________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહામ્ય.
[[સર્ગ ૨ જે. થી કહ્યું “હે રાજન્ ! આ વનમાં અમારા જ્ઞાનવાનું ગુરૂ પધારેલા છે માટે તમને કાંઈ પણ સંદેહ હોય અથવા કોઈ પ્રકારના ધર્મ કર્મને જાણવાની તમારી ઈચ્છા હોય તો તે સ્વચ્છ હૃદયવાળા! તમે તેમની પાસે આવી તેવિષે પુછો.” એ પ્રમાણે મહીપાળને કહીને તેણે વંદના કરેલા તે બંને મુનિઓએ ગુરૂપાસે આવી જે બન્યું હતું તે યથાર્થ કહી સંભળાવ્યું. ત્યારપછી દેવપાળ, મહીપાળ, રસપ્રભ, રતકાંતિ અને બીજા ઘણા લેકે ગુરૂને વાંદવા ગયા. ત્યાં આત્માવડે આત્માનું ધ્યાન કરતા, આનંદથી વ્યાપ્ત થયેલા, નાદબિંદુની કલાના સ્પર્શથી પ્રગટ થયેલા તેજવડે અંધકારના સમૂહનો નાશ કરતા, આધારચકના પાને સંકેચી, શક્તિથી હૃદયમાં સ્થાપન કરી બ્રહ્મસ્થાનમાં રહેલા પરમતિનું ચિંતવન કરતા, સર્વ ઉપર સમતા રાખતા અને એક મુક્તિએ જવાની ઈચ્છા કરનારા એવા ગુરૂમહારાજને જોઈ તેઓ અનિર્વાચ્ય આનંદ પામ્યા. પછી મન, વચન અને કાયાની શુદ્ધિપૂર્વક ત્રણ પ્રદક્ષિણા દઈ ઉત્તરાસંગ કરીને તેઓએ જ્ઞાનનિધિ એવા મુનીશ્વરને હર્ષથી નમસ્કાર કર્યો. થોડી વારે ધ્યાન સમાધિ છોડી ધર્મના વ્યાપારને કરનારા મુનીશ્વરે તેઓને બંધ કરવામાટે આ પ્રમાણે દેશના આપી. “અહો! ભવ્ય પ્રાણુઓ! આદેશ, મનુષ્યપણું, દીર્ધ આયુષ્ય, નિરોગીપણું, ઉત્તમ કુળ અને ન્યાયે પાર્જિત દ્રવ્ય એ પુરૂષોને પુણ્ય મેળવવામાં ભૂલ હેતુરૂપ છે.” ઇત્યાદિ ગુરૂના મુખચંદ્રથી ઝરતા દેશનારૂપ અમૃતનું પાન કરી તેઓએ પુછયું કે “હે ભગવંત! આ મહીપાળના શરીરમાંથી જુદા પડીને રેગએ કહ્યું કે,
અમે આના શરીરમાં સાત ભવથી રહ્યા હતા પણ જયાં એ તીર્થસંબંધી કુંડનું જળ પ્રાપ્ત થાય ત્યાં સ્થિર રહી શકતા નથી તેથી હવે જઈએ છીએ. આવી તેમની વાણી કેમ થઈ તે કહોડી વારમાં સમાધિવડે તેને પૂર્વભવ જાણીને ગુરૂ બોલ્યા કે “હે મહીપાળ ! તે પૂર્વે જે દુષ્ટ કર્મ બાંધ્યું હતું તે સાંભળ–
“આ ભરતક્ષેત્રમાં શ્રીપુરનામે એક નગર છે, ત્યાં ગુણીજનેની મર્યાદા રૂપ શ્રીનિવાસ નામે રાજા હતા. તે પિતાની જેમ પ્રજાને પાળતો હતો, યમરાજની પેઠે શત્રુઓને મારતો હતો અને દાન આપવામાં કામધેનુ, ચિંતામણિ રત અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક હતો. પરંતુ શિલાદિ ગુણથી સંપન્ન છતાં એ રાજામાં શિકાર કરવા માટે દુર્ગણ પડેલે હોવાથી તે કલંકયુક્ત ચંદ્ર જેવો હતો. એક વખતે અશ્વઉપર આરૂઢ થઈ, હાથમાં ધનુષ લઈ મૃગયા રમવાને માટે તે વ૧ અનિર્વાચ્ય વચન દ્વારા કહી ન શકાય તેવો.
For Private and Personal Use Only