________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
ત્રિવિક્રમરાજાનું ચરિત્ર. બ્દથી ક્ષોભ પામી રાજાએ તેને ઉડાડવા માંડ્યું પણ તે ઉડયું નહીં ત્યારે ક્રોધ પામીને તે પક્ષીને બાણથી વીંધી નાખ્યું. પછી પૃથ્વી ઉપર પડેલું અને શિથિલ થઈ તડફડતું તે પક્ષી જોઈને રાજાના મનમાં જરા પશ્ચાત્તાપ થયે અને ત્યાંથી પાછો વળીને નગરમાં આવ્યું. પેલું પક્ષી આર્તધ્યાનથી મૃત્યુ પામી કઈ વનમાં ભિલના કુલમાં ઉત્પન્ન થયું. અને તે બિલકુમાર બાળપણથી જ શિકાર કરવા લાગે.
એક વખતે ત્રિવિક્રમરાજાએ ધર્મરૂચિ નામના મુનિની પાસેથી ભાવસહિત આ પ્રમાણે દયામય ધર્મ સાંભ–“દયાજ પરમ ધર્મ છે, દયાજ પરમ ક્રિયા છે અને દયાજ પરમતત્વ છે, માટે હે ભદ્ર ! દયાને ભજો. જે દયા ન હોય તે તે વિના દાન, જ્ઞાન, નિગ્રંથપણું, અને ગચર્યા સર્વે વ્યર્થ છે.” આવો કાનને અમૃતસમાન ધર્મ સાંભળી રાજાના મનમાં દયાને ઉદય થશે અને તેથી પૂર્વ મારી નાખેલા પ્રાણીઓને પશ્ચાત્તાપ સાથે સંભારવા લાગે–અહો! અજ્ઞાનને વશ થઈને મેં પૂર્વે એવું દુરાચરણ કરેલું છે કે, જેથી દુસહ એવા અનેક જાતના સંસારસંબંધી દુઃખકારક ભાવ મારે સહન કરવા પડશે. જ્યાં સુધી મને આ લેકમાં સંતાપ અને પરલેકમાં નરકગતિ છે ત્યાં સુધી આ કવિતા અને આ રાજયવડે મને શું લાભ થ ? માટે આ અસાર દેહમાંથી–કાદવમાંથી કમલ અને મૃત્તિકામાંથી સુવર્ણની જેમ સારરૂપ વ્રત ગ્રહણ કરીશ એમ વિચારી મુનિરાજને નમસ્કાર કરી તેણે આદરથી વ્રત લેવાને પ્રાર્થના કરી, મુનિએ પણ હર્ષથી તેને દીક્ષા આપી.
અનુક્રમે ત્રિવિક્રમ મુનિ સર્વ સિદ્ધાંતનું અધ્યયન કરી અને નવતત્વને ધારણ કરી વિધિથી વ્રત પાળવા લાગ્યા. એકદા ગુરૂની આજ્ઞા લઈ વિહાર કરતા તે મુનિ સૂર્ય જેમ વાદળામાં આવે તેમ એકલા એક અટવામાં આવી ચડ્યા. ત્યાં તેમણે કર્યોત્સર્ગ ધારણ કર્યો. ત્યાં પૂર્વના વૈરથી પેલા પક્ષીને જીવ જે શિકારી ભિલ થયે હવે તેણે કાયોત્સર્ગ કરી રહેલા એ અપૂર્વ સંયમવાળા મુનિને જોયા. જોતાંજ તેને ક્રોધ ઉત્પન્ન થયે. તેથી અ૫બુદ્ધિવાળે તે પિતાના ભાગ્યની જેમ એ મુનિને લાકડી અને મુષ્ટિ વિગેરેથી મારવા લાગ્યું. તેના ઘેર–ભયંકર ઘાતથી પીડા પામેલા મુનિ કે શાંત હૃદયવાળા હતા તો પણ કાષ્ટ સાથે કાષ્ટ ઘસાવાથી જેમ અગ્નિ ઉત્પન્ન થાય તેમ તેમને ક્રોધરૂપી અગ્નિ પ્રગટ થયે. જેથી તરતજ તેને પ્રતિઘાત કરવાને તેમણે તેજલેશ્યા મૂકી, જેનાથી તે શિકારી ભિલ્લ અગ્નિથી જેમ કાષ્ટ બળે તેમ બળી ગયે. ત્યાંથી મૃત્યુ પામીને તેજ વનમાં તેને જીવ કેસ
૧ માટી.
For Private and Personal Use Only