________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२ શત્રુંજય માહાભ્ય.
[સર્ગ ૨ જે. એક વખતે ગુરૂએ કહ્યું કે, “જિન ભગવંતની પૂજા કરવામાં જે પુણ્ય છે તેનાથી પ્રભુની પ્રતિમા અને ચૈત્ય કરાવવાથી સેંકડો અને હજારગણું વધારે પુણ્ય છે. અહંત ભગવાનની પ્રતિમા અને ચૈત્ય કરાવનારે પુરૂષ સ્વર્ગનું ફલ પામે છે. તે કરતાં પણ પાપી લેકેથી તીર્થની રક્ષા કરવાવડે અનંતગણું પુણ્ય છે. આવી રીતે ગુરૂમહારાજનાં વચન સાંભળી ઘણું ભક્તિવાળા મહીપાળે પ્રતિમાસહિત એક ઉંચે પ્રાસાદ ત્યાં કરાવ્યો. ત્યાં અષ્ટાબ્લિક ઉત્સવ કરી વિમાનવડે ગુરૂને માર્ગ અનુસરતા તેઓ ત્યાંથી રેવતાદ્રિ પર્વતે આવ્યા. નેમિનાથના ચરણની પૂજામાં તત્પર એવા તેઓએ મોટા ઉત્સાહથી ત્યાં પણ અષ્ટાહિક ઉત્સવ કર્યો. ત્યાં રહેલા સૂર્યમલ્લરાજાના સાંભળવામાં આવ્યું કે, “પિતાના પુત્રો મહદય મેળવી સ્ત્રી સહિત અહીં આવેલા છે એટલે તરતજ તે હર્ષ પામી સન્મુખ આવે. જંગમ તીર્થ સદૃશ પિતાને જોઈ ભક્તિથી ભરપૂર એવા તેઓ આદરથી પૃથ્વીઉપર આળેટી નમી પડ્યા. રાજાએ પિતાની જાણે ન્યાય ને ધર્મ રૂપ બે પાંખો હોય તેવા પૃથ્વી પર પડેલા તે ગુણવાન પુત્રોને હાથે કરી બેઠા કર્યા. પછી પ્રીતિથી ભરપૂર એવા તેઓ પરસ્પર આલિંગન કરવા લાગ્યા. તે વખતે તેમને જે હર્ષ થયે તે વચનથી કહી શકાય તેમ નથી. પછી પિતાના પુત્રોની સાથે હાથી ઉપર બેસી યાચકને દાન આપતાં સૂર્યમલ્લ રાજાએ નગરમાં પ્રવેશ કર્યો. શહેરમાં ઠામઠામ ગોઠવેલાં વજા સહિત ઉંચા માંચડા, સુંદર તોરણે અને અનેક પ્રકારનાં સંગીતને જોતાં જોતાં તેઓ રાજમંદિરમાં આવ્યા. પછી રસકાંતિ અને રતપ્રભ વિદ્યાધરનો સુવર્ણ, હાથી અને ઘોડા વિગેરે આપવાવડે સત્કાર કરીને, પરિવાર સાથે પ્રીતિપૂર્વક તેમને પિતાને સ્થાને જવા માટે વિદાય કર્યો. તેજ દિવસે વયથી મોટા દેવપાળે “તું ગુણથી મટે છે.” એમ કહી સંમતિ આપી એટલે રાજાએ મહીપાળને રાજય ગાદી ઉપર થાપન કર્યો.
મહીપાળ કુમાર ગુણવાળું રાજય પામીને ન્યાયવડે પ્રજાને પાળવા લાગે. જેથી તેણે અખંડિત એ યશરૂપી ભંડાર ભર્યો. જયારથી મહીપાળ રાજય ઉપર આવે ત્યારથી પૃથ્વી ઉપર અન્યાય, શત્રુને ભય, દુકાળ કે રોગને સંભવ તદન નાશ પામી ગયે. એના નીતિવંત રાજયમાં મેઘ વાંછિત વૃષ્ટિ કરવા લાગ્યા, પવન તાપને નિગ્રહ કરવા લાગ્યો અને વૃક્ષે પૂર્ણ રીતે ફળ આપવા લાગ્યાં. પિતાની પ્રિયાને સાથે લઈ આકાશગામિની વિદ્યાવડે મહીપાળ રાજા શાશ્વત અને અશા
૧ અઠ્ઠાઈ મહોત્સવ. ૨ ગિરનાર.
For Private and Personal Use Only