________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય મહાસ્ય.
[સર્ગ ૩ જે. આ દેશના સાંભળીને ભરતના પુત્ર ઋષભસેને ઊઠી પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે “હે સ્વામી! આ સંસારરૂપ અરયમાં બ્રાંતચિત્તે બ્રમણ કરતા એવા મને તમારા જેવા સાર્થપતિ, પૂર્વના પુણ્યવડે અકસમાત પ્રાપ્ત થયેલા છે. વિષયેથી વિરક્ત થયેલા એવા મારે રાજયની કોઈ જરૂર નથી. કારણ કે ત્યાં રાગાદિક શગુઓ પ્રાણના પુણ્યરૂપી કોશાગારને બળાત્કારે હરી લે છે. આ ઘર સંસારરૂપ સાગરમાં વિષયસુખના ગ્રાસને માટે લોલુપ થઈને ફરતા એવા ધીવરતુલ્ય મનુષ્ય પણ બ્રા પુત્રાદિકની જાળમાં બંધાઈ જાય છે. તેથી હે શરણદાયક ભગવન! વ્રતનું દાન કરીને મારી રક્ષા કરે; જો તેમ નહીં કરે તે આ વિષયે પાછા મને છળ કરીને છેતરશે.
આ પ્રમાણે કહી ગષભસેન કુમારે માટી ભક્તિથી સંસારના તાપની શાંતિને માટે પ્રભુના ચરણકમળને પિતાના મસ્તક પર ધારણ કર્યા. પછી “આ ભવ્ય પ્રાણી છે એમ જાણીને પ્રભુએ વ્રતનું દાન કરી તેને અનુગ્રહ કર્યો. “સપુરૂષ હંમેશાં પરને ઉદ્ધાર કરનારા જ હોય છે. તેની પછવાડે ભરતના ચાર ને નવાણુ પુત્રોએ અને સાત પુત્રના પુત્રોએ પણ ચારિત્ર ગ્રહણ કર્યું. તે વખતે કેટી દેવતાઓએ સેવેલા પ્રભુને જોઈ, ભરતના પુત્ર મરીચિએ પણ દીક્ષા લીધી. ઉજવલ શીલને ધારણ કરનાર બ્રાહ્મીએ પણ ભરતની આજ્ઞા લઈ ઘણી રાજકન્યાઓની સાથે તત્કાલ વ્રત અંગીકાર કર્યું. તે જોઈને સુંદરીને વ્રત લેવાની ઈચ્છા થઈ, પરંતુ ભરતરાજાએ તેને તેમ કરતાં અટકાવી એટલે તે પ્રભુના ચતુર્વિધ સંઘમાં પ્રથમ શ્રાવિકા થઈ. તે વખતે ભરતરાજાએ પ્રભુની પાસે સમકિત ગ્રહણ કર્યું, કારણ કે ફળ ભેગવ્યા વગર અર્હતેનું પણ ભેગા કર્મનિવૃત્ત થતું નથી. વિદ્યાધરમાંથી પણ કેટલાએકે વ્રત ગ્રહણ કર્યું, કેટલાએકે શ્રાવકત્રત સ્વીકાર્યું અને કેટલાએકે ભદ્રક ભાવને પ્રાપ્ત કર્યો.”
પૂર્વે ભગવંતની સાથે દીક્ષા લેનાર કચ્છમહાકાદિ ચાર હજાર રાજપુત્રો, જેઓ તાપસ થયા હતા તેમાંથી કચ્છમહાક૭ શિવાય બાકીનાઓએ ભગવંતની પાસે આવી ફરીને હર્ષવડે વ્રત ગ્રહણ કર્યું. પછી ભગવંતે પુંડરીક વિગેરે મુનિઓ, બ્રાહ્મી આદિ સાધ્વીઓ, શ્રેયાંસ પ્રમુખ શ્રાવકે અને સુંદરી વિગેરે શ્રાવિકાઓએ પ્રકારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જે સંઘ અદ્યાપિ પણ જગન્નાથપણે વર્તે છે, તેની આજ્ઞા ઉલ્લંઘન થઈ શકતી નથી. વળી એ સંઘ, અહંને પણ માન્ય, પુણ્યવંતને પણ પૂજ્ય, અને સુર અસુરના અધિપતિએને પણ સેવવા યોગ્ય છે અને સર્વદા જયવંત વર્તે છે. તે વખતે ગણધર નામ
For Private and Personal Use Only