________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે. ] ચક્રવર્તએ માગધપતિ ઉપર ફેકેલું બાણ. ખેંચી, શત્રુઓના પ્રાણને પ્રયાણ કરવાના પટ ધ્વનિ જેવો અને ધનુર્વેદના - કાર જે, લવણ સમુદ્રને ક્ષોભ કરનાર, રેતીના પર્વતોને તોડનાર અને જળજંતુઓને ત્રાસ આપનાર ધનુષ્ય ટંકાર કર્યો. મંદરાચળે અમદપણે મંથન કરેલા સમુદ્રના વનિ જેવા એ ધનુષ્યના ટંકાર સાંભળી, ત્રણ જગતનાં મન ક્ષોભ પામી ગયાં. તે ટંકારથી ત્રાસ પામેલા સૂર્યના ઘડા ઉન્માર્ગે ચાલવાથી તેના રથનું એક ચક્ર અદ્યાપિ ભાંગી ગયેલું છે. વળી તે ટંકારાના શબ્દ સર્પોના કાનમાં એવું બધિરપણું પ્રાપ્ત કર્યું કે, જેથી અદ્યાપિ તેઓ, ચક્ષુકવા” એવા નામથી વિખ્યાત થયા છે.
પછી સુર અસુરને ક્ષેભ કરનારું, એક ભયંકર બાણ ભરતરાજાએ રાફડામાંથી સર્ષની જેમ ભાથામાંથી બહાર ખેંચ્યું. શત્રુઓની શ્રેણુઉપર વજદંડની જેમ તે બાણ સિહકણિકા મુષ્ટિવડે પણ સાથે સાંધ્યું. તે વખતે વીરપુરુષના આભૂષણ અને શત્રુરૂપ નાનાસરખા સરોવરને બાણરૂપ કિરણો વડે શોષણ કરનારા ભરતરાજા, મેરૂ પર્વત પર સૂર્યની જેમ રથઉપર શોભવા લાગ્યા. પછી નવું, વસ્ત્ર અને વચન જેવું ઉજવલ, છેડે પીંછા સહિત અને શત્રુઓના મુખમાં પ્રવેશ કરનાર તે બાણ ભરતરાજા કાનની પાસે લાવ્યા. તે વખતે એક ચરણ સંકેચીને રહેલા બંને તરફ બાંધેલા ભાથાવડે બે પાંખવાળા જણાતા અને તીક્ષ્ય બાણના અગ્રભાગવડે ચાંચવાળા દેખાતા એ વીર ભરત, જાણે ગરૂડપક્ષી હોય તેવા દેખાતા હતા. તેને જોઈને “શું આ મારું શેષણ કરશે, અથવા શું મને અહીંથી ફેરવી નાખશે” એવી સમુદ્રને શંકા થવા લાગી. તેના બાણના વીર્યને નહીં જાણતી એવી પૂર્વદિશારૂપ મુગ્ધા સ્ત્રીએ તેને જોઈ ભય પામીને પૂર્વગિરિને વચમાં રાખે. બહાર, અગ્રે અને મધ્યમાં નાગ, અસુર અને ગરૂડ દેવતાઓએ આશ્રિત કરેલું અને પર્વતથી પણ ખલિત ન થાય તેવું તે બાણ ભરતે વેગથી છોડ્યું. તે બાણને જોઈને તે વખતે સમુદ્ર જે ખળભળાટ કર્યો, તેના અભ્યાસથી અદ્યાપિ પણ ચપળ તરંગો વડે તેનું સ્મરણ કર્યા કરે છે. “શું ક્રોધ પામેલા ઇંદ્રના હાથમાંથી, વજ પડે છે?' એવી જળમાં રહેલા પર્વતને, તેને જોઈને શંકા થવાલાગી. સમુદ્રના જળને ઉછાળતું, અતિ વેગથી આકાશગામી વિધાધરોને ત્રાસ આપતું, નીલ ગગનમાં પિતાના નામના સુવર્ણક્ષરને જાણે લખતું હોય તેવું, અને ઉગ્ર વિદ્યુદંડ જેવું પૃથ્વીના ઈંદ્ર છેડેલું એ બાણ બાર જન માર્ગને ઉલ્લંધી માગધેશ્વરની સભામાં હૃદય શલ્યની જેમ આવીને પડ્યું.
અકરમાતું બાણ પડવાથી થયેલા સંઘનવડે તેના રતસિંહાસનમાંથી સર્વત્ર તણખાને વિરતારતો અગ્નિ કર્યો. જે અગ્નિએ તેના ક્રોધાગ્નિને સળગાવવાનું કા
For Private and Personal Use Only