________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય.
[સર્ગ ૩ જો. પક્ષે દોષાકર ચંદ્ર તેણે રહિત) કરતો હતો, તે છતાં કમલા કેલિકલાને ધરનારું, આ જગત બનાવતા હતા ( કમલા-લક્ષ્મીની કેલિકલા–કીડાઓને ધરનારું અર્થાત જેમાં લક્ષ્મીની ક્રીડા થાય એવું ધનાઢ્ય કરતો હતો, પક્ષે કમલા કેલિ– લક્ષ્મીની ક્રીડારૂપ, કલાધર-ચંદ્રને કરતો હતો.) એ આશ્ચર્ય હતું. જેના પ્રતાપથી ત્રાસ પામેલે સૂર્ય, ખગ (આકાશમાં ગતિ કરનાર) થેયે અને તે આકાશગમનના અભ્યાસથી, અદ્યાપિ તેને કોઈ ઠેકાણે નિશ્ચળ સ્થાન મળતું નથી. સૂર્યાદિક ગ્રહોને તો તાપ કહેવાય છે અને ભારતને પ્રતાપ કહેવાય છે, કારણકે તેને (પ્રતા૫) નાથી દગ્ધ થયેલા શત્રુરૂપી વૃક્ષે ફરીવાર ઉગી શકતા નથી. એવા નીતિમાન, વિનયવાન, સુંદર દૃષ્ટિવા, વિચાર કરનાર, કળાધર અને નિર્દોષ ભરતરાજા સર્વ રાજાઓમાં ઘણું ઉત્તમ નીવડ્યા.
કર્મને ખપાવતા આદિનાથ પ્રભુ, સર્વ પ્રાણુઓના હિતને માટે યુગમાત્ર પૃથ્વીને જોતા જોતા દેશ દેશાંતર વિહાર કરતા હતા. તે સમયે મુગ્ધ મનુષ્ય નિર્દોષ આહારને આપી જાણતા નહીં, તેથી એક વર્ષ સુધી પ્રભુ નિરાહારપણે રહ્યા. પ્રભુને જોઈ કેટલાક લોકો મુગ્ધપણને લીધે રથ, અશ્વ, હરતી, કન્યા, સુવર્ણ અને વસ્ત્ર વિગેરે પ્રભુની આગળ ધરતા હતા, પણ સર્વ ઉપર સમાન દૃષ્ટિ કરનારા–જે પ્રભુએ, રાજ્ય, સૈન્ય, કોશ અને દેશ પિતાની ઇચ્છાથી છોડી દીધા હતા, તે પ્રભુ થુંકીનાખેલા પદાર્થની પેઠે ફરી પાછી તેનું ગ્રહણ કરતા નહીં. વ્રત ગ્રહણ કર્યા પછી નિરાહારપણે એક વર્ષ વીત્યા પછી, એકદા સુરનરોએ વીંટાએલા પ્રભુ મૌનપણે વિચરતા વિચરતા હસ્તિનાપુર આવ્યા.
ત્યાં બાહુબલિને પૌત્ર શ્રેયાંસ કે જે શ્રેયને એક ભંડાર હતો, તેને પ્રભુના દર્શનથી પિતાના પૂર્વજન્મનું મરણ થયું. જાતિસ્મરણથી પૂર્વભવમાં પોતે પ્રભુને અનુચર હતો એ વાત જાણવામાં આવતાં તત્કાલ નિર્દોષ આહારના દાનમાં અને પાત્રના વિવેકમાં તે ચતુર થયો. તે વખતે તરતજ આવેલે નિર્મળ ઈશ્નર અને પ્રભુ જેવા ઉત્તમ પાત્ર પ્રાપ્ત થયેલા જોઈ, તેને દાન આપવાની ઈચ્છા થઈ. પ્રભુની પાસે આવી તેણે કહ્યું કે “સ્વામી! પ્રસન્ન થઈ આ રસ ગ્રહણ કરે.” ભગવંતે નિર્દોષ ભીક્ષા જાણીને બંને હાથ પસાર્યા એટલે એ રસિકરાજપુત્રે પ્રભુના કરમાં ઈક્ષરસ અર્પણ કર્યો. તેણે પુષ્કળ ઈક્ષરસ પ્રભુના હાથમાં નાખે, તેપણ પ્રભુના હાથમાં તેની શગ ચડી, નીચે ઢળી પડ્યો નહીં. કારણ કે “પ્રભુની સેવા કરનારની અધોગતિ થાય જ નહીં.” વિશ્વને જાણનાર પ્રભુએ અમૃત૧ શેલડીનો રસ.
For Private and Personal Use Only