________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની અંદર કોઈ
વખત “ નો લિનું સ્થળ ની વધાઈને
ખંડ ૧ લો. ] મહીપાળને પૂર્વભવ.
૬૭ નમાં ગયે. ત્યાં ત્રાસ પામેલા એક મૃગના ટેળાની પછવાડે તેણે વેગવાળા પિતાના ઘડાને દોડાવે, અને તેની ઉપર મેઘની જેમ અવિચ્છિન્ન બાણોની વૃષ્ટિ કરી. જેમ જેમ તે મૃગનું ટોળું આગળ ચાલ્યું તેમ તેમ ઘોડાના વેગથી જે દૂર હતું તેને પાસે કરતો અને પાસે રહેલાને દૂર કરતે તે રાજા વ્યસનની આસક્તિવડે પિતાની સેનાથી ભ્રષ્ટ થશે. આગળ જતાં એક ઘાટા વૃક્ષોનો જથ્થો આવે, તેની અંદર કોઈ જીવ હશે એમ ધારી, તેને હણવાને તે વૃક્ષના. ગુંડમાં તેણે તીક્ષ્ય બાણ છોડ્યાં. તે વખતે “નમોઃ ” એવી ગદ્ગદ્ વાણી તેના સાંભળવામાં આવી. તરત જ તે શબ્દની ઉત્પત્તિનું સ્થળ જાણવાને જેવી તેણે દૃષ્ટિ નાખી, તેવાજ કાર્યોત્સર્ગ રહેલા કોઈ મુનિને પિતાના બાણથી વિંધાઈને પૃથ્વી ઉપર પડતા જોયા. એ મહર્ષિને હણાયેલા જોઈ જાણે પિતાનું પુણ્યરૂપ વૃક્ષ મૂળમાંથી દાણું હોય તેમ જાણતો રાજા ઘણે શેક કરવા લાગ્યો. “હે નાથ! નિવિડ પાપી એવા મેં આ શું કર્યું ? અરે! મહાકછવડે ઉપાર્જન કરેલું બધી બીજ મેં દુષ્કર્મરૂપી અગ્નિથી બાળી નાખ્યું. મારા જીવિતને ધિક્કાર છે, કે પુણ્યને છેડે લાવનારું અને પાપનું વધારનારું આ નિરપરાધી પ્રાણને મારવાનું વ્યસન મને લાગુ પડ્યું એક જીવને મારવાથી પણ ઘણા ભયંકર નરકમાં પડવારૂપ તેનું ફળ પ્રાણીને મળે છે. અહે! દુરાત્મા એવા મેં આ નઠારું વ્યસન એવી પ્રૌઢતાને પમાયું કે તેની વૃદ્ધિથી આખરે ઋષિહત્યાનું પાપ મને લાગ્યું. જે ધર્મજ્ઞ પુરૂ થઈને મને આવા વ્યસનમાં ઉત્સાહ આપતા હતા, તેઓને અને આવા નિરપરાધી ને દુઃખ આપનારા મને પણ ધિક્કાર છે. જેઓ “રાજાઓને શિકાર કરવામાં પાપ નથી એમ કહે છે, તેઓની વિદ્વત્તા અને તત્વવૃત્તિ બન્ને ક્ષય પામે. અહા! ઉદ્ધત પાપીઓ માત્ર તૃણ જલથી તૃપ્ત રહેનારા નિરપરાધી પ્રાણુઓને તીક્ષ્ણ બાણથી મારી નાખે છે, એ કેવી ખેદની વાત છે? જાણે શરીરધારી પુણ્યરાશિ હોય તેવા આ મહાયોગિ મુનિને મેં અભાગીએ મારી નાખ્યા. હવે હું ક્યાં જઉં અને શું કરું ?” આ પ્રમાણે કહીને ખેદ પામેલા તે રાજાએ પોતાના જન્મને નષ્ટ કરનાર અને પાપના મૂલરૂપ ધારીને પિતાના ધનુષબાણને ભાંગી નાખ્યાં. ત્યાર પછી ઉતાવળે ઘડા ઉપરથી ઉતરી મુનિની પાસે આવી જાણે પિતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરતો હોય તેમ તેમને નમરકાર કર્યો અને જેમને માત્ર થોડો શ્વાસ ચાલતો હતો એવા મુનિના ચરણકમલને હાથમાં લઈને પિતાના નમેલા મસ્તક ઉપર મુગટરૂપ કર્યો. પછી પિતાના કુકર્મને નિંદ અને આજુબાજુ રહેલા મૃગ પક્ષીઓને પણ રોવરાવતો તે રાજા મુકત કંઠે વિસામો લીધા વિના રૂદન કરવા
For Private and Personal Use Only