________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહા....
[સર્ગ ૩ જે.
લાય છે. પંચવર્ણ ની પ્રભારૂપ પાંચ આંગળીઓવાળે આ રતધ્વજ “જગતમાં આ પ્રભુ એકજ પિતા છે એમ જણાવવાને જાણે ધર્મ પિતાને હાથ ઊંચે કર્યો હોય, તે જણાય છે. જાણે પિતાશ્રીના ગુણને કહેતે હોય તે ઉત્તમ નાદથી આનંદ આપતો આ દુદુભિ આકાશમાં સંભળાય છે. પ્રભુના ગુણો વડે રક્ત અને માંજરથી પીળો એ આ કિંકિલ્લવૃક્ષ જાણે પિતાના પલ્લવોથી નાચતો હોય, તેવો દેખાય છે.” આવા પિતાના પૌત્ર ભરતનાં વચન સાંભળી મરૂદેવાને પ્રથમ દુઃખનાં અશ્રુથી જે નેત્રઉપર નીલિકા (૫ડલ) વળી ગયાં હતાં, તે હર્ષનાં અશ્રુથી તરત માર્જન થઈ ઉઘડી ગયાં. જેમ જેમ આનંદથી પુષ્ટ એવા દેવતાઓથી પિતાના પુત્રની સ્તવના થતી સાંભળતાં ગયાં, તેમ તેમ માતા મરૂદેવા ઘણે ઉલ્લાસ પામતાં ગયાં. સર્વ અતિશયેથી સંપૂર્ણ ભગવંતનું પુત્રપ્રેમથી પણ ધ્યાન કરતાં એ જિનમાતા તન્મયપણું પામી ગયાં અને સર્વ સાંસારિક વ્યાપારને ભૂલી જઈ ભગવંતનું ચિંતવન કરતાં ક્ષણવારમાં તદ્રુપ થઈ ગયાં. શિવસુખના કારણરૂપ ભગવંતને હૃદયમાં, દૃષ્ટિ આગળ, પડખે, પછવાડે અને વચનમાં-એમ સર્વત્ર જેવા લાગ્યાં. પછી તત્કાલ કર્મને ખપાવનારી ક્ષેપક શ્રેણી પર આરૂઢ થઈ, નાનામૃત વિચાર, એક શ્રુતવિચાર, સૂક્ષ્મક્રિયા અને સમુચ્છિન્ન ક્રિયા, એમ અનુક્રમે શુકલધ્યાનના ચારે પાયાને પ્રાપ્ત થયાં અને અંતકૃત કેવલીપણે સર્વ કર્મને એકસાથે ક્ષય કરી કેવલ જ્ઞાનની ઉત્પત્તિ સાથે જ મોક્ષ સુખને પામ્યાં. આ ઉપરથી એમ સમજવાનું છે કે, આખા ભવમાં કઢિ પુણ્ય કર્યું ન હોય, પણ જે અંતકાળે પ્રેમપૂર્વક અહંત પ્રભુનું સ્મરણ કરે તો તે મરૂદેવા માતાની જેમ મોક્ષને પામે છે.
આ ખબર જાણતાં તરત જ સમવસરણમાંથી ઇંદ્રએ આવીને માતાના શરીરનો સત્કાર કરી, તેને ક્ષીરસમુદ્રમાં પધરાવ્યું; પછી તેઓ ઊંચે સ્વરે કહેવા લાગ્યા કે, આ અવસર્પિણું કાળમાં મરૂદેવા માતા પ્રથમ કેવલી અને પ્રથમ સિદ્ધ થયેલાં છે. આ પ્રમાણે આઘાષણ કરીને સર્વ દેવતાઓ, નેત્રમાંથી અશ્રુ પાડતા એવા ભરતને પ્રભુની પાસે લઈ ગયા. ત્યાં પ્રભુની લક્ષ્મી જોઈને, દેવતાનાં વચનથી શોકનો ત્યાગ કરી, મોટા મનવાળા ભરતરાજા પ્રભુને નમવામાં ઉત્સુક થયા. પછી છત્ર ચામર વિગેરે રાજયલક્ષણ છોડી દઈ, ઉત્તરાસંગ કરી, ભક્તિવડે આદિ પ્રભુની પાસે જવા ચાલ્યા. પ્રથમ વાપિકામાં સ્નાન કરી, ધૌતવસ્ત્ર પહેરી, તેમણે પૂર્વદ્રારથી સમેસરણમાં પ્રવેશ કર્યો. પ્રથમ વિશ્વગુરૂને વિધિપૂર્વક કલ્યાણકરી પ્રદક્ષિણા કરી, પૃથ્વી ઉપર મસ્તક મૂકીને પ્રણામ કર્યો. પછી ભક્તિવડે જે
For Private and Personal Use Only