________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લો. ] મહીપાળને થયેલો મહાવરને વ્યાધિ. માંડયું, કર્પર દુઃખના પૂર જેવું જણાવા લાગ્યું, ગાયન દુર્વાક્ય જેવું લાગવા માંડયું, નૃત્ય સર્પના નૃત્ય જેવું દીસવા લાગ્યું, અને પુષ્પ યમરાજના બાણ જેવાં લાગવા માંડ્યાં. નરકથી પણ અધિક દુઃખે પીડિત એવા તેને લેકની સાથે, સ્વજનની સાથે કે એકાંતમાં કઈ ઠેકાણે પ્રીતિ ઉપજવા ન લાગી. પછી તેણે કેટલેક દિવસે એક પુષ્પવાળા વનમાં જઈને તેના દુઃખથી દુઃખી એવા સૈન્યને પડાવ નખા. જેમ પ્રાણુને પૂર્વનું શુભાશુભ કર્મ સ્વયમેવ ઉદય પામે છે તેમ પરેપદેશવિના સારી કે માઠી બુદ્ધિ પણ પ્રવર્તે છે. કર્મથી પ્રેરાયેલે આ જીવ સર્વ ઠેકાણે કુલાલ ચક્રની પેઠે સ્વભાવથીજ ભમ્યા કરે છે. અહીં મહીપાલ કુમાર તે ઉદ્યાનના ખુલ્લા પ્રદેશમાં ચંદ્રની કાંતિના પૂરથી વ્યાપ્ત એવી રાત્રિએ સુખની અભિલાષાએ સુતે.
હવે ચૈત્રીપૂર્ણિમાના દિવસ ઉપર શત્રુંજયગિરિની યાત્રા કરવા અને આદિનાથ પ્રભુના ચરણકમલની સેવા કરવા ચારે તરફથી અનેક વિદ્યાધરો જતા હતા. શૈલેક્ષમાં જેટલા તીર્થો છે તેની યાત્રાથી જે ફળ થાય છે, તે ફલ પુંડરીક ગિરિની એક યાત્રા આપે છે. ચૈત્રમાસની પૂર્ણિમાને દિવસે કરેલી ડુંડરીકગિરિની સ્તુતિ, સ્વર્ગ અને મોક્ષના સુખને હસ્તગત કરે છે. તેથી અનેક વિઘાધરોએ તે દિવસે શક્તિવડે નંદન વનમાંથી લાવેલા વિચિત્ર પુષ્પાવડે આદિનાથ પ્રભુની પૂજા કરી, અને ત્યારપછી પ્રસન્ન ચિત્તથી ચતુર ચાલવાળું તથા નાનાપ્રકારના અભિનયથી શોભતું સંગીત કર્યું તેમજ પ્રાંતે વિચિત્ર અર્થવાળા, ચતુર ભાષામય અને સંવેગગર્ભિત સ્તોત્રોથી ભગવંતની આરાધના (સ્તુતિ કરી.
એવી રીતે ચૈત્રી પૂર્ણિમાની યાત્રા કરી પુંડરીકગિરિ ઉપરથી ઉતર્યા પછી તે અતિપ્રિય પુંડરીકગિરિ ઉપર દૃષ્ટિ કરતા કરતા તેઓ પોતાના સ્થાન તરફ વિદાય થયા. તે વખતે ચંદ્રચૂડનામના એક વિદ્યાધરને તેની પ્રિયાએ મધુરવાણીથી કહ્યું કે, “હે નાથ! બીજા સૌ ભલે જાય પણ આપણે તો અહીં રહીશું. જગત્પતિ આદિનાથ ભગવંતે મારા ચિત્તમાં એ વાસ કર્યો છે કે જેથી હું સ્વર્ગ અને મેસાદિકને પણ તેની પાસે તૃણસમાન માનું છું. હે વિભે! આ પુંડરીકગિરિ ઉપર બીજા આઠ દિવસ રહેવાને મારા ઉપર પ્રસન્ન થઈને નિર્ણય કરે, જેથી હું નિવૃત્તિથી એ પ્રભુની સ્તુતિ અને પૂજા કરું.” આવી પિતાની પ્રિય સ્ત્રીની પ્રાર્થનાથી તે તીર્થમાં ભક્તિવાળો ચંદ્રચૂડ ત્યાં રહ્યો. ઈષ્ટજને કરેલા ઈષ્ટ ઉપદેશની કોણ ઉપેક્ષા કરે.” એવી રીતે ઘણી ઉત્કંઠાથી જગત્પતિને પૂજી પછી તે દંપતી
For Private and Personal Use Only