________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના
કરી છે. તે પતિથી આ
વૃક્ષની
શત્રુંજય માહાભ્ય.
[ સર્ગ ૨ જો. વેલે તેને જોવામાં આવ્યો. એ પરાક્રમી કુમાર તત્કાળ વેષને ફારફેર કરી છેતાના બંધુપાસે આવી અજાણ્યા થઈ તેને પૂછવા લાગ્યા કે “હે મિત્ર! અહીં ઘણા રાજાઓનાં સૈન્યો કેમ એકઠાં થયાં છે? આ ઉંચા માંચડાઓ કેમ માંડયા છે? અને આણી તરફ લેકે ઉસુક થઈ કેમ દોડા દોડ કરે છે? હું પરદેશી અજાણે છું તેથી આ નગરનું સર્વ વૃત્તાંત મારી આગલ અવ્યગ્રપણે નિવેદન કરે.” દેવપાલે કહ્યું, “હે મહાસત્વ! સર્વ વૃત્તાંત સાંભળો. આ કલ્યાણકટક નામે સમૃદ્ધિવાળું નગર છે, અહીં કલ્યાણસુંદર નામે રાજા છે. તેને ગુણસુંદરી નામે એક કુંવરી છે. તેને આવતી કાલે આશ્ચર્યકારી સ્વયંવર મહેત્સવ થવાને છે. જુઓઃ આ જવાલાની પંક્તિથી આકુલ એ અગ્નિકુંડ જણાય છે. તેમાં ઘણી શાખાઓથી વીંટાયેલું એક અગ્નિવૃક્ષ છે. તે વૃક્ષની શિખા, અને ફળને જે ગ્રહણ કરશે તે સાહસીક પુરૂષને એ કન્યા પરણશે.” એવી રીતે પોતાના બંધુ દેવપાલનાં વચન સાંભળી, ચિત્તમાં નિશ્ચય કરી યોગ્યતાવાળો મહીપાલ કુમાર મંચના કોઈ એક ભાગમાં જઈને બેઠે.
બીજે દિવસે લગ્નને સમય નજીક આવે તે વખતે પાલખીમાં બેઠેલી રાજકન્યા ગુણસુંદરી હાથમાં સ્વયંવરમાલા લઈને રાજસભામાં દાખલ થઈ. તે
એ ઘણાં આભૂષણો પહેર્યા હતાં, વિચિત્રરતોની કાંતિઓના પૂરથી તે આકાશના અવકાશને પૂરતી હતી, તેના ચંચલનેત્રની કાંતિથી કર્ણના આભૂષણરૂપ કમળો પરોવાયેલા હતા, ચલાયમાન કુંડલેથી તેના મણિદર્પણ જેવા ગાલ ઘસાતા હતા, મેટા મોતીના હારની કાંતિથી તે ચદ્રિકા સહિત ચંદ્રની કલા જેવી લાગતી હતી, ફુરણાયમાન કિરણોવાળાં કંકણ તેણે પહેર્યા હતાં, કેશવેણીમાં ગુંથેલા મલિકાનાં પુષ્પોની સુગંધથી મદ પામતા બ્રમરાઓ તેને સેવી રહ્યા હતા, સેંકડો સખીઓએ લાવેલા સુગંધી દ્રવ્યમાં તે આદર બતાવતી હતી અને પ્રગટ ચંદ્ર જેવાં બે શ્વેત વસ્ત્ર તેણુએ ધારણ કર્યા હતાં. આવી સુંદર રાજકુમારીને જોઈને બલવાન કામદેવના તીવ્ર બાણવડે જાણે પીડિત થયા હોય તેમ સર્વે રાજાઓ ક્ષોભ પામ્યા. જગતને જ કરવાને માટે કામદેવની શક્તિએ જાણે શરીર ધારણ કર્યું હોય તેવી તે રાજબાલાને રાજપુરૂષ અગ્નિકુંડ પાસે લઈ ગયા. તે વખતે પર્વતની પેઠે મોટા ગર્વવડે દુર્ધર એવા વિદ્યાધરના પરાક્રમી રાજકુમારો ત્યાં આવ્યા. પણ અગ્નિવૃક્ષના ફલને ગ્રહણ કરવાની કુશલતા તે એક તરફ રહી પરંતુ અગ્નિકુંડની પાસે જવાને પણ તેઓ શક્તિવંત થયા નહીં. તે વિદ્યાધરેએ ઘણા ઉપાયો કર્યા પણ મિથ્યાત્વી જેમ ફ્લેશ સહન કરવાથી પણ દુર્લભ એવી મુક્તિને પામે
For Private and Personal Use Only