની અને હાથીઓની મૂત્તિઓથી ભયંકર લાગતા, આયુધ ખેંચી હાથમાં રાખીને નિરંતર સજ્જ રહેનારા રાજપુરુષાએ આશ્રિત, બીજાના પડછાયા દેખીને પણ આદર આપનારા દ્વારપાળાએ સેવેલા, કાઈ કાઈ ઠેકાણે કસ્તુરીની જેમ ઝરતા ભૃગમદથી વિચિત્ર લાગતા, કાઈ ઠેકાણે ધાડાઓની ખરીએથી શત્રુઓના વક્ષસ્થળની પેઠે ખુંદાએલા અને રવગૅમંડપની જેવા મંડપેાથી મંડિત, અતિ સુંદર રાજપ્રાસાદ તેના જોવામાં આવ્યો. સુવેગ તે રાજમહેલની નજીક આવ્યે એટલે દ્વારપાળાએ ક્ષણવાર તેને અટકાબ્યો. પછી રાજાની આજ્ઞા મેળવી આવેલા છડીદારની સાથે તેણે રાજસભામાં પ્રવેશ કર્યો. ત્યાં સિંહાસનપર બેઠેલા બાહુબલિ તેના જોવામાં આવ્યા. હજારા મુગઢબંધ તેજસ્વી રાજાએ, મેરૂપર્વતની ફરતા શિખરાની જેમ તેની ઉપાસના કરતા હતા. કિરણાથી સૂર્યની જેમ ઉત્તમ શૃંગાર ધરનારા અને જાણે મૂર્તિમાન્ ઉત્સાહ હાય તેવા કુમારાથી વીરવ્રતની જેમ તે પરવરેલા હતા. રસમય ભીંતના મણિમય સ્તંભામાં તેનાં પ્રતિબિંબ પડવાથી જાણે એક શરીરમાં ખલ નહીં સમાવાથી અ નેક મૂર્ત્તિવાન થયા હાય તેમ અદ્ભુત દેખાતા હતા. મુખરૂપ કમળની ઉપર સુવર્ણ કમળની શંકાથી જાણે બે હંસ આવ્યા હોય તેવા બે ચામરા, સ્વર્ગની સ્ત્રીએ જેમ ઇંદ્રને વીંજે તેમ વારાંગનાએ તેને વીજતી હતી. સુંદર વેષવાળા અને સુવર્ણની છડીને ધરનારા છડીદારો તેની પાસે નમન કરતા રાજાનું નામ લઈને વર્ણન કરતા હતા અને પેાતાના તેજથી સર્વ જગતને તે તૃસમાન ચિંતવતા હતા.
૧ છાતી. ૨ મહાન કાર્ય કરવાનું નિયમ લીધેલ પુરૂષવિશેષ.
For Private and Personal Use Only