________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ શત્રુંજય માહાભ્ય.
[ સર્ગ ૩ જો. પ્રભુના પુત્ર ચક્રવર્તી એવા આપને જેવાને અમે અહીં આવ્યા છીએ. “સ્વામીનીપેઠે સ્વામીના પુત્ર સાથે પણ વર્તવું જોઈએ એવો ક્રમ છે, તેથી તમે પણ શ્રીયુગાદીશની પેઠે અમારે સેવ્ય છે તેથી પૂછીએ છીએ કે હે પ્રભુ ! આ તમારું સૈન્ય મંદતેજવાળું કેમ જણાય છે? “સૂર્ય છતાં કમળને સંકોચ કેમ સંભવે ? ચક્રવતિએ કહ્યું, “હે ભાઈઓ ! આ મારા સૈન્યમાં મંત્રૌષધિથી પણ અસાધ્ય એવા વિવિધ વ્યાધિ અકસ્માત ઉત્પન્ન થયેલા છે, તેથી સર્વપ્રાણીઓને ગ્લાનિ થઈ ગઈ છે.” વિદ્યાધરે બોલ્યા કે-હે ચક્રવર્તી રાજા! શત્રુંજયગિરિઉપર એક રાજાની (રાયણ) નું શાશ્વત વૃક્ષ છે, તે શાકિની, ભૂત અને દુષ્ટદેના દોષને હરનારું છે. તેને પ્રભાવ શ્રીયુગાદિશ પ્રભુની પાસેથી અમે ઘણુંવાર સાંભળે છે. તે વૃક્ષના તંબ, મૃત્તિકા, શાખા અને પત્રાદિક અમારી પાસે તૈયાર છે, તેના જળનું સિચન કરવાથી આપનું સર્વ સૈન્ય રોગરહિત થશે. ચક્રવર્તાની અનુમતિથી તે વિઘાધરોએ તરતજ તે જળનું સિંચન કર્યું, જેથી સર્વ સૈન્ય તત્કાળ નિરોગી થયું. પછી ભરતરાજાનું સન્માન મેળવી તેઓ ક્ષણવારમાં પોતાને સ્થાનકે ચાલ્યા ગયા.
પિતાના સૈન્યને નિરોગી થયેલું જઈ ભરતપતિ હર્ષ પામ્યા અને હર્ષવડે પ્રફુલ્લિત મન કરીને શિરકમળને ધૂણાવવા લાગ્યા. પછી તે પ્રીતિને જાણે બહાર કાઢી બતાવતા હોય, તેમ વાણુથી કહેવા લાગ્યા કે “અહો! આ તીર્થનો મહિમા વચનથી અગોચર છે. ત્રણ જગતમાં આ તીર્થ જેવું બીજું કઈ તીર્થ નથી, જેના ચિતવનમાત્રથી બે લોકનું સુખ પ્રાપ્ત થાય છે. પૂર્વ પ્રભાસદેવે એ તીર્થને અતિશય પ્રભાવ કહ્યો હતો, ત્યારે હું એ તીર્થે તેની સાથે જ ગયું હતું તથાપિ દિગ્વિજય કર્યા પછી જ્યારે સંઘસહિત જઈને એ તીર્થની યાત્રા કરીશ, ત્યારે મારા જન્મનું ફલ મને પ્રાપ્ત થશે. આ પ્રમાણે સભામાં સભ્યજન સમક્ષ અમૃત જેવાં વચને કહેવાથી ભરતરાજા સર્વને પરમ પ્રીતિના હેતુ થયા.
પછી ચક્રીઓ ક્રોધ પામીને ફરીવાર દૈત્યરાજાઓની ઉપર પોતાનું ચક્ર મૂછ્યું, એટલે તેના અધિષ્ઠાયક દેવતાઓ તેઓને વેગથી બાંધીને ત્યાં લાવ્યા. પછી દીન મુખવાળા અને દીનવચન બેલતા તેઓને જોઈ, સત્વર ગજ, અશ્વ અને રતાદિક તેમની પાસેથી લઈ શિક્ષા આપીને પુનઃ તેમને છોડી મૂક્યા. મહારાજાની આજ્ઞાથી સુષેણ સેનાપતિ, ગિરિ અને સમુદ્રની મધ્યમાં રહેલા સિંધુ ઉત્તર નિષ્ફટને સાધી આવ્યો. તે ઠેકાણે સુખભોગ ભોગવતા ચક્રવર્તી ઘણો કાળ રહ્યા.
એકદા આયુધશાળામાંથી ચકરસ બહાર નીકળ્યું એટલે તેની પાછળ ચા૧ લવણ સમુદ્ર, વૈતાઢ્ય, ચુળહિમવંત ને સિંધુ નદીના મધ્યમાં રહેલ ખંડ.
For Private and Personal Use Only