________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજો સર્ગ.
ઇ
. .
r
હાગાગાકરી ત:
[જે એના હાથમાં જળથી ભરેલા કમલપત્રના પડિયાઓ રહેલા છે એવા
યુગળીઆઓ, આદિનાથ પ્રભુને રાજયાભિષેક કરવાને વખતે, તેમના આ કચરણને કમલ જેવા જોઈ, જલમાંથી થયેલા કમલ પણ પૃથ્વી ઉપર
જલ વિના રહેલા છે એમ જાણીને, તેમજ પ્રભુને શરીરે કરેલા અંગરાગથી ચકિત થઇને, જેઓએ પ્રભુના શરીર પર જલ સિંચન ન કરતાં તેમના ચરણને જલથી સિંચન કર્યો, એવા તે પ્રભુના ચરણકમલ હંમેશાં ભવ્ય જીના સંસારતાપના વિચ્છેદને અર્થે થાઓ.
હે ઈંદ્ર! આ તીર્થને મહિમા મેં સંક્ષેપથી કહ્યો, પણ હવે તેને વિચિત્ર પ્રભાવ કહું છું તે સાંભળ. આ તીર્થ અનંત કાલનું થયેલું છે અને હમેશાં અવિનાશી છે; પણ આ અવસર્પિણી કાલમાં તે જેવી રીતે થયેલું છે તેવી રીતે તને કહું છું. આ જંબુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં ગંગા અને સિંધુ નદીના મધ્ય પ્રદેશની અંદર આ અવસર્પિણીને પહેલા ત્રણે આરામાં જુગલીઆઓ રહેતા હતા. તેઓમાં ત્રીજા આરાને છેડે વિમલ હાથી ઉપર બેસવાથી જેનું વિમલવાહન એવું નામ પડ્યું હતું એ અને સુવર્ણના જેવી કાંતિવાળો આ કુલકર થયો. તેને પુત્ર ચક્ષુષ્માના શે. તેને પુત્ર યશસ્વી નામે થે. તેને અભિચંદ્ર, તેને પ્રસેનજીત, તેને મરૂદેવ અને તેને નાભિ નામે પુત્ર સાતમો કુલકર થે. એ નાભિ નીતિથી ઉજવલ હતો. તેને સરલતાના ગુણથી મનહર એવી મરૂદેવી નામે એક સ્ત્રી હતી. અવસર્પિણીકાલના ત્રીજા આરાને પર્યતે જગત્પતિ આદિનાથ પ્રભુ, સર્વાર્થસિદ્ધ વિમાનથી ચ્યવીને એ મરૂદેવીના ઉદરમાં અવતર્યા. ઉદય પામતા સૂર્યની સાથે જેમ ઉદ્યોત આપે તેમ મતિ, શ્રુત ને અવધિ એ ત્રણ જ્ઞાન પ્રભુની સાથે આવ્યાં. અને ષાઢ માસની કૃષ્ણ ચતુર્થીને દિવસે, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રને વેગ થતાં, રાત્રીના શેષ ભાગે મરૂદેવીએ ચૌદ સ્વમ જોયા; જેમાં વૃષભ, હરતી, સિંહ, લક્ષ્મી, પુષ્પમાલા, કુંભ, વજ, અગ્નિ, સમૂહ, સરોવર, વિમાન, સમુદ્ર, ચંદ્ર અને
For Private and Personal Use Only