________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર શત્રુંજય માહાસ્ય.
[ સર્ગ રજો. રીસિહ થઈને અવતર્યો. પાછા ત્રિવિક્રમ મુનિ વિહાર કરતા તેજ વનમાં આવી ચડ્યા. મુનિને જોયા કે તરતજ પૂર્વના વૈરથી કેસરીસિંહ મારવા દો, તેને આવતો જોઈ ધર્મના એક સાધનરૂપ પિતાના દેહને બચાવવાને મુનિરાજ ત્યાંથી ભાગ્યા. જયાં જયાં તે યતિવર્ય નાસતા જાય છે, ત્યાં ત્યાં–પ્રાણીની પાછળ જેમ તેનાં પૂર્વકૃત કર્મ જાય તેમ તે કેસરીસિંહ પાછળ પાછળ જવા લાગ્યું. ભયંકર ક્રોધવાળા એ સિંહે જ્યારે તે મહાત્માને ઘણો ખેદ પમાડ્યો, ત્યારે છેવટે કોપને વશ થઈ તેમણે મહાલેશ્યા મૂકી. તે લેશ્યાથી કેસરીસિંહ તત્કાળ પંચત્વ પામે, અને પાછો તેજ ભયંકર વનમાં ભયંકર વ્યાઘ્રપણે ઉત્પન્ન થયે. ફરીથી મુનિરાજ પણ તેજ વનમાં આવી સ્થિર અને કાર્યોત્સર્ગ કરી ઉભા રહ્યા. તે ઠેકાણે તે વ્યાઘ આવે અને પૂર્વના વૈરથી તેમને મારવાને ધ. “જોકે કષાયનું પરિણામ અતિભયંકર છે એવું જાણતા હતા તોપણ દુય કર્મની શક્તિને વશ થઈ ગયેલા એ મુનિ કોપને વશ થયા. જેમની જ્ઞાનસંપત્તિ ક્ષીણ પામી નથી તેવા મુમુક્ષુ પુરૂ
ના ચિત્તમાં પણ જ્યારે ક્રોધનું સ્થાન થાય ત્યારે બીજાની શી વાત કહેવી ? એ વખતે મુનિના તારૂપી શસ્ત્રથી (તેજેશ્યા મૂક્યાથી) મૃત્યુ પામી તે વ્યાવ્ર કોઈ ભયંકર વનમાં રોઝ થઈને અવતર્યો. દૈવયોગે તેજ વનમાં આવીને મુનિએ કાર્યોત્સર્ગ કર્યો. તેમને જોઈ પૂર્વના વૈરથી તે રોઝ અત્યંત ઉપદ્રવ કરવા માંડ્યો. છેવટે જયારે મુનિરાજને પિતાની જીંદગીને માટે પણ સંશય પડવા લાગ્યો, ત્યારે તેમણે પૂર્વની પેઠે એ રોઝને પણ યમરાજના અતિથિ કર્યો. એ રોઝને જીવ મારણ પામીને અવંતિ દેશમાં ઉજજયિની નગરીની પાસે રહેલા સિદ્ધવડની બખેળમાં મહારી સર્પ થયે. અનુક્રમે ત્રિવિક્રમમુનિએ ત્યાં આવી તે વડનીચેજ કાયોત્સર્ગ કર્યો. પૂર્વના વૈરથી મુનિને જોતાંજ સર્પને ઘણે ષ ઉત્પન્ન થયો એ ટલે તત્કાળ એ દુષ્ટ હૃદયવાળો સર્પ ફણ ચડાવી પોતાના અપકારી મુનિને ડસવા આવ્યું. તેને આવતો જોઈ કોપ પામેલા મુનિએ તેલેશ્યા મૂકી અને તેને યમમંદિરમાં પહોંચતો કર્યો. ત્યાંથી અકામ નિર્જરાને ગે કેટલાંક કર્મને ખપાવીને તે સર્પને જીવ કોઈ ગરીબ બ્રાહ્મણને ઘેર પુત્રરૂપે અવતર્યો. જે ગામમાં સપનો જીવ બ્રાહ્મણને પુત્ર થયો હતો તેજ ગામમાં વિહાર કરતા કરતા મુનિ પણ આવી ચડ્યા. ગ્રામની પાસે ગાભ્યાસમાં તત્પર રહેલા મુનિને જોઈ ત્યાં ફક રતે ફરતો આવી ચડેલ પેલે અધમ બ્રાહ્મણ પુત્ર તે મુનિને મારવા દોડયો. મુનિને નિર્દયપણે મુષ્ટિ અને લાકડીઓના પ્રહારથી મારનારા તે બ્રાહ્મણને કોપના
૧ મોક્ષ મેળવવાની ઇચ્છાવાળા.
For Private and Personal Use Only