________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ]
મહીપાળનો પૂર્વભવ.
૯
પણ જો મુનિને વિરાધ્યા હૈાય તે તે કર્મ દુઃખના સમૂહને આપે છે તે ઇષ્યોવડે વિરાધના કરવાથી તે। નરકગતિ આપે તેમાં શું કહેવું ? યતિને માત્ર કાપાગ્યાથી એક જન્મનું કરેલું પુણ્ય ક્ષય થઈ જાય છે અને યતિના ધાત કરવાથી સાતમી નરકમાં વાસ થાય છે. ઋષિહત્યારૂપી વેલડી, દુઃખ, દુર્ગતિ, દુર્યોનિ અને ઢૌર્ભાગ્ય વિગેરે કળાથી આ લોક અને પરલેાકમાં ફ્ળ્યા કરે છે. મન, વચન, કાયાની શુદ્ધિવડે આરાધના કરેલા મુનિ સર્વ પ્રકારનાં સુખને આપે છે અને વિરાધના કરવાથી નરક તિર્યંચાદિગતિમાં ધણી પીડાએ પ્રાપ્ત થાય છે. મહાસત્વવાળા અને વ્રતધારી મુનિરાજ તેા એકતરફ રહ્યા, પણ ક્રિયારહિત અને ગુણને નહીં જાણનારા મુનિની પણ કાઈ વખત વિરાધના કરવી નહીં. જેવા તેવા પણ સાધુના વેબવાલા મુનિને ગૃહસ્થે પુણ્ય પ્રાપ્તિની ઇચ્છાથી ગૌતમની પેઠે ભક્તિથી પૂજવા. મુનિના વેષ વંદન કરવા ચેાગ્ય છે, શરીર વંદન કરવા ચેાગ્ય નથી; તેથી સુકૃતવાન પુરુષે તેવા વેષને જોઇને સેવા કરવી. તેવી રીતે માત્ર વેષથી પણ મુનિનું શુદ્ધ આચરણ વિશેષ વંદન કરવા લાયક છે, તેથી મેાક્ષની ઇચ્છાવાળા પુરૂષે મુનિનું શુદ્ધ આચરણ જોઈને વિશેષપ્રકારે તેમની પૂજા કરવી. ક્રિયારહિત સાધુની પણ જો પૂજા ભક્તિ થાયછે તે તે લજ્જાથી પણ વ્રતધારી થાય છે અને સક્રિયાવાળા સાધુ હાય પણ જો તેની અવજ્ઞા થાયછે તે તે વ્રતમાં શિથિલ આદરવાળે થઈ જાયછે. જે મનુષ્ય મુનિરાજને જોઈને નમતા નથી તેનાં દાન, દયા, ક્ષમા અને શક્તિ એ સર્વે અ૫ ફળને આપનારાં થાય છે. તેથી એ જૈલિંગી સાધુઓની મન, વચન કાયાની શુદ્ધિવર્ડ આરાધના કરવી; સ્વાર્થના ધાત કરનારી તેઓની નિંદા સર્વથા કરવી નહીં. હું મહીપાળ ! તને દુષ્ટ રાગ થવાનું આ કારણ મેં ટ્યુટરીતે કહ્યું છે. તેથી હવે કાર્ય દિવસ તારે ક્રોધ પામેલા મુનિની પણ વિરાધના કરવી નહીં.’’
“હે મહીપાળ ! હવે સૂર્યાવર્ત્તકુંડના જલસંબંધી વૃત્તાંત કહું છું તે સાંભળ. શત્રુંજય ગિરિની નીચે પૂર્વક્રિશા તરફ એક મેાટું સૂર્ય વન છે. ત્યાં સૂર્ય વૈક્રિયપ ધરીને જિનેશ્વરની સેવા કરવા માટે સાઠ હજાર વર્ષસુધી રહ્યા હતા, તેથી તે સૂર્યોઘાન કહેવાય છે. તેની અંદર સૂર્યાવર્ત્ત નામે કુંડ છે, જેનું જળ ઋષભદેવ ભગવતની દૃષ્ટિરૂપ અમૃતવડે ન્યાસ થયેલું છે. હત્યાદિ દોષને નાશ કરનારૂં અને સર્વપ્રકારના દુષ્ટ રાગને હરનારૂં તેનું જળ માટીભક્તિવડે જિત ભગવંતના સાત્રમાં ધણીવાર યોજવામાં આવેલું છે. એક મણિચૂડ નામે વિદ્યાધર પેાતાની પ્રિયા
For Private and Personal Use Only