________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યક
શત્રુંજય માહા
[ સર્ગ ર જો. માત્રથી આવા રાજ્યને આપનારા મહા ઉપકારી એવા તમને પીડિત કર્યા. હે યતિવર્ય! અજ્ઞતાને લીધે મેં વારંવાર તમારા તપને નાશ કર્યો છે પરંતુ હવે મારેલીધે જ પ્રાપ્ત થયેલા એ ક્રોધરૂપી ચંડાળને તમે છોડી દે.” એવા રાજાના વચનરૂપ અંકુશથી જાગૃત થયેલા મુનિએ મનરૂપી હસ્તીને તેવા ક્રોધ વ્યાપારરૂપ જંગલમાંથી ખેંચી લીધું અને પછી બોલ્યા કે, “હે રાજન ! મને ધિક્કાર છે જે હું ક્ષમાશ્રમણ છું છતાં પાપી એવા મેં તે તે જન્મમાં તમને મારી નાખ્યા, મેં અજ્ઞાનથી કરેલા તે તે અતિદુરસહ અપરાધને તમે તે સહન કરો છો પણ એવા પાપકાર્યથી મારું બોધરૂપી વૃક્ષ મેં પોતેજ ઉમૂલન કર્યું છે.”
એવી રીતે તે બન્ને પરસ્પર આલાપ સંલાપ કરતા હતા તેવામાં આકાશમાં દુંદુભિને શબ્દ સાંભળવામાં આવ્યું “આ દુંદુભિ કેમ લાગે છે ?” એમ વિચારી તેઓએ આકાશ સામું જોયું. એટલે દેવતાના કહેવાથી “વનમાં એક કેવળજ્ઞાની મુનિ આવ્યા છે એમ જાણવામાં આવ્યું. તત્કાળ તેમના દર્શનની ઈચ્છાથી આદર સહિત વનમાં જઈ મનના સંશયને નાશ કરનારા અને દેવતાએ પૂજેલા તે કેવલીમુનિને તેઓએ પ્રણામ કર્યો. કેવલીમુનિ તેઓને ભાવ જાણીને પાપને નાશ કરનાર એ જીવદયામય અતિ ધર્મ કહેવા લાગ્યા. “આ જગતમાં દેવપણાના પદથી ઉદાર એવું ધર્મરૂપી નિર્મલ જળ છે, તે ક્રોધરૂપી ઝેરથી ઉત્પન થયેલી હિંસારૂપ કાળાશથી દૂષિત થાય છે. આત્મારૂપી ભીંત ઉપર રચેલી ચારિત્રરૂપી ચિત્રની રચના ક્રોધરૂપી પીંછી વડે હિંસારૂપ કાજળ લાગવાથી દૂષિત થાય છે. જે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અવિવેકડે મુનિને દૂષિત કરે છે, તેના કરતાં વધારે પાપી બીજો કોઈ પુરૂષ નથી. તીવ્રતપસ્યા કરનાર મુનિ પણ જે મૂર્ખ થઇને ક્રોધ કરે છે, તે ચારિત્રરૂપી વૃક્ષને બાળીને તેની ભસ્મ તે પિતાના આત્મા ઉપર નાખે છે. હે રાજા! તે પૂર્વભવમાં આ મુનિને કપાવ્યા છે અને પૂર્વકમેને નહીં જાણતા એવા તે આ મુનિને અને તારા આત્માને ઘાત કર્યો છે. ઘણું કરીને જે આક્રોશ કરનાર કે વધ કરનાર હોય છે તે પિતાનાં હિતકારી કમને નાશ કરે છે. પણ તે અજાણે આ મુનિની હિંસા કરી છે માટે સર્વ પાપને નાશ કરનારા શત્રુંજય તી જા; ત્યાં તપસ્યા કરવાથી અને અહંતના ધ્યાનથી તેને જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થશે. આ મુનિના ઘાતથી બાંધેલું નિવિડ કર્મ, દુઃખ આપનારા શીલ પ્રમુખ ધર્મને સેવ્યાથી પણ શત્રુંજય તીર્થે ગયા વિના નિર્જરા પામ
૧ પ્રતિબોધ પામેલ. ૨ ન સહન થઈ શકે તેવા.
For Private and Personal Use Only