________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાભ્ય.
[ સર્ગ ૩ જે. જન્મને જાણી સર્વે દેવતાઓ વિમાનવડે આકાશને શોભાવતા ત્યાં આવ્યા. સૌધર્મેદ્ર ભક્તિવડે પાંચ રૂપ વિવિ, સૂતિકાગ્રહમાં જઈ દેવીને અને ભગવંતને આદરથી નમ્યું. પછી માતાને અવસ્થાપની નિદ્રા મૂકી, આજ્ઞા લઈ, ભગવંતનું પ્રતિબિંબ તેમની પડખે મૂકી તેણે પ્રભુને હાથમાં લીધા. પ્રભુને લેવા, છત્ર ધરવા, વજ લઈને ચાલવા અને બે બાજુ ચામર ધારણ કરવાને માટે ભક્તિભાવવાળા ઈંદ્ર પાંચ રૂપ વિદુર્યા હતાં. પછી વિમાનનાં રસોથી આકાશને વિચિત્ર કરતા, ચંદ્રના જેવી કાંતિને ધારણ કરતા અને નાદવડે જગતને ફેડતા સર્વે ઇદ્રો અનેક દેવતાઓ સહિત મેરગિરિપર આવ્યા. ત્યાં પહેલા પાંડુક નામના વનમાં અર્ધ ચંદ્રની જેવી આકૃતિવાળી અતિ પાંડુકબલા નામની શિલા ઉપર ઇંદ્ર ગયા. તે વખતે ઇંદ્રની આજ્ઞાથી આભિ
ગિક દેવતાઓએ, રૂપાના, સુવર્ણના, રતના, રત અને સુવર્ણના, રત અને રૂપાના, સુવર્ણ અને રૂપાના, રત સુવર્ણ ને રૂપાના અને કૃતિકાના કળશે વિકવ્યું. ત્યાં દિવ્ય સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી, અદ્દભુત કાંતિવાળા પ્રભુને બેળામાં લઈને સૌધર્મ ઇંદ્ર બેઠા. પછી દેવતાઓએ લાવેલા, સમુદ્ર, નદી, કુંડ, સરોવર અને દ્રહની શ્રેણુઓના જળવડે ઈંદ્રોએ પ્રભુને સ્નાન કરાવ્યું. તે ઉપર ચંદનનું વિલેપન, પુષ્પ, અક્ષત, ફળ, વસ્ત્ર, આભરણ અને પત્ર વિગેરે મનહર પદા
થી પૂજન કર્યું. પછી ઉત્તરાસંગ કરી આરતી ઉતારીને ભક્તિયુક્ત ચિત્તવાળા સર્વ ઇંદ્રો પ્રભુની હર્ષવડે આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા,
“હે સ્વામિન! હે યુગાદીશ! હે અનીશ! હે જગશુરૂ! હે અહંના હે ધ્યાન કરવા યોગ્ય ! હે અવ્યક્ત ! હે નિરંજન! તમે જય પામે. અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય સમાન એવા હે સ્વામિન્ ! અઢાર કોટા કોટિ સાગરોપમથી જયાં રહેનારા પ્રાણીઓ ધર્મથી ભ્રષ્ટ થયા છે તેમને ઉદ્ધાર કરનારા એવા તમે જ્ય પામો. આ ભરત ક્ષેત્રમાં સંસારને શ્રેયકારી એવા વ્યવહારના આધકર્તા અને સર્વ સુખના ગ્રહરૂપ એવા હે અપાર ચૈતન્યરૂપ સ્વામી! તમે યે પામે. હે પ્રભુ પૂર્વ અહંતને જોનારા પુણ્યવંત ઈંદ્ર જે થઈ ગયા તેઓમાં હું પણ એક પુણ્યવંત છું, કારણ કે મને આપના નિર્દોષ સ્વરૂપનું દર્શન થયું છે. હે નાથ ! વૃક્ષ, પાષાણ, પર્વત અને નદીઓ સહીત પૃથ્વીને ઉદ્ધાર કરનાર કદાચિત કોઈ ઉત્પન્ન થાય, પણ ધર્મથી ભ્રષ્ટ થતાં લોકોના સમૂહને ઉદ્ધાર કરનાર તે તમેજ ઉત્પન્ન થયા છે. રાગાદિક શત્રુઓથી કલેશ પામનારા જીને અભય આપનારા, મુક્તિરૂપી સ્ત્રીના દૂતરૂપ અને નવીન
૧ જેનાથી અધિક હોઈ ઈશ-દેવ નથી એવા.
For Private and Personal Use Only