________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખંડ ૧ લે. ]
ત્રિવિક્રમરાજાનું ચરિત્ર. આવેશથી પૂર્વની પેઠે મુનિએ હણી નાખ્યો. કાંઈક શુભના ઉદયથી અકામ નિ. જેરાડે કર્મને ખપાવીને એ બ્રાહ્મણને જીવ વારાણસી નગરીમાં મહાબાહુનામે રાજા થયે. પ્રગટ પરમ ઐશ્વર્યની લીલાઓથી હમેશાં જેનું ચિત્ત હરણ થતું એવા એ રાજાએ રાજસુખ ભોગવતાં ઘણે કાલ નિર્ગમન કર્યો.
એક વખતે તે મહાબાહુ રાજા પિતાના મહેલના ગોખ ઉપર બેઠે હતું તેવામાં તેણે કોઈ નિષ્પાપ મુનિને માર્ગમાં જતાં જોયા. તરત તેના મનમાં વિચાર થયો કે, “અહે! આ કોઈ મહાત્મા વિદ્વાનોને પણ પૂજવા યોગ્ય છે, તથાપિ જાણે મારું હૃદય તેના ઉપર કાંઈ દ્વેષ કરતું હોય તેમ જણાય છે. પૂર્વે પણ કોઈ ઠેકાણે આવા કે ઈ મહાત્મા મારા જોવામાં આવ્યા છે” એમ ઘણે વખત વિચાર કરતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એટલે ત્રિવિક્રમ મુનિના કોપરૂપી અગ્નિની જવાળામાં જેનું જીવિત ગ્રાસરૂપ થયેલું એવા પિતાના પૂર્વના સાત ભવ સાંભરી આવ્યા. તત્કાળ તે ઉપરથી તે એક અડધે કલેક બનાવીને બે. “વિહંગ રાપર સિંહ દ્વીપ is દિકર” (અર્થ-પક્ષી, ભિલ, સિંહ, વાઘ, રેઝ, સર્પ અને બ્રાહ્મણ એ સાત ભવ) પછી રાજાએ જાહેર કર્યું કે આ અર્ધા કલેકની સમસ્યા જે કોઈ વિદ્વાન પૂરશે તે ચતુર શિરોમણિ પુરૂષને હું લાખ સોનામહેર આપીશ. રાજાનું એ વચન સાંભળીને સર્વ કે ધનની ઈચ્છાથી તે ગૂઢ અને પ્રૌઢ રહસ્યવાળી સમસ્યાને પાઠ કરવા લાગ્યા. હવે સર્વ દિશામાં વિહાર કરતાં કરતાં ત્રિવિક્રમ મુનિ ત્યાં આવ્યા. તેવામાં કઈ પામર પુરૂષના મુખમાંથી તે સમસ્યા તેમના સાંભળવામાં આવી એટલે તત્કાળ ઉત્સુક મન કરી તે સમસ્યાનું ઉત્તરાદ્ધ બેલ્યા“નામી નિતાર વોર્જાિથે વિતા ” (જેણે એ સાત ભવમાં તે પક્ષી વિગેરેને કોપથી માર્યા છે અહે ! તેનું શું થશે?). મુનિએ પૂર્ણ કરેલી એ સમસ્યા સત્ય જાણીને તે પામર પુરૂષે રાજા પાસે જઈ કહી બતાવી. “એ સમસ્યાની પૂર્તિ આ પુરૂષથી ઘટતી નથી, એમ જાણી રાજાએ તેને કહ્યું, “હે વિદ્વાન ! જેણે આ સમસ્યા પૂર્ણ કરી છે તે કોણ છે ? મને કહો.” રાજાના ઘણું આગ્રહથી પાપને નાશ કરનાર એક મુનિ વનમાં આવેલા છે તેઓ આ સમસ્યાના વર્ણરૂપ રતાની ખાણ છે એમ તેણે કહ્યું. એ સાંભળતાં જ તે મુનિને મળવાની અત્યંત ઉત્કંઠાથી પરાક્રમી રાજા પિતાને અમૂલ્ય રસાલે સાથે લઇ વનમાં મુનિની પાસે આવ્યા. રાજાએ જાતિસ્મરણથી એ મુનિને ઓળખીને કહ્યું કે, “હે મુનિરાજ ! મારા તે સર્વ અપરાધ ક્ષમા કરે. અહે મને ધિક્કાર છે, કે જેણે તે તે ભવોમાં, દર્શન
For Private and Personal Use Only