________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
ખંડ ૧ લો.] મહીપાળનું ઈર્ષાળુ રાજાઓ સાથે યુદ્ધ. તાપ કરનાર મહાજવર મહીપાળના અંગમાં વિસ્તાર પામે. તેના તાપની શાંતિને માટે જે કાંઈ પણ ઠંડક કરે છે તે તેનાથી કમળના જેવો કમળ દેહ ઉલટ વધારે બળે છે. અમૃત જેવા ઔષધોથી જેમ જેમ તે રોગને નિવારવા જાય છે તેમ તેમ સામ વચન વડે દુર્જનની જેમ તે વ્યાધિ વધારે કોપ કરે છે. તે વ્યાધિને નાશ કરે તેવા કોઈ વૈદ્યો, તેવી કોઈ વિદ્યાઓ કે તેવા કોઈ પ્રપંચે પૃથ્વીમાં કોઈ ઠેકાણે મળ્યા નહીં. મોટા વૈદ્યોએ આવી આવીને જાત જાતની
ઔષધિઓ વડે અનેક પ્રકારના ઉપાયે એક માસ સુધી કર્યો તોપણ મહીપાળ તે રેગથી કિંચિત પણ મુક્ત થશે નહીં. છેવટે તેના વ્યાધિથી દુઃખી થયેલા કલ્યાણસુંદર રાજાની રજા લઈ, પિતાની પેઠે શોક કરતા બીજા સ્વજન વર્ગને મધુર વચનથી શાંત કરી, સેંકડો વિદ્યાધવડે અને પુષ્કળ સૈન્ય વડે વીંટાએલે કુમાર પિતાના પૂજ્ય પિતાને મળવાની ઉત્કંઠાથી સ્વદેશ તરફ ચાલ્યો. ગુણસુંદરી પણ વૃદ્ધજનેની શિક્ષા મેળવી, અને માતપિતાના ચરણને નમસ્કાર કરી પિતાના પતિની અનુગામિની થઈ.
અહીં પૂર્વે સ્વયંવરમાં જે રાજાઓ ઈર્ષાવાળા થયેલા હતા, તેઓ માલવ - શમાં પ્રવેશ કરતા કુમારને માર્ગમાં જ રોકીને કહેવા લાગ્યા “હે રાંક ! અમે સર્વ રાજાઓના જોતાં રસ લઈને તું ક્યાં જાય છે? હમણાંજ તને તારી છળ વિદ્યાનું ફળ મળશે. જે પ્રાણી અતિ ચપળતાથી પિતાના માન કરતાં અધિક કાર્ય કરે છે, તે તેનું પ્રત્યક્ષ ફળ ભેગવે છે. જેમ તું તરતમાંજ કુછી દે છે. તે સ્વયંવર વખતે લેકેને જોઈને જે ઉંચાં નીચાં વચને બોલ્યા હતા, તેનું ફળ હવે અમારા હાથથી ભગવ.” એમ કહી મહાક્રોધથી દુર્ધર એવા તે રાજાઓ સર્વ બળથી એકઠા મળીને મહીપાળ કુમારને ઘેરી વળ્યા. શત્રુઓને કાળરૂપ મહીપાળ શત્રુએના મુખમાંથી ઉપરનું વચન સાંભળી, રેગની પીડાને જાણે ભૂલી ગયા હોય તેમ સાવધાન થઈ ગયું અને હાથમાં તેણે ખર્શ લીધું. તત્કાળ ગદ્રોની સાથે દંતાદંતિ, રથિની સાથે બાણાબાણી, પેદળની સાથે ખગ્રાખગિ અને ઘોડેસ્વારની સાથે ભાલાભાલી એવું પરસ્પર બન્ને સૈન્ય વચ્ચે મોટું યુદ્ધ શરૂ થયું. યુદ્ધ કરવામાં દીનતાએ રહિત એવા એ બંને સૈન્યના લેકોને યુદ્ધના રસમાં પિતાની પાસે રહેલો “આ પિતાનો છે કે પારકે છે' એવો વિચાર પણ રહ્યો નહીં. માંસવડે ઢંકાયેલી અને મહીપાળના યશવડે વ્યાપ્ત થએલી પૃથ્વીને જોઈ તે યશને
૧. ઠંડા.
For Private and Personal Use Only