________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તજ જાણે આવી ભળી ને ના આકાશમાં
શત્રુંજય માહાતમ્ય.
[ સર્ગ ૨ જે. સ્વર્ગમાં વિસ્તારવાને મહીપાળનાં બાણે આકાશમાં ગયાં, તે ત્યાં પણ તે યશનું કિંનરોએ ગાન કરાતું સાંભળી તેને નહીં વખાણનારા શત્રુઓની ઉપર એ સ્વામિભક્ત બાણે આવીને પડ્યાં. થોડીક વારમાં ઉછળતા તરંગોવાળા સમુદ્રો જેમ તટને ઉપદ્રવ કરે તેમ દુશમનોના સમૂહે કેપથી મહીપાળના સૈન્યને ઉપદ્રવીત કર્યું. એ વખતે દેવપાળ, મહીપાળ અને રસપ્રભ તથા તે સિવાયના બીજા મહા પરાક્રમી રથિક વીરે શત્રુઓની સાથે વિશેષ પ્રકારે યુદ્ધ કરવા લાગ્યા. નવીન મેઘ સમાન એ વીરોએ બાણની ધારાવડે વૃષ્ટિ કરી અને રૂધિરથી પૃથ્વીનું સિંગ ચન કરી શત્રુઓનું દુર્ભિક્ષ (દુકાળ) પાડ્યું. મંથાનક જેવા તેઓએ સેનારૂપી દહીંને વલોવી જગતના તાપને નાશ કરનારું યશરૂપી માખણ ઉતાર્યું. થેડીક વારમાં તે જગતમાં સારરૂપ મહીપાળનું બળ સહન કરવાને અસમર્થ એવા શત્રુઓ પિતપોતાના સૈનિકોની સાથે દશે દિશામાં નાશી ગયા. તત્કાળ યાદવસૈનિકે એ જય જ્ય શબ્દ કર્યો. અને દેવતાઓએ આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ કરી. “મહાપરાક્રમી પુરૂષ ક્યારે પણ તૃણ ઉપર કેપ કરતા નથી” એમ ધારીને નરવર્માદિક રાજાઓએ મુખમાં તૃણ ધારણ કર્યું. “આ મહીપાળ પૃથ્વીમાં હર્ષ ઉત્પન્ન કરનાર છે” એમ ધારી તેની આગલ આળોટતા રાજાઓ તે મિષે તેના ચરણનાં રજકણથી પિતાના શરીરને લેપન કરવા લાગ્યા. તે વખતે ઉત્તમ સ્વામી મહીપાળ પિતાના ચરણ પાસે પડતા નમ્ર એવા એ રાજાઓના પૃષ્ઠભાગ ઉપર લક્ષ્મીના નિવાસરૂપ કમળ જે પોતાને હાથ મૂકતે હો. તેને પછી ત્યાંજ રાજા નરવર્માએ રૂપથી દેવ કન્યાને પણ તિરસ્કાર કરનારી વનમાળા નામની પિતાની કન્યા દેવપાળને આપી. એ પ્રમાણે સર્વ રાજાઓને જિતી, જાણે મૂર્તિવંત જયલક્ષ્મી હોય તેવી વનમાલાને સાથે લઈ મહીપાળ પોતાના નગર તરફ ચાલ્યો અને નરવર્માદિક રાજાઓ તેની આજ્ઞા લઈ યાદવના શૌર્યથી ચમત્કાર પામતા પિતાને સ્થાનકે ગયા.
હવે મહીપાળને જેમ જેમ વનમાં વાયુ વાવા લાગે તેમ તેમ આયુષ્યને નાશ કરનારો રોગરૂપી સર્પ વધવા લાગે. દુષ્ટ પવનની મોટી પીડાઓથી અઢાર પ્રકારના કેહેએ લક્ષ્મીના ઘરરૂપ તેના દેહને દૂષિત કરી દીધું. તે વનની ભૂમિ તેને નરક ભૂમિ જેવી જણાવા લાગી, કમલસહિત નદીનું જલ તેને ભયંકર લાગવા માંડયું, વાજિંત્રોના અવાજ કાળના નાદ જેવા લાગવા લાગ્યા, તેના શરીરમાંથી સ્ત્રવતા વસા (૫) વગેરે પરિજનોને અતિ દુધવડે ત્રાસ આપવા લાગ્યા, ભજન કાલફટ વિષસમાન લાગવા માંડ્યું, પાણી તપેલા સીસાના રસ જેવું લાગવા
For Private and Personal Use Only