________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે.] ગણધરોની સ્થાપના, ભરતે કરેલું ચક્રરલનું પૂજન
‘૯૧ કર્મને ધરનારા અને બુદ્ધિવાળા કષભસેને વિગેરે રાશી મુનિઓને ગણ ધરપદે સ્થાપવાનો મહત્સવ ભગવંતની આજ્ઞાને અનુસરીને ઈંદ્ર ચટ્ટી વિગેરેએ મળી યોગ્ય રીતે કર્યો. પછી તે ગણધરેએ ભગવંતના મુખથી ત્રિપદી પ્રાપ્ત કરીને બુદ્ધિના અતિશયપણુથી તત્કાલ દ્વાદશાંગી રચી. પ્રભુની રચેલી તે વ્યવસ્થા અદ્યાપિ પણ પ્રવર્તે છે. “વિવેકી જનેને અહંતની આજ્ઞા દુર્લધ્ય છે.”
પછી દેવ, ગંધર્વ, વિદ્યાધર અને નારેશ્વરે પ્રણામ કરીને પ્રભુની દેશનાનું મરણ કરતા કરતા પોતપોતાને સ્થાનકે ગયા અને ત્રીશ અતિશયવાળા ભગવાન આદિનાથ ભવિક પ્રાણીઓને બોધ કરતા સતા પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા.
એક ઠેકાણે રિથતિ કરવાથી પરોપકાર થઈ શકતું નથી ” એમ જાણીને શૈલેકશ્યપતિ પ્રભુએ એક ઠેકાણે સ્થિતિ કરી નહીં.
હવે પુણ્યથી ભરપૂર અને લેકોએ પ્રણામ કરેલા ભરતરાજા પોતાને પરિવાર લઈ, જેમાં મહા સુંદર મહેલ રોભી રહ્યા છે એવી અધ્યા નગરીમાં આવ્યા. પછી શસ્ત્રાગારમાં પ્રગટ થયેલા ચદરતને જોવાની ઈચ્છાથી ઉલસાયમાન વૈભવવાળા ભરતે શસ્ત્રગ્રહમાં પ્રવેશ કર્યો ત્યાં કિરણોની શ્રેણીથી સૂર્યના બિબની જેમ આખા શસ્ત્રગૃહમાં પ્રકાશ કરતું ચક્રરત તેમના જોવામાં આવ્યું. ચકનું દર્શન થતાં જ તેમણે પંચાંગ પ્રણામ કર્યો, કારણ કે ક્ષત્રીનું પરમચૈવત શસ્ત્ર છે. પછી આનંદ મગ્ન થયેલા ભારતે પવિત્ર જળવડે સ્નાન કરી, સુગંધી અને ઉજવળ વસ્ત્ર ધારણ કર્યું, અને શસ્ત્રગ્રહમાં આવી ચક્રને જાણે ઉત્તેજિત કરતા હોય તેમ હાથમાં લઈ તેને માર્જિત કર્યું. પછી હજાર આરાવાળા એ ચક્રને સુવર્ણમય પીઠીકાની ઉપર સ્થાપિત કર્યું. તે વખતે તેના તેજથી ઉદયાચળના શિખર ઉપર રહેલા સૂર્યના બિંબનું મરણ થઈ આવ્યું. પછી રાજાએ નિર્મલ જળથી પિતાને હાથે તેને સ્નાન કરાવ્યું, તે વખતે શત્રુઓના સમૂહમાં સમુદ્રમાંથી નીકળતા વડવાનળ જેવું તે જણાવા લાગ્યું. તેની ઉપર જાણે જ્ય લક્ષ્મીના કોલ હોય તેવા ચંદન, અગરૂ, કપૂર, કસ્તુરી અને કંકુના થાપા મારવામાં આવ્યા. પછી પંચવર્ણ કુસુમથી ચક્રીએ તેનું પૂજન કર્યું, કેમ કે તે ચક્ર તેથી દ્વિગુણ સંખ્યા (દશ) દિશાઓનું ઇંદ્રપણે તેને આપનાર છે. ત્યાર પછી તેની પાસે અખંડ અને ઉજવળ અક્ષતવડે તેણે અષ્ટમંગળક આખ્યા, જે તેમને ચક્રવર્તીપણાની મંગળ માબાના આપનાર થશે. પછી વજ, વૈડૂર્ય, માણિક્ય, મોતી અને કર્કેતન વિગેરે રલોથી તેની આગળ પિતાને સ્વતિ (કલ્યાણ) કરનારો સ્વસ્તિક (સાથીઓ) પૂર્યો. અને તેની મંગળ દીપિકા સહિત નીરાજના (આરતિ) ઉતારી છે, જેથી
For Private and Personal Use Only