________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
પ્રભુને કેવળજ્ઞાન; ભરતરાજને ચક્રરતની પ્રાપ્તિ.
મેહત્સવ કરૂં કે ચક્રરતને કરું? એ દ્વિધા કાર્યમાં તેમનું ચિત્ત ક્ષણવાર દેલાયિત થયું. પણ પછી તરતજ તેના મનમાં આવ્યું કે, સર્વજીને અભયદાન આપનાર પિતાજી કયાં? અને વિશ્વમાત્રને ભય કરનારું ચક્ર કયાં? અહે! આ વખતે મેં જે પૂજાક્રમનો વિચાર કર્યો તે કેવળ વ્યર્થ છે.” માટે પ્રથમ પ્રભુના કેવલજ્ઞાનનો જ ઉત્સવ કર જોઈએ, એ નિશ્ચય કરી ભરતે મરૂદેવા માતાને વિનંતિ કરી કે, “હે માતા! તમે હંમેશાં મને કહે છે કે, મારે પુત્ર દુઃખી વનમાં ફરનાર અને ક્ષુધા, તૃષા, તથા તાપથી પીડિત છે; પણ હવે આજે સુર અસુરોએ સેવેલા એ તમારા પુત્રની ત્રણ લોકને આશ્ચર્ય કરનારી લક્ષ્મીને જેવા ચાલે, કે જે લક્ષ્મી તેમના ઉત્તમ પ્રકારના તપના ફળરૂપ છે.” આ પ્રમાણે કહી તેમની આજ્ઞા મેળવી, તે વાક્યથી હર્ષ પામેલાં મરૂદેવા માતાને સુજ્ઞ શિરોમણિ ભરતે હાથી ઉપર બેસાડ્યાં. ઈષ્ટને સંપાદન કરવાના અર્થી ભરતરાજા મોટા ઘોડા, શોભિત, અને સજજ કરેલા હાથીઓ, રથ અને પેદના સમૂહથી પરિવૃત થઈ ભગવંતને વાંદવા ચાલ્યા. તે વખતે સુવર્ણ, વૈડૂર્ય, અને માણિક્યના ઉલસાયમાન કિરણોથી વિચિત્ર તથા પ્રકાશમાન કોટી શસ્ત્રોથી ચકચકતું એ સૈન્ય વિધુતુના ભ્રમને કરતું હતું. વિવિધપ્રકારના ઉત્સવથી ઉત્સાહી થયેલા નગરજનોથી વીંટાએલા ભરતરાજા મરૂદેવામાતાને સાથે લઈ નગરબહાર નીકળ્યા. “હું પેલો થઉં, હું પેલે થઉં,” એમ પિતાને વંદન કરવાની ત્વરાવાળા કેટલાએક પુરૂષ આગળ ચાલનારા હાથી વિગેરેને પ્રેરણા કરવા લાગ્યા. પ્રભુની પાસે જનારા તે લોકોને જે અમાર્ગ હતો તે પણ માર્ગ થઈ પડ્યો. કારણ કે, પ્રભુની ભક્તિવાળાને મુક્તિને માર્ગ પણ અખલિત થઈ જાય છે. તે વખતે પિતા પુત્રની, બંધુ બાંધવની, સ્વામી સેવકની અને સેવક સ્વામીની લગારપણ રાહ જોતા નહોતા. જેમાં વેગવાળા ઘડા છે એવા દીનતા રહિત સોથી વીંટાએલા ભરતે આગળ ચાલતાં અહંતપણાને સૂચવનાર રતધ્વજ દૂરથી જો. સમવસરણના ત્રણ કિલ્લાઓના ચલાયમાન કિરણોથી ભરતને ધર્મરૂપી આદિત્યના ઉદયને સૂચવનાર પ્રાતઃકાલની ભ્રાંતિ થવા લાગી. અનુક્રમે સમવસરણની નજીક આવ્યા એટલે હર્ષિત થયેલા ભરતે હસ્તીપર વિરાજમાન એવાં માતુશ્રી મરૂદેવાને કહ્યું કે “હે માતા ! ક્યવાસી દેવતાઓએ રણુઓથી રચેલું અને ઉદય પામતા કિરણના સમૂહથી દિવ્ય સૂર્યોની શ્રેણુના જેવું સુંદર, આ તમારા પુત્રનું સાસરણ અવલોકન કરે. જુઓ, આ એક તરફ સેવા કરવાને આવેલા દેવતાઓનો શ્રોતાના શ્રવણને પ્રિય લાગે તેવો “જય જય કાર ધ્વનિ સંભ
For Private and Personal Use Only