________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬, શત્રુંજય માહાભ્ય.
[ સર્ગ ૩ જે. કામદેવ જે સ્વરૂપવાનું, સૂર્યવિકાશી કમળ જેવો પ્રફુલ્લવદની, ક્ષીર સમુદ્રની જેમ દેવતાઓથી પણ જેનું મધ્ય અલભ્ય છે એવો ગંભીર, ઇંદ્રની જેમ આજ્ઞા પ્રમાણે અમલ કરાવવામાં સમર્થ અને મેઘની જેમ હંમેશાં સર્વ પ્રાણને જીવન (જળ) આપનાર, એવો એ રાજા તારાઓમાં સૂર્યની જેમ સર્વ વિદ્યાધરોમાં અને ભારતના દેવતાઓની જેવા સર્વ રાજાઓમાં અદ્વિતીય થયો.
ચૌદ મહારતોથી તે શોભતે હતે. નવનિધિ તેના ચરણકમળમાં આવી રહેલા હતા. હંમેશા સોળ હજાર યક્ષ અને પરિવાર સહિત બત્રીસ હજાર રાજાઓ તેની ઉપાસના કરતા હતા. બત્રીસ હજાર રાજકન્યાઓ અને તેટલી જ જનપદ કન્યાઓ મળી ચેસઠ હજાર સ્ત્રીઓ અને ત્રણસો ને સાઠ રસેઇઆ તેને સેવતા હતા. રાશી લાખ રથ, તેટલાજ ઘડા અને છન્નુ કટિ ગ્રામ પ્રમાણે તેટલી જ પાયદલ સેના તેની પાસે હાજર રહેતી હતી. બત્રીસ હજાર દેશ, તેર હજાર ઉત્તમ નગર, નવાણું હજાર દ્રોણમુખ, અડતાળીસ હજાર પત્તન અને વીશ હજાર આડંબરવાળા કર્બટ તથા મડંબનો તે શાસન કરનાર અધિપતિ હતો; વિશ હજાર આકરો તે કર લેનાર હ; સોળ હજાર ખેટ” ઉપર તેનું શાસન ચાલતું હતું; ચૌદ હજાર સંબોધન તે પ્રભુ હ; છપ્પન અંતરદ્વીપને પણ તે અધિપતિ હતો; છત્રીસ હજાર તટને તે અધીશ્વર હતો; ઓગણપચાસ કુરાજેનો તે નાયક હતો; તે સિવાય ભરતક્ષેત્રમાં બીજા પણ સર્વેની ઉપર તેનું શાસન ચાલતું હતું. ટૂંકામાં સ્વર્ગખંડ ઉપર ઈંદ્રની જેમ તેનું અખંડ રાજ્ય હતું. આદિનાથ પ્રભુએ ઉપદેશ કરેલી ઊંચી નીતિને જાણનારા વિશ્વભર, શ્રીધર, સુબુદ્ધિ અને બુદ્ધિસાગર નામે તેના મુખ્ય મંત્રીઓ હતા. તે શિવાય જાણે તેના અંશ હોય, તેવા બીજા પણ એકસો ને આઠ ઉત્તમ મંત્રીઓ હતા અને તેથી ઉતરતા બીજા ત્રણ કોડ સચિવ હતા. સુષેણ, શ્રીષેણ, દુર્જય અને જગજ" નામે વિશ્વમાં એક જ વીર એવા ચાર સેનાપતિ હતા. જીવાનંદ, મહાનંદ, સંજીવન અને સુજીવન એ ચાર મુખ્ય નરવૈદ્ય હતા અને બીજા પણ આઠ લાખ નરવૈધ હતા. જાંગલ, કૃતમાલ, વિશાલ અને વિમલ એ ચાર બીજા ચાર લક્ષ વૈદ્ય સાથે મુખ્ય ગજવૈદ્ય હતા. મયૂર, ગરૂડ, શકુનિ અને સારસ એ ચાર બીજા ત્રણ લાખ વૈદ્યોસહિત અવૈદ્ય હતા. વિશ્વરૂપ, પરબ્રહ્મ, હંસ અને પરમહંસ એ ચાર બીજા સાત લાખ સાથે મુખ્ય પંડિતે હતા. શ્રીકંઠ,
૧ જેની જેવો બીજો નહીં એવો. ૨ પાટણ. ૩ ખાણ. ૪ ખેડા.
For Private and Personal Use Only