________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૩ જો.
લખેલું છે. વિચાર વગરના ઉન્મત્ત ભરત આપણી પાસેથી પણ દંડ યાચેછે એ કેવી વાત !’ આ પ્રમાણે વિચારી તે બંને કાપથી રાતા થઇને યુદ્ધ કરવા તૈયાર થયા. તેમની આજ્ઞાથી ખીજા વિદ્યાધરાના અધિપતિ પણ મેટા સૈન્યથી વીંટાઈ, આકાશને પૂરી નાખતાં વૈતાઢયગિરિઉપર તેમનીપાસે આવ્યા. તેએામાં કાઈ વિમાનાથી આકાશને સેંકડા સૂર્યવાળું કરતા હતા, કેાઈ જાણે સૂર્યના રથમાંથી લાવ્યા હાય તેવા ઘેાડાઓથી અધમય કરતા હતા, ઝરતા મઢવાળા ગજેંદ્રોથી કાઇ નંગમ પર્વતમય કરતાં હતા અને કાઈ બહુ પાયદળ સૈન્યથી પુરૂષમય કરતા હતા. એપ્રમાણે અનેક વિદ્યાધરા હાથમાં અનેક પ્રકારનાં શસ્રો લઇને પેાતે ગાજતા, અને દુંદુભિના ધ્વનિથી પર્વતને ગજાવતા આકાશમાર્ગે ત્યાં આવ્યા. પછી વિમાનવડે દિવસે પણ આકાશને જ્યોતિક્રમય બતાવતા, કાપાક્રાંત થયેલા વિદ્યાધરાએ રણ કરવાના આરંભ કર્યો. તેમની સાથે ક્યારેક ચક્ષાએ રચી આપેલા વિમાનમાં બેસીને અને કયારેક રથ, હાથી કે અશ્વપર બેસીને ચક્રવર્તીનું સૈન્ય યુદ્ધ કરવા લાગ્યું. થોડીવારમાં તો, વિમાને વિમાન, ધાડેધાડા, હાથીએ હાથી, પાળે પાળા, રચે રથ, ધનુષ્યે ધનુષ્ય અને ખડ્ગ ખડ્ગ એમ સામાસામી બંને સેન્યને સમાનપણે માટું યુદ્ઘ પ્રવ. વિદ્યાધરા પેાતાની વિદ્યાથી પેાતાના સૈન્યમાં જે જે નવીન કરતા હતા, તેનું ચક્રીના અંગરક્ષક યક્ષા તરતજ નિવારણ કરતા હતા. આ પ્રમાણે બાર વર્ષસુધી તેમની સાથે યુદ્ધ ચાલ્યું. છેવટે નમિ વિનમિ બંને ભરતપાસે આવી પ્રણામ કરીને કહેવા લાગ્યા કે મેથી મોટા કયા પર્વત છે? વાયુથી વિશેષ વેગવાન્ કાણુ છે ? વજાથી વિશેષ તીક્ષ્ણ કયું શસ્ત્ર છે તેમજ ચક્રવૌથી વિશેષ શૂરવીર કાણુ છે? અર્થાત્ કાઈ નથી. હે સ્વામી! તમારૂં દર્શન થતાં આજે અમે સાક્ષાત્ પ્રભુનેજ દીઠા છે. આજથી અમે શ્રી યુગાદ્ધિ ભગવંતની પેઠે તમારા શાસનમાં વર્તેશું.’ આપ્રમાણે કહી, વિનીતએવા વિનમિ રાજાએ નમસ્કાર કરીને સર્વ અંગમાં તારૂણ્યથી શોભાયમાન, નેત્ર, મુખ, હાથ, હૃદય અને ચરણુરૂપ કમલેાથી તથા ઝળકી રહેલ કાંતિરૂપ સુધા જલથી, પૂર્ણ એવી જાણે મદન રાજાની તળાવડી હાય તેવી દેખાતી, નિત્યે જાણે નવીન નવીન થતી ઔષધિ હોય તેમ સર્વ રાગને શમાવનારી, દિવ્ય જલની પેઠે ઇચ્છાનુકૂલ શીતેષ્ણ પર્શવાળી, સર્વ લક્ષણાએ સંપૂર્ણ અને સર્વ અવયવમાં પ્રકાશિત એવી સુભદ્રા નામે પેાતાની સ્રીરત–પુત્રી ચક્રવત્ત્તને અર્પણ કરી. બીજા વિદ્યાધરાએ પણ પેાતાની ગુણુર્ગાવેંત સહસ્ર પુત્રીઓ, વિદ્યાસહિત ચક્રવત્તાંને આપી. પછી ચક્રવìએ વિદાય કરેલા તે વિનમિએ વિરક્ત થઈ પેાતાના પુત્રોને રાજ્ય સોંપી, શ્રી ઋષભ ભગવંતનીપાસે જઇને વ્રત ગ્રહણ કર્યું.
For Private and Personal Use Only