________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાસ્ય.
[સર્ગ ૨ જે. એ અતૃપ્તપણે ત્યાંથી જવાની ઇચ્છા કરી. મોટા પ્રમાણવાળા વિમાનમાં બેસી તેઓ ચાલવા લાગ્યા, તેવામાં પૂર્વદિશામાં રહેલું સૂર્યોદ્યાન તેમના જેવામાં આવ્યું. નંદનવનને તિરસ્કાર કરનારું અને પુષ્પરૂપી ધનવાળું એ સુંદર ઉદ્યાન જોઈ સ્ત્રીએ પોતાના હૃદયેશ્વર ચંદ્રચૂડને કહ્યું “હે નાથ! શત્રુજ્યગિરિની પાસે રહેલું આ વન જુઓ! જે વન પ્રકાશિત પુષ્પોથી દિવસે પણ તારા સહિત આ કાશના બ્રિમને આપે છે. તેની અંદર કમલના સમૂહથી શોભતે અને નિર્મળ જળરૂપી અમૃતથી પૂર્ણ એવો આ કુંડ આપણું નજિકજ છે. તે કુંડને કાંઠે ચલાયમાન દવાઓના છેડાથી સ્વર્ગીયજનને વીંજતા અહંત ભગવંતના ઉજજવલ પ્રાસાદે કેવા શોભે છે તે જુઓ. હે નાથ! આ ગિરિરાજની સીમા પર રહેલી આ વનની લક્ષ્મી મારા નેત્રને સુખ આપે છે, જે ક્ષણવાર આપની પ્રસન્નતા હોય તે આપણે અહીં રોકાઈએ.” એવી રીતે પ્રિયાના મુખકમળમાંથી ઝરતી શ્રવણને પ્રિય એવી વાણીરૂપી સુધાનું પાન કરી ચંદ્રચૂડે પિતાનું વિમાન ત્યાં ઉતાર્યું. પછી કહ્યું કે “હે મૃગાક્ષિ! આ સૂર્યોદ્યાનનામે મહાપ્રભાવવાળું વન છે, અહીં સર્વ કાર્યમાં ઉપયોગી એવી અનેક દિવ્ય ઔષધીઓ થાય છે. આ સૂર્યાવર્તનામે કુંડ છે, તે સર્વ રોગની પીડાનો નાશ કરે છે. એના જળના એક બિંદુમાત્રથી અઢાર પ્રકારના કોઢ ક્ષય પામે છે.”
એવી રીતે તે કુંડન તથા વનને પ્રભાવ કહેતા ચંદ્રચૂડ વિદ્યાધર પિતાની પ્રિયા સાથે ત્યાં મનહર લતાગૃહમાં રમવા લાગે. મનહર પ્રિયાના ચપળ કટાક્ષથી લલિત થયેલા તે વિદ્યાધરે કમળના સમૂહથી વ્યાસ તે કુંડના જળમાં ઘણી વાર સુધી વિલાસ કર્યો. પછી તેમાંથી કમળનાં પુષ્પો લઈ અને ઘોયેલ ઉજવળ વસ્ત્ર પહેરી ચંદ્રચૂડે પિતાની પ્રિયા સહિત સિદ્ધાયતન (દેરાસર) માં જઈ ભગવંતની પૂજા અને સ્તુતિ કરી. તે પછી ભગવંતના ચરણથી પવિત્ર થયેલું અનેક રોગોને નાશ કરનાર સૂર્યાવર્તકુંડનું જળ લઈ તે દંપતી વિમાનમાં બેસી ત્યાંથી ચાલતા થયા.
આગળ ચાલતાં ચંદ્રની કાંતિના વેગથી જેમાં અનેક ધળા તંબૂઓ જણાતા હતા એવી મહીપાળની સેના વિમાનમાં બેઠાં બેઠાં તેઓના જોવામાં આવી. સર્વ તરફ ઘોડા, હાથી, રથ, અને પેદલની ઘણી સંખ્યા જોઈને કાંતાએ પિતાના પ્રાણવલ્લભને પુછયું, “હે નાથ! આવા વનમાં આટલા બધા મનુષ્યની રિથતિ કેમ છે? અને જયાં દૃષ્ટિ નાખીએ છીએ ત્યાં પુષ્કળ હાથી અને ઘોડાજ કેમ ન
For Private and Personal Use Only