________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦ શત્રુંજય માહાત્મ્ય.
[ સર્ગ ૨ જે. તેમને વંદના કરી અને મુનિરાજના મુખચંદ્ર ઉપર દૃષ્ટિ રાખીને આગળ બેઠો. તે બન્નેને ભવ્ય જીવ જાણુને સહજ ઉપકારી ગુરૂ સુંદર વાણીવડે ચંદ્રની જેવા ઉજવળ ધર્મની દેશના આપવા લાગ્યા.
આ જગતમાં કલ્યાણરૂપી વેલીઓના મૂળરૂપ, વિપત્તિરૂપ કમલિનીને નાશ કરવાને હાથી સમાન અને લક્ષ્મીનું કુલમંદિર એ એક ધર્મ - વંત વ છે.” આટલી દેશના આપી તેવામાં ચારિત્રથી પવિત્ર, મધુર આકૃતિવાળા અને સુકૃતરૂપ શૃંગાર યુક્ત કઈ બે મુનિઓ ત્યાં પધાર્યા. તેઓ ગુરૂને વંદના કરી બેઠા એટલે રાજપુત્ર મહીપાળે પુછ્યું કે “હે ભગવંત ! તમે ક્યાંથી આ છો ? મુનિએ કહ્યું, “હે મહાબાહુ! પુંડરીકગિરિ અને ઉજજયંત (ગિરનાર) ગિરિની હર્ષથી યાત્રા કરીને અમે તત્કાળ અહીં આવ્યા છીએ.” એ તીર્થરાજની વાર્તા સાંભળી વિદ્વાન અને સજજનશિરોમણિ મહીપાળ કુમાર પિતાના આત્માને અતિધન્ય માનવા લાગે. એવી રીતે ધર્મ અને તીર્થમાં આદરવંત કુમારને જોઈ ગુરૂમહારાજે એ તીર્થનું કીર્તન કરવાને તેના ઉપર ઘણા હર્ષથી અનુગ્રહ કર્યો તેને કહ્યું કે, “હે રાજકુમાર! જેમ સર્વ જિન માં આરિજિન, સર્વ ચકવ
માં ભરતચકી, સર્વ ભવમાં માનુષ્યભવ, સર્વે વણે (અક્ષર)માં કાર, સર્વ દેશોમાં સૌરાષ્ટ્ર અને સર્વ વ્રતમાં જેમ શીળત્રત મુખ્ય છે તેમ સર્વ તીર્થોમાં મુખ્ય તીર્થ શત્રુંજ્ય કહેવાય છે. જ્યાં દારિદ્રને નાશ કરનાર સિદ્ધગિરિ જ્યવંત વર્તે છે ત્યાં દુરંત પાપની પીડા કેમ હોય ? એ સિદ્ધગિરિનું માહાભ્ય જિનેશ્વરજ જાણે છે. કેમકે સમુદ્રનું ગાંભીર્ય મંદરાચળ શિવાય બીજું કેણ જાણે? એ ગિરિરાજ ત્રણ ભુવનમાં અગ્રતીર્થ છે, જે તે એકવાર જોવામાં આવ્યું હોય તે તે પ્રાણીના પાપસમૂહને વાત કરે છે. તેના શિખર ઉપર દુર્નિવાર અંધકારને તિરસ્કાર કરવામાં સૂર્યસમાન શ્રીનાભિરાજાના પુત્ર રાષભદેવ ભગવાન બીરાજે છે. એ ગિરિ અને આદિનાથ એ બન્ને વિશ્વોત્તરે અતિશયથી ભરેલા છે. તેઓના દર્શનથી પ્રાણી સર્વ હત્યાદિક પાપમાંથી પણ મુક્ત થાય છે. તેઉપર એક કથા કહું છું તે સાંભળ.
આ ભરતક્ષેત્રમાં આવેલી શ્રાવસ્તી નગરીમાં ત્રિશંકુને પુત્ર ત્રિવિક્રમ નામે એક રાજા હતા. તે એક વખતે ઉઘાનમાં જતાં માર્ગમાં આવેલા વડના વૃક્ષ નીચે ઉભો રહ્યો, ત્યાં પિતાના મસ્તક ઉપર એક ક્રૂર શબ્દ કરતું પક્ષી જોયું. તેના કટુ શ
૧ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિના પ્રથમ અક્ષરથી થયેલો પ્રણવઅક્ષર ૨ અસાધારણ.
For Private and Personal Use Only