________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે.] . ભરતે કરેલી પ્રભુની સ્તુતિ, પ્રભુએ આપેલી દેશના. મની રોમરાજિ વિકવર થઈ છે એવા અને પ્રકૃલિત નેત્રવાળા ભરતરાજા, હૃદયાગારમાં નહિ સમાતા હર્ષને વાણુના ઉદ્ગારના મિષથી જાણે બહાર કાઢતા હોય, તેમ સ્તુતિ કરવા લાગ્યા.
ત્રણ લેકમાં તિલકરૂપ, યુગાદીશ, જિનેશ્વર, અનંત, અવ્યક્ત, ચૈતન્યરૂપ અને યોગીશ્વર એવા હે સ્વામી! તમને નમસ્કાર કરું છું. હે નાથ ! એકાંત હિતકારી એવા તમે આ સંસારમાં અવતરીને પ્રથમ વિશ્વની વ્યવસ્થાને માર્ગ બહુરૂપે પ્રવર્તાવ્યું છે અને હવે હે જગત્રભુ! આ સંસાર સમુદ્રમાંથી અમારે ઉદ્ધાર કરવાની ઈચ્છાથી મુક્તિમાર્ગ બતાવવાને માટે તમે સંયમને ગ્રહણ કરેલ છે. હે પ્રભુ! તમે વિશ્વપતિ, દયાળુ અને પ્રાણીઓને શરણ આપનાર છે, તેથી તમે પિતાની મેળે જ અમને તારવામાં પ્રવર્યા છે, માટે મારે કાંઈ પણ તમારી યાચના કરવી પડે તેમ નથી.” આ પ્રમાણે પ્રભુની સ્તુતિ કરી ભરત રાજા જરા પાછા ખસી ઇંદ્રને આગળ કરી પ્રભુની સન્મુખ બેઠા. પછી પ્રભુએ જન સુધી સંભળાય તેવી, સર્વ ભાષામય અને કલેશનાશક દેશના આપવાને આરંભ કર્યો.
ધર્મમાં પ્રીતિ કરવી અને પાપમાં વિરક્તિરાખવી આ પ્રકારે જે, પ્રાણુઓને ઉપદેશ કરે તેનું નામ દેશના કહેવાય છે. જિનેશ્વરની પૂજા, સદગુરૂની સેવા, સ્વાધ્યાય, ઉજવલ વૃત્તિયુક્ત તપ, દાન અને દયા એ ષટ્કર્મ ગૃહસ્થોએ પ્રતિદિન કરવા યોગ્ય છે. વળી માતા, પિતા, નિર્મલ ધર્મ બતાવનાર, અભયને આપનાર, ખાન પાન પૂરનાર અને કળા શીખવીને ઉપકાર કરનારાના ચરણકમળની સેવા “ કરીને નિત્ય કલ્યાણ સંપાદન કરવું. સર્વ પ્રાણપર દયા, શુભપાત્રમાં દાન, દીન
પ્રાણીઓનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ અને યથાયોગ્ય સર્વ જનોની ઉપર ઉપકાર કર એ પ્રકારનો ધર્મ સંસારમાંથી તારનારે છે. જ્ઞાન, અભય, ઔષધ, સ્થાન
અને વસ્ત્રનું દાન, અહંતની પૂજા, સમતાધારી મુનિઓને નમસ્કાર, પિતાની સ્ત્રીમાં સંતોષ અને સ્ત્રીમાં પરાક્ષુખપણું–એ પુરૂષનાં અક્ષય આભૂષણ છે. “પિશુનતા, મત્સર, પર ધનનું હરણ, હિંસા, નિંદા, રાત્રિભોજન, અને કન્યા વિગેરે સંબંધી અલીક (અસત્ય ભાષણ) એટલાં વાનાં જરૂર ત્યજવાં–કેમકે તેના જેવું બીજું કોઈ પાપનું સ્થાન નથી. પાપનો નાશ કરનાર રાત્રયી ( જ્ઞાન, દર્શન “ચારિત્ર) ને જેઓ વિચારીને હૃદયમાં ગ્રહણ કરે છે, તે શુદ્ધભાવવાળા પુરૂષ
ત્રણ ભવમાં સિદ્ધિસુખને પામે છે. આ પ્રમાણે ભવ્ય પ્રાણીરૂપ ભૂમિ ઉપર મોટા ઉપકારી ફલને પ્રગટ કરનાર વચનામૃતની વૃષ્ટિ કરીને, પવિત્ર મેઘરૂપ પ્રભુ મોટી સમૃદ્ધિને (મક્ષપ્રાપ્તિને) અર્થ બીજરૂપ ઉત્તમ રતને વાવી સફલ કરતા હવા.
૧૨
For Private and Personal Use Only