________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૨ જો.
લાગ્યા. છેવટે બાલ્યા કે, “હે દેવ! મૃગયાના બ્યસનવાળા મેં દુરાત્માએ આ મહા દુષ્કર્મ કર્યું છે. હવે આજ્ઞા કરો હું શું કરૂં ? હે નાથ! મારા નિર્મળ કુળને મેં કલંક લગાડયું છે અને મહા પ્રકાશમાન પુણ્યરૂપી પ્રાસાદને કાજલના ફૂંચડા આપ્યા છે. જો કુળમાં દુરાચારી અને મૂર્ખ પુત્ર થાય તે પૂર્વેજના પુણ્યરૂપી વૃક્ષમાં પણ દાવાનળ લાગ્યા એમ મનાય છે. આ વખતે કલંકી અને તિર્યંચ તથા નરકના અતિથિ એવા મને તમારા આ ચરણજ માત્ર શરણરૂપ છે.” એમ કહી પોતાના આત્માને નિંદા અને જેનાં નેત્રો અશ્રુવડે વ્યાપ્ત થયેલાં છે એવા રાજા મુનિના ચરને વારંવાર નમવા લાગ્યા. એ વખતે તે મુનિએ પણ ભગવંતના ચરણને સ્મરણ કરતાં કર્મનીપેઠે જાણે ખેંચ્યા હોય તેમ ક્ષણમાં પેાતાના પ્રાણને છેડી દીધા. તત્કાલ એ મુનિના વધરૂપી ખડ્ગવડે જેનું હૃદય ફાટી ગયું છે એવા તે રાજાએ ફરીને રૂદનમય પાકાર કર્યો અને તે મુનિરાજના ગુણની શ્રેણીનું ધ્યાન કરતા મૂર્છા પામ્યા.
(6
આ તરફ તેના સૈનિકા જે જુદા પડી ગયા હતા તે ત્યાં આવી પહોંચ્યા; અને તેવી સ્થિતિવાળા રાજાને જોઈ તેને નીતિ વચનની યુક્તિવડે બેધ આપી કાંઈક દુઃખમાંથી નિવૃત્ત કર્યો. પછી મુનિના દેહને અગ્નિસંસ્કાર કરી મનમાં ઘણું દુઃખ પામતેા રાજા પેાતાને સ્થાનકે ગયા અને મુનિહત્યાના પાપની શાંતિને માટે તે વનમાં શ્રી શાંતિનાથના ચાર દ્વારવાળા એક પ્રાસાદ તેણે કરાવ્યેા. ભક્તિથી શે।ભિત તે રાજા યારથી મુનિને સર્વ પાપને હરનાર શુદ્ધ અન્નવસ્રાદિકનું દાન નિત્ય નિયમપૂર્વક આપવા લાગ્યા. એવી રીતે મન વચન કાયાની શુદ્ધિપૂર્વક ધર્મને આચરતાં છતાં પણ એ રાજા ઋષિદ્ધયાના પાપથી મુક્ત થયા નહીં. અંતે તે દુઃખરૂપી શલ્યથીજ અતિ પીડા પામતા શ્રીનિવાસરાજા મહારાગને ભાગવી મૃત્યુ પામીને સાતમી નરકે ગયા. ત્યાં બંધન અને છેદન વિગેરેનું માટું દુઃખ ચિરકાળ અનુભવી ત્યાંથી નીકળીને તિર્યંચના ભવને પ્રાપ્ત થયા. એ ભવમાં શીત, આતપ, મહારોગ, તાડન, ક્ષુધા અને તૃષા વિગેરેનું અજ્ઞાનપણે મહા દુઃખ ભાગવી ફરી પાછે નરકમાં ગયા, એવી રીતે તિર્યંચ અને નરક ગતિમાં અનેક અવતાર ધરી પછી છ ભવસુધી મનુષ્ય થઈને દુષ્ટ રાગથીજ મૃત્યુ પામ્યા. આ સાતમે ભવે હે મહીપાળ ! તે રાજાના જીવ તું થયા છે. તને જે દુષ્ટ રાગ થયા હતા તે પૂર્વોપાર્જિત મુનિહત્યાના પાપનું પકવ ફળ તને પ્રાપ્ત થયું હતું. હે રાજપુત્ર ! હાસ્યથી
૧ તડકે.
For Private and Personal Use Only