________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજો સર્ગ.
सुरासुरशिरोरत्नरोचिः कंचुकितक्रमः । आदिनाथो जगन्नाथः पातु वः कर्ममाथकृत् ॥१॥
ઉપse
*Ilrav Nirikra/Liામનાીને મને
(TET -1
||L
સુર અસુરના મુગટની કાંતિથી જેમના ચરણ કંચુકીવાળા થયેલા છે
એવા અને કર્મને મથન કરનાર આદિનાથ પ્રભુ તમારું રક્ષણ કરો. તે એવી રીતે ભગવંતની વાણી સાંભળીને ઇંદ્ર હર્ષવંત થે, પછી
અંજળિ જોડી સ્વામીને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરવા લાગે. બહે પ્રભુ! મને પ્રીતિ કરનાર આ તીર્થંરાજને મહિમા આપે કહ્યો પણ હવે સૂર્યોદ્યાનમાં રહેલા આ સરોવરની કથા સાંભળવાની મારી ઇચ્છા છે.” તીર્થના મહાભ્યને વૃદ્ધિ કરનારા શ્રીવીર પ્રભુ સર્વ સભાજનોને ભવ્ય જાણી ઈંદ્રના આગ્રહથી કહેવા લાગ્યા. હે ઈંદ્ર! આ સંસારરૂપી ખાડાની પીડાને હરનારે સૂર્યાવર્ત નામે આ ઉત્તમ કુંડ છે, તેના જળનું સેવન કરવાથી અઢાર પ્રકારના કોઢ રેગ નાશ પામે છે. ભગવંતની પાદુકા ઉપર તેના જલનું સિંચન કરવાથી, તત્ત્વ જાણવાથી જેમ મિથ્યાત્વ ચાલ્યું જાય તેમ સર્વ દે ચાલ્યા જાય છે. તે ઉપર એક કથા કહું છું તે સાંભળ.
શ્રી સૌરાષ્ટ્ર દેશમાં ગિરનાર પર્વતની નીચે એક ગિરિદુર્ગ નામે નગર છે; તે વિશાળ કિલ્લાથી શોભિત છે; તેમાં લક્ષ્મીના વિલાસના સ્થાનરૂપ ઘણા લેકે વસે છે; વાવ, કુવા, સરોવર અને મોટા ઉદ્યાનેથી તે ઘણું સુંદર લાગે છે; દાનશાળા અને પરબોના સ્થાનથી વ્યાપ્ત છે અને નિંદ્ર ભુવનેની શ્રેણીરૂપ મોક્ષની નિઃસરણીથી શોભતું એ નગર ઇંદ્રનગરની ઉપમાને પામેલું છે. તે નગરમાં નિર્ધન, ચાડિયા, મૂર્ખ, અવિવેકી, દીન, અને પરાધીન માણસે હતાજ નહીં. ત્યાં હમેશાં પૂજાથી દેવતા, ભક્તિદાનથી તપસ્વીઓ, ઈચ્છિત દાનથી યાચક, અનુકંપાદા
૧ સૂર્યકુંડ, સુરજકુંડ. ૨ જુનાગઢ. .
For Private and Personal Use Only