________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહામ્ય.
[સર્ગ ૩ જો. મરણ પામતી નથી એવા જનનિંદિત મારા જીવિતને ધિક્કાર છે. હે વત્સ ! માત્ર ભેગની ઈચ્છાવાળો તું રાજયસુખના પ્રવાહમાં તણાયેલે છે, તેથી અરયમાં રખડતા મારા પુત્રની વાર્તા પણ પૂછતો નથી. ” આ પ્રમાણે દિનપણે બેલતાં એવાં પિતાના સાશ્રમુખી પિતામહીને ભરતે અધર પર હસતા હસતા કહ્યું
હે માતા ! રૈલોકના અધિપતિ, ધીર અને ગંભીર એવા પ્રભુનાં તમે માતા થઈ આવાં કાયરને ઉચિત વચને વારંવાર બેલે નહીં. આ ઘર સંસારસાગરમાં શિલાની જેવા અમે તેને ઉદ્ધાર કરવાની ઈચ્છાથી અમારા પિતાજી જે આદર કરે છે, તે શું વ્યર્થ છે? પરમાનંદ પદની સ્પૃહા કરનારા અમારા પિતા આ નાશવંત સંસારસુખને પરિહાર કરવાને સ્વેચ્છાથી તપસ્યા કરે છે. જેની આગળ ઇંદ્રાદિક દેવતાઓ કિંકરની જેમ ફર્યા કરે છે, તેવા પ્રભુની શું મારી જેવાએ પણ રક્ષા કરવી જરૂરની છેઃ હે માતા! ત્રણ લેકના અધિપતિ એવા તમારા પુત્રની જયારે તમે લક્ષ્મી જશે, ત્યારે તપસ્યાનું ફળ ખરેખરું છે એમ તમે પણ માન્ય કરશે.”
આ પ્રમાણે બે હાથ જોડીને માતૃભક્તિવાળા ભરતરાજા કહેતા હતા તેવામાં દ્વારપાળે આવી પૃથ્વી પર મસ્તક નમાવીને નિવેદન કર્યું કે “હે વિભુ! ચમક અને શમક નામના બે પુરૂષો આપને કાંઈક કહેવાને કાર ઉપર આવી ઉભા છે, તેઓને શી આજ્ઞા છે ?” રાજાએ ભૃકુટીરૂપ પલ્લવને જરા ચલાયમાન કરી સંમતિ આપી, એટલે દ્વારપાલે જય જય શબ્દને ઉચ્ચરતા એ બંને પુરુષોને ત્યાં દાખલ કર્યા. તેમાંથી પ્રથમ શમકે પ્રણામ કરી કહ્યું, “હે દેવ ! પિતાજીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તે આપને વધામણું છે. પુરિમતાળ નગરને વિષે શકટાનન નામના વનમાં ઈદ્રોએ મળીને પ્રભુનું સમોસરણ રચેલું છે, અને નરનારી, દેવ અને દેવીઓ પિતાની સમૃદ્ધિથી પરસ્પર સ્પર્છા કરતા, સર્વ દિશાઓમાંથી ત્યાં આવેછે.” પછી હર્ષ પામી યમક પ્રણામ કરી બેલ્યા, “હે દેવ ! સૂર્યના બિંબ જેવું ફુરણયમાન પ્રભાથી પ્રકાશતું, સહસ્ર આરાવાળું, અગ્નિના તણખાઓની શ્રેણથી શોભિત, અને શસ્ત્રશાળાના અધિષ્ઠાયક દેવરૂપ ચકરસ ઉત્પન્ન થયેલું છે, તેની આપને વધામણું છે. આ બંને વધામણી સાંભળી તેઓને યોગ્ય દાન આપી ભરતરાજાએ સંતુષ્ટ કર્યા અને પિતે વચનથી કહી શકાય નહીં તેવા હર્ષને પ્રાપ્ત થયા.
આ બંને કર્તવ્ય સમકાળે પ્રાપ્ત થતાં ભરતને ચિંતા થઈ કે, પ્રથમ કેવલજ્ઞાનને
For Private and Personal Use Only