________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય. •
[[સર્ગ ૩ જે. નમનારની ઉપર વત્સલજ હોય છે. હે નાથ ! હવેથી હું તમારા ચરણકમલમાં ભ્રમરરૂપ થઈને જિનેશ્વરની આજ્ઞાની પેઠે તમારી આજ્ઞા મસ્તક પર ધારણ કરીશ. વળી તે સ્વામી ! આ માગધતીર્થમાં તમારાથી સ્થાપિત થયેલે હું પૂર્વદિશાના જયસ્તંભની જેમ તમારે ભક્ત થઈને રહીશ. અમે સર્વે, આ રાજ્ય, આ સેવકે અને આ લક્ષ્મી તમારી જ છે, માટે પૂર્વદિશાના પત્તિની જેવા મને શી આજ્ઞા છે. તે કહે.”
આ પ્રમાણે કહીને મગધરાજે હાર, મુગટ, કુંડલ, બાણ, માગધતીર્થનું જળ, અને પૂર્વે એકઠા કરેલા રત, મોતી, મણિ અને બીજી દીવ્યવરતુઓ ભરતરાજાને અર્પણ કરી. ભરતેશ્વરે નમ માગધદેવને પ્રસાદ દાન આપી ભૂયપણને અનુગ્રહ કરીને વિદાય કર્યો. પછી ભરતરાજા ત્યાંથી રથે પાછો વાળી, ઇંદ્ર જેમ સ્વર્ગમાં આવે તેમ પોતાના સૈન્યમાં આવ્યા. ત્યાં રથઉપરથી ઉતરી વિધિવડે સ્નાન કરી પરિવાર સાથે અઠ્ઠમતપનું પારણું કર્યું. પછી માગધતીર્થની સમૃદ્ધિ જાણે બતાવતા હેય, તેમ ચક્રીએ ત્યાં ચક્રરતને અઠ્ઠાઈ ઉત્સવ કર્યો. ઉત્સવ પૂર્ણ થયે એટલે સુર્યને બિંબની પેઠે તરફ તેજથી દેદીપ્યમાન એવું ચક્ર આકાશમાર્ગે ચાલ્યું. તેની પછવાડે જન જનનું પ્રયાણ કરતા ચકી, પોતાની દીવ્યશક્તિવડે ઉન્નતને નમાડતા, નમ્રને પાછા સ્થાપન કરતા, ગર્વિષ્ઠને શિક્ષા કરતા, દીનને ઉદ્ધાર કરતા અને તેઓની પાસેથી ભેટણ લેતા લેતા દક્ષિણસમુદ્રને કિનારે આવ્યા. એલાઈચી, લવીંગ, ચારોળી, કંકાળ, અને સોપારીના જ્યાં અનેક બને છે એવા દક્ષિણસમુદ્રના તીરઉપર મહારાજાએ પિતાની છાવણું નાંખી. તે ઠેકાણે પણ પૂર્વની જેમ વહેંકી રને અંધાવારના નિવાસગૃહ રચ્યા અને ઉત્તમ પૌષધશાળા રચી. ચક્રવતીએ પિતાના મનમાં વરદામ દેવને ધારી પૌષધ સહિત અર્થસાધક એ અષ્ટમ તપ કર્યો. અષ્ટમને અંતે બલિદાન આપી સોનાના રથ પર આરૂઢ થઈ હાથમાં પ્રચંડ ધનુષ લઈને સમુદ્રને તીરે આવ્યા. સમુદ્રજળમાં રથના ચક્રની નાભિસુધી રથને લઈ જઈ, કર્ણપર્યત ધનુષ્ય ખેંચી એક દીવ્યબાણ છોડ્યું. દિશાઓના ભાગને પ્રકાશ કરતું અને સુવર્ણના અક્ષરને ધારણ કરતું એ બાણ બાર જનસુધી જઈને વરદામ દેવની સભામાં પડયું. અકરમાતું બાણના પડવાથી, પ્રચંડ ઘાતવડે સર્ષની જેમ વરદામદેવ કપ પામ્યો અને સમુદ્રની પેઠે તેણે મોટી ગર્જના કરી. તેને જોઈ જાણે તેના અંશ હોય તેવા તેના અનિવાર્ય પરિવારે પણ કોઈ કરીને આયુધો તૈયાર કર્યો. પણ જ્યારે બાણ ઉપરના અક્ષરો જોવામાં આવ્યા, 1 સેવક, પગે ચાલનાર સુભટ.
For Private and Personal Use Only