________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ખંડ ૧ લો. ]
મહીપાળનું રાજ્યારોહણ વ્રતગ્રહણ અને મોક્ષપ્રાપ્તિ,
૭૩
શ્વેત ચૈત્યામાં જઈ જિનેશ્વરની પૂજા કરવા લાગ્યો. શત્રુંજય અને ઉજ્જયંત વિગેરે પર્વત ઉપર તથા અનેક નગર, ગામ અને ઉઘાનામાં તેણે નવીન જિનપ્રાસાદ કરાવ્યા. એ મહીપાળ રાજા ચારાશી કિલ્લાબંધ નગરા, તેટલાંજ બંદરા તથા એક લાખ અને ખત્રીશ હજાર ગામેાના ભેાક્તા થયા અને સાત લાખ ધેાડા, સાતસે હાથી અને તેટલાજ રથના તે પ્રભુ થયે. એવી રીતે ચારસા વર્ષ સુધી રાજ્યસમૃદ્ધિ ભાગવી છેવટે સંસારથી વિમુખ થઈ પોતાના પુત્ર શ્રીપાળને રાજ્ય ઉપર બેસાર્યો અને પેાતાના ભાઈ દેવપાળના પુત્ર નવપાળને ધાન્યના નિધાનરૂપ જળદુર્ગવાળા સિંધુદેશ આપ્યા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે મહીપાળ રાજ્ય વિવેકપૂર્વક પુણ્યના સમૂહને સંપાદન કરી, પેાતાની સ્રી સહીત શત્રુંજય પર્વતે આવી, શ્રીકીર્તિવિજય મુનિવર્યપાસે વ્રત ગ્રહણ કરી, તેમના કહેલા નિર્મળ જ્ઞાનથી પ્રકાશિત થઈ આયુષ્યનો ક્ષય થતાં તેજ ભવમાં મુક્તિપદને પામ્યો. તે ઇંદ્ર'! તેના વંશમાં યશ અને સુકૃતને સંચય ૩રનાર તથા શુદ્ધચિત્તવાળા આ પુમીઁ રાજા થયેલ છે. પવિત્ર એવા એ રાજા આ રૈવતાચલનીપાસે નિવાસ કરી રહેલા છે તેથી અદ્દભુત લક્ષ્મીવાળા ત્રણ ભવવડે મુક્તિ લક્ષ્મીને પામરો,
હે સુરરાજ ! સ્મરણ કરવાથી પણ સર્વ ઇચ્છિત ફલને આપનારૂં એવું આ શાશ્વત અને આઢિ તીર્થ જય પામેછે, એ તીર્થના મહિમાને ભલા રહસ્યને જાણુનારા જ્ઞાનીએ પણ કહી શકતા નથી. એ તીર્થની તળેટીમાં પૂર્વ દિશામાં નાનાપ્રકારના વૃક્ષેાવાળું સૂર્યોદ્યાન આવેલું છે, જે સિદ્ધ અદ્વૈતની પ્રતિમાઓને નમન અને રમરણ કરનારા પુરૂષાના સર્વે અશુભને નાશ કરે છે. વનમાં, જેની અંદર અપાર સુગંધના ભારથી ભરપુર નિર્મલ જળ રોાભી રહેલું છે એવા સર્વ પ્રકારના કુષ્ટ રાગને નાશ કરનારા સૂર્યાવર્ત્તનામે આ પ્રભાવિક કુંડ છે.
इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते महातीर्थशत्रुंजय माहात्म्ये महीपाल चरित्रवर्णनो नाम द्वितीयः सर्गः ॥ २ ॥
૧ આ પ્રમાણે વીર પરમાત્મા ઇંદ્રને કહેછે.
For Private and Personal Use Only