________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો.]
વિનીતા નગરીની સ્થાપના. યથાગ્યપણે ધારણ કરી પ્રભુની પાસે એગ્ય સ્થાને બેઠા. હવે જુગલીઆ પણ વેગવડે પત્રદલ ઉપર પાણી લઈને ત્યાં આવ્યા તેવામાં આવા સર્વ ઐશ્વર્યથી અલંકૃત પ્રભુને તેઓએ અવલક્યા. દેહની કાંતિથી દેવતાઓની શોભાને પણ તિરરકાર કરતા અને જાણે જંગમ પ્રતાપજ હેય તેવા, ચર્મદ્રષ્ટિ મનુષ્યને દુર્દશ્ય અને આભૂષણ, વિલેપન, વસ્ત્ર અને માલાથી શોભિત, એવા પ્રભુને જોઈ તત્કાલ ઉત્પન્ન થયેલા વિવેકવડે જુગલીઆઓ ચિતવવા લાગ્યા કે
જે આપણે પ્રભુના મસ્તક ઉપર અભિષેક કરશું તો ચિત્રના વર્ણની જેમ પ્રભુના શરીર પર કરેલ અંગરાગ વિનાશ પામી જશે.” આવી રીતે વિચારીને તેઓએ પાદપીઠના અધિદેવતારૂપ પ્રભુના બે ચરણનું લાવેલા જળવડે સિંચન કર્યું. આ સમયે તેમને વિવેક જોઈ દેવતાઓ પણ આશ્ચર્ય પામ્યા.
પછી શકઈ તે જુગલીઆઓને પ્રભુના રાજ્યરૂપી મોટા મહેલના દૃઢતંભ જેવા અધિકારીઓ કર્યા, અને તે ઠેકાણે જુગલીઆઓને રવયમેવ વિનય ઉ. ત્પન્ન થયેલ હોવાથી વિનીતા નામે નગરી રચવાની કુબેરને આજ્ઞા કરીને ઈંદ્ર પિતાના દેવલોકમાં ગયા. પ્રભુના રાજયસમયે ઇંદ્રના આદેશથી કુબેરે ર તથા સુવર્ણના સમૂહવડે તે ઠેકાણે નવી નગરીની રચના કરી. એ નગરી બાર એજન લાંબી, નવ જન વિરતારવાળી, આઠ દરવાજાથી શોભતી, મૉટા કિલ્લાવાળી અને રન્નમય તોરણેથી ઉજવલ બનાવી. તેની આસપાસ બારસો ધનુષ ઊંચો, એકસો આઠ ધનુષ ઊંડે અને એકસે ધનુષ પહેળે ફરતી મોટી ખાઈવાળો કિલ્લો ર. એ સુવર્ણના કિલ્લા ઉપર મણિમય કાંગરાની શ્રેણી સુવર્ણગિરિ પર રહેલા નક્ષત્રોની પંક્તિની જેવી રચવામાં આવી. નગરીના મધ્યભાગમાં ચેરસ, ત્રિખુણા, વર્તુલાકાર, સ્વસ્તીક (સાથીઆ)ના આકારવાળા અને સર્વતોભદ્ર આકૃતિના એક માલથી માંડીને સાત માલ સુધીના સાધારણ રાજાઓને માટે રલેસુવર્ણમય કરોડે પ્રાસાદો રચવામાં આવ્યા. ઈશાન દિશામાં નાભિરાજાને માટે સાત માળને અને ચેતરફ કોટ તથા ખાઈવાળો એક સુવર્ણમય ચોરસ મહેલ રચવામાં આવે. પૂર્વદિશામાં સર્વતોભદ્ર જાતિને વર્તુલાકારવાળા સાત ભૂમિને એક મેટે મહેલ ભરતને માટે કર્યો, અગ્નિદિશામાં તેજ એક મહેલ બાહુબલિ માટે કર્યો અને તે બે મહેલની વચમાં બીજા કુમારના મહેલે રચવામાં આવ્યા. તે સર્વની વચમાં આદિનાથ પ્રભુનો એકવિશ માલને “લોક્યવિભ્રમ' નામે એક મેટે મહેલ ઈંદ્ર રોની શ્રેણીથી નિર્માણ કરાવ્યું. એ મહેલ તરફ
For Private and Personal Use Only