________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
- [ સર્ગ ૩ .
પ્રાપ્ત થતાં તેમના શરીરની કાંતિ તપેલા સુવર્ણ જેવી થઈ સહજના ચાર અતિશયવડે ઉજવલ થયા અને સારાં લક્ષણવાળું પ્રભુનું શરીર પાંચસે ધનુષ પ્રમાણ ઊંચું થયું. પછી ઇંદ્ર આવી પ્રાર્થના કરી કે, “ તમારે આ વિશ્વને વ્યવહાર પ્રકાશ
ગ્ય છે. જો કે તમે નિઃસંગ, સંસારથી ઉગ પામેલા અને મુક્તિના સુખને મેળવવામાં તત્પર છે, તથાપિ-હે દયાના સ્થાનરૂપ પ્રભુ ! મને પાણિગ્રહણને હર્ષ બતાવે.” આવા ઈંદ્રના આગ્રહથી પ્રભુએ તે વાત અંગીકાર કરી, વ્યાશી લાખ પૂર્વપર્યત પિતાને ભોગફળવાળાં કર્મોને ઉદય છે એમ અવધિજ્ઞાનવડે જાણીને પ્રભુ, શ કરેલા ઉત્સવપૂર્વક, રતિ અને પ્રીતિ જેવી સુમંગલા અને સુનંદા નામની બે સ્ત્રીઓ ઉત્તમ વાજિત્રોના નાદથી જેમાં કામદેવનું વીર્ય સ્કુરાયમાન થઈ રહેલું છે એવા મહત્સવ સહિત પરણ્યા. ત્યાંથી માંડીને પ્રભુએ પ્રકાશ કરેલે પાણિગ્રહણને વ્યવહાર અદ્યાપિ લેકમાં પ્રવર્તે છે. ત્રણ જગતના ગુરૂ એવા પ્રભુને પાણિગ્રહણ પછી કાંઈક એ છે છ લાખ પૂર્વે સુમંગલા દેવીથી ભારત અને બ્રાહ્મી નામે બે સંતાન થયાં. ત્યાર પછી તેમનાજ ઉદરથી અનુક્રમે બીજા પરસ્પરરૂપની સ્પર્ધા કરનારા ઓગણપચાસ પુત્ર યુગલ થયા. સુનંદાદેવીથી વિશ્વને ઉદ્ધાર કરવામાં સમર્થ બાહુબલિ અને સુંદરીનામે બે સુંદર ભાઈ બેન ઉત્પન્ન થયાં. તે સમયમાં આદિનાથ પ્રભુના અતિશય દાનથી જાણે લજજા પામ્યા હોય, તેમ કલ્પવૃક્ષે નિષ્ફલ થઈ અનુક્રમે અલક્ષપણાને પામવા લાગ્યા. તેથી તે સંબંધી જયારે જુગલીઓમાં પરસ્પર કલહ થવા લાગે ત્યારે તેઓ તે ફરીયાદ પ્રભુની પાસે નિવેદન કરવા લાગ્યા. તેઓને પ્રભુએ કહ્યું કે, “જળથી લેકોએ અભિષેક કરેલે જે પુરૂષ હોય તે રાજા થઈને, લોકોને શિક્ષા કરી શકે, તો તમે મને અભિષેક કરવાને યલ કરે, એટલે પછી હું તમારી ફરીઆદ સાંભળી બરાબર ન્યાય આપીશ.” આવાં વચન સાંભળીને તેઓ જળ લેવા માટે સરોવરમાં ગયા. એ વખતે આસનના કંપથી પ્રભુનો રાજયાભિષેક અવસર સર્વ ઈંદ્રોના જાણવામાં આવે, તેથી તત્કાલ સત્વરપણે ત્યાં આવી તેઓએ એક મેટ મંડપ વિકુર્યો. તેની મધ્યમાં મણિમય પીઠ કરીને તેની ઉપર એક સિંહાસન રચ્યું. તે સિંહાસન ઉપર પ્રભુને બેસારી ઈંદ્રોએ હર્ષસહિત-જન્માભિષેકની પેઠે-વિધિપૂર વક રાજ્યાભિષેક કર્યો. પછી પ્રત્યેક અંગે યોગ્ય આભૂષણેથી તેમને અલંકૃત કર્યા અને દેવતાઓ ચંદ્ર જેવી કાંતિવાળું છત્ર અને બે ચામર ધારણ કરી ઊભા રહ્યા પછી સર્વ ઇંદ્રો એકઠા થઈ અમાત્ય તથા મંડલિક વિગેરેના સર્વ અધિકાર
For Private and Personal Use Only