________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૨ જો.
સાથે ચૈત્રી પૂર્ણિમાના ઉત્સવ ઉપર શ્રીવિમળાચલ તીર્થં યાત્રા કરવા આવ્યા હતા તે યાત્રા કરી ભગવંતને નમી સૂર્યંધાનમાં આવ્યા. ત્યાં પણ એ બુદ્ધિમાન્ વિધાધરે ઋષભદેવની પ્રતિમાને નમસ્કાર કર્યો અને તે કુંડનું પવિત્ર જળ લઈ પેાતાના નગર તરફ ચાલ્યા. તેની પ્રિયા જે વિમાનમાં સાથે હતી તેણીને તારી મહાદુ: ખી સ્થિતિ જોઈને દયા આવી. એટલે પેાતાના પતિની આજ્ઞા લઈ તારા ઉપર તે કુંડનું જળ નાંખ્યું. તે જલના સિંચનથી સર્વે વ્યાધિએ તારા શરીરમાંથી દૂર થયા. ‘ અમેં હવે તારા શરીરમાં રહેવાને સમર્થ નથી' એમ કહી ચાલ્યા ગયા. હે રાજપુત્ર ! ધણું કરીને સર્વ પ્રકારની હત્યા નરકાદિ દુઃખને આપનારી છે, તેમાં પણ યતિહત્યા તા અવિશ્રાંત ભવભ્રમણનું કારણ છે. કોઈપણ નિર્દોષ પુરૂષાએ વાણીથી પણ મુનિને કાપાવવા નહીં, કેમકે પ્રાયઃ પનિંદા ઘણા દુ:ખસમૂહને આપનારી છે. તેથીજ મહર્ષિએ પનિંદા, પરદ્રોહ અને પરદ્રવ્યનું હરણ એ ત્રણ મેટાં પાપ કહે છે. લિંગધારી મુનિ હંમેશાં વંદના કરવા યાગ્ય છે તેથી ભદ્રીય જીવે તેની ક્રિયા વિગેરે કાંઈ જોવું નહીં. કેમકે, જેવી તેવી પણ એ આકૃતિ ( મુનિવેષ ) જ વંદન કરાય છે. ' આપ્રમાણે કહી મુનિ વિરામ પામ્યા એટલે મહીપાળે આપ્રમાણે કહ્યું.
એ
“ હે ભગવન્ ! મને આપ જંગમ તીર્થરૂપ પ્રાપ્ત થયા છે. સર્વોત્કૃષ્ટ તીર્થના ઉપદેશથી અને ધર્મરૂપી નેત્રને પ્રકાશ કરવાથી અનુપમ તીર્થરૂપ એવા તમે મને પ્રાપ્ત થયા તેથી હું મારા આત્માને ધન્ય માનું છું. સંસારી જીવાને તમે સેવવા યોગ્ય, પૂજવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છે. કેમકે ગુરૂવિના બુદ્ધિવંત પુરૂષ પણ ધર્મના તત્વને જાણી શકતા નથી. રસસિદ્ધિ, કલા, વિદ્યા, ધર્મતત્વ અને ધનનું ઉપાર્જન એ સર્વે ગુરૂના ઉપદેશવિના વિચક્ષણ પુરૂષને પણ સાધ્ય થતાં નથી. કોઈક પુરૂષ માતા, પિતા અને ભાઈ વિગેરે સર્વના ઋણમાંથી મુક્ત થઈ શકે છે પણ ધર્મદાતા ગુરૂના ઋણમાંથી અનેક ઉપાયેાવડે પણ તે મુક્ત થઈ શકતા નથી. પિતા માતા વિગેરે સંબંધીઓ તે ભવેાભવ મળેછે, પણ ધર્મદાતા સદ્ગુરૂ તે કાઈ પુણ્યનાયેાગે કાઈ વખતેજ મળેછે. હે ભગવન્ ! પ્રમાદને આધીન જેનું ચિત્ત છે એવે હું આ ભવસાગરમાં અનંત કાળથી ભમતા હતા, તેને ચિંતામણિ રત જેવા અમૂલ્ય તમે પ્રાપ્ત થયાછે. હે પ્રભુ ! જો તમે મને તે તીર્થં બતાવશે તે હું ધન્યવંત પુરૂષામાં ધન્ય અને પુણ્યવંતમાં પણ પુણ્યવંત થઈશ. જો ગુરૂ સાક્ષી હાય તાજ સર્વ ક્રિયાઓમાં યથાર્થ પ્રવૃત્તિ થાય છે, અન્યથા નહીં. કારણ કે
૧ ચાલુ.
For Private and Personal Use Only