________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, સત્વર ત્યાં આવી તારે અસર ગુણવાળા નાસિલ વચનથી નાર
ખંડ ૧ લે.] આદિનાથ પ્રભુને જન્મમહત્સવ.
૭૫ સૂર્ય એ સ્પષ્ટ જોવામાં આવ્યાં. એ વખતે પ્રભુ ગર્ભમાં આવ્યા તે વખતે ત્રણ જગતમાં ઉઘોત થઈ રહ્યો, ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું. તરતજ મરૂદેવા માતાએ જાગીને જાણે પ્રગટપણે જતાં હોય તેમ તે સ્વમો કોમલ વચનથી નાભિરાજાને કહી બતાવ્યાં. તે સાંભળી સરલ ગુણવાળા નાભિરાજાએ કહ્યું કે, હે પ્રિયા ! સ્વમોના પ્રભાવથી તારે અદ્ભુત પુત્ર થશે. પછી આસન કંપવાથી ઇંદ્ર સત્વર ત્યાં આવ્યું અને મરૂદેવા માતાને નમી સ્તુતિ કરી પુત્રની પ્રાપ્તિરૂપ સ્વમનું ફલ તેઓએ વિસ્તારથી કહ્યું.
તે દિવસથી મૃતિકાના ગંધથી સુંદર એવી સુભગ અગ્રભાગવાળી પૃથ્વી જેમ રતન ધારણ કરે, તેમ સુગંધીથી મનહર મુખવાળાં મરૂદેવાએ ઉત્તમ ગર્ભ ધારણ કર્યો. જગતના આધાર, જગતમાં સાર અને જગતના ગુરૂ શ્રીજિનેશ્વરને ગર્ભમાં વહન કરતા મરૂદેવા જાણે પ્રાણ ઉપર દયા ધરતા હોય તેમ મંદમંદ ચાલવા લાગ્યા. ઇંદ્રની આજ્ઞાથી વૈશ્રવણ, જંભક દેવતાને હુકમ કરી ઈચ્છિત વસ્તુઓથી તેમનું ઘર ભરપૂર કરી તેમના હર્ષમાં વૃદ્ધિ કરવા લાગે. ગર્ભ સમય પૂર્ણ થયે ત્યારે ચૈત્રમાસની કૃષ્ણ અષ્ટમીને દિવસે ચંદ્ર ઉત્તરાષાઢામાં આવે હતું અને ઘણું ગ્રહે ઉચ્ચના થઈ રહ્યા હતા, તે વખતે અદ્ધરાત્રે આરોગ્ય એવા મરૂદેવાએ પીડારહિતપણે જુગલ ધર્મવાળા રેગ રહીત પુત્રરત્રને જન્મ આપે.
તે વખતે પવને સુખકારી વાવા લાગ્યા, નારકીઓ હર્ષ પામ્યા, ત્રણ જગતમાં ઉદ્યોત થઈ રહ્યો અને આકાશમાં દુંદુભિ વાગવા લાગ્યા. તપેલાં સુવર્ણની જેવી કાંતિવાળા વૃષભના ચિન્હથી અંકિત અને સર્વ લક્ષણસંયુક્ત પ્રભુ જાણે દેવપણાની કાયાને સાથે લાવ્યા હોય તેમ સૂતિકાગ્રહમાં પ્રકાશી રહ્યા.
એ સમયે પિતાનું આસન ચલાયમાન થવાથી ભગવંતના જન્મને જાણીને છપ્પન દિકુમારીઓ અત્યંત હર્ષ પામીને સૂતિકાગ્રહમાં આવી. તેઓ પ્રભુને અને પ્રભુની માતાને નમસ્કાર કરી ભક્તિપૂર્વક સ્તવી પોતાના આત્માને ધન્ય માનતી તેમના ગુણ ગાતી ગાતી નૃત્ય કરવા લાગી. તેઓએ અનુક્રમે સંવર્ત વાયુ, મેઘ, આદર્શ, ઝારી, પંખા, ચામર અને દીપક ધારણ કર્યા તથા રક્ષાદિક જે પોતાનું કર્તવ્ય હતું તે કર્યું. તે પછી આસનના કંપથી અવધિજ્ઞાનવડે પ્રભુના
૧ આ સ્વપ્રોનાં નામ અનુક્રમવિના આપેલાં છે.
૨ આઠ કુમારીકાઓ સંવર્તવાય વિકઈ યોજન પ્રમાણે ભૂમિ શુદ્ધ કરી, આઠે સુગધી જળ વરસાવ્યું, આઠે દર્પણ, આઠે કળસ, આઠે પંખા અને આઠે ચામર ધારણ કર્યા, ચાર દીપક લઈને ઊભી રહી અને ચારે તમામ પ્રકારનું સૂતિકા કર્મ કર્યું.
For Private and Personal Use Only