________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.] મગધપતિનો કોપ અને ચક્રીને નમન.
૯૭ તમારે રાજ્ય કે જીવિત સાથે કાર્ય હેય તે પિતાનું સર્વસ્વ અર્પણ કરી અમારી સેવા કરે; આ પ્રમાણે સુર, અસુર અને નરના સ્વામી એવા શ્રી ઋષભદેવ ભગ વંતના પુત્ર ભરત ચક્રવર્તી તમને આજ્ઞા કરે છે. આવા અક્ષરે વાંચી, અવધિજ્ઞાને તેની હકીકત જાણીને તે બાણ પિતાના સ્વામીને બતાવતાં મંત્રીએ ઊંચે સ્વરે કહ્યું- અરે સુભટે! સાહસ કાર્ય કરનારા તમને ધિક્કાર છે, કેમકે પિતાના સ્વામીનું હિત કરવા જતાં તમે અહિત કરવાને ઉઘત થયા છે. આ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકરના પુત્ર ભરત, શત્રુરૂપી ચંદ્રને રાહુરૂપ પહેલા ચક્રવર્તી થયા છે. કદિ મેરૂ તોડી શકાય, પૃથ્વી ઉપાડી શકાય અને સમુદ્રનું શોષણ કરી શકાય પણ ચક્રવર્તી જિલી શકાય નહીં. તે ચક્રવર્તી ભરત, ઇંદ્રના જેવા પ્રચંડ શાસનથી તમારી પાસે દંડ માગે છે અને દેવ તથા અસુરોએ માનવા ગ્ય પોતાની આજ્ઞા તમારી ઉપર પ્રવર્તાવવાને ઈચ્છે છે. જેમ સર્વ દેવામાં શ્રી સર્વજ્ઞ જિનેશ્વરજ દેવ છે, અન્ય નહીં તેમ મનુષ્યમાં પિતાની શક્તિવડે ઈંદ્ર જેવા એક ચક્રવર્તી જ છે. એવા ચક્રવર્તીની સાથે નીતિવંત પુરૂષોને વિનય કરે તેજ ઉચિત છે, કાળરાત્રિની પેઠે યુદ્ધની તે વાર્તાજ કરવા ગ્ય નથી. હે સ્વામી ! અલ્પમતિવાળા અને ચપળ એવા આ લેકેને નિવારે કે જે સૂર્યઉપર ખજુવાની જેમ ચક્રીઉપર ક્રોધ લાવીને દ્વેષ કરે છે. વળી જે દંડ આપવો હોય તે તૈયાર કરો અને ચક્રવર્તીની પાસે નગ્ન થઈને જાઓ. કેમકે “હૃદયને બાળનારો ગર્વ પ્રાંતે સર્વસ્વને નાશ કરે છે. '
આ પ્રમાણેની મંત્રીની વાણી સાંભળીને તેમજ બાણપરના અક્ષરો જોઈને પરમેષ્ટીના રમણથી પાપને જેમ લય થાય, તેમ માગધેશ્વરનો કપ લય થઈ ગે. પછી ભેટ અને તે બાણ લઈ મંત્રી સહીત મગધપતિ ચકી પાસે આવ્યું. ચકીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામી! ચિરકાલના તૃષાતુર ચાતકને મેઘના જળની જેમ, વત્સલ એવા તમે આજે અમારા સારા ભાગ્યે દૃષ્ટિમાર્ગમાં પ્રાપ્ત થયા છે. તમારી જેવા નાથને ઉદય થતાં આજે અમે સનાથ થયા છીએ, કેમકે સૂર્યને ઉદય થવાથી પદ્માકર (સરેવરે)ની સંપત્તિનું પિષણ થાય છે. પ્રમાદી માણસ પાસે કર્તવ્ય જણાવવાને છડીદાર મોકલે તેમ તમે આ દુર્વિનીત ભક્તની પાસે પ્રથમ આ બાણ મોકલ્યું તે ઘણું સારું કર્યું. સૂર્યના જે તેજવાન, વાયુના જેવો વેગવાન અને મેરૂના જે પર્વત બીજો કોઈ નથી, તેમ તમારા જે વીર કઈ બીજ નથી. પ્રમાદને લીધે મેં સત્વર આવીને તમારી આરાધના કરી નહીં, તેને માટે મારી ઉપર પ્રસન્ન થઈ ક્ષમા કરો. કેમકે સત્પષ
૧૩
For Private and Personal Use Only