________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શત્રુંજય માહાભ્ય.
[સર્ગ ૨ જે. દુર્ગતિમાં ફેગટ પડે નહીં.” રાજકુમારના એવાં વચનથી વિદ્યાધર ઉલટ વધારે કોપ પામે કેમકે તપેલા તેલ ઉપર જલન છાંટવાથી તે વિશેષ પ્રજવલિત થાય છે. વિધાધરે કહ્યું “અરે પાંથ! મારી વિદ્યાની અને મારા ગુરૂની તું કેમ નિંદા કરે છે? તું તારે માર્ગે ચાલ્યું જા, નહીં તે તારા શિરના કટકા કરી નાખીશ.” એમ બેલ હાથમાં ખડ્ઝ લઈને તે વિધાધર કુમાર ઉપર દોડ્યો, તેને આવતે જોઈ પરાક્રમી રાજકુમાર પણ યુદ્ધ કરવા સજજ થયે. બન્ને દુધેર વીર ક્ષણવારમાં પરસ્પર ખત્રે ખ, મુઠીએ મુઠીએ, અને દંડે દંડે યુદ્ધ કરવા લાગ્યા. થોડીવારમાં બલવાન કુમારે શ્રેષ્ઠ ખર્શવિદ્યાના પ્રભાવથી વિદ્યાધરને જીતી લીધે. પરાભવ પામેલ વિદ્યાધર ચતુરાઈ ભરેલી વાણીથી બોલ્યા, “હે મહાસત્વ! વિદ્યા અને અસ્ત્રના પારને પામેલા દેવતાઓથી પણ પૂર્વે હું કોઈ દિવસ જીતાયેલું નથી, તેને આજે તમે જીતી લીધું છે તે કહે તમે કોણ છો ? હું પાપકાર્યમાં તત્પરછું અને તમે પ્રાણીને હિતકારી છે, તેમજ ધર્મથી યે થાય છે અને અધર્મથી ભંગ થાય છે તેમાં કાંઈ પણ સંશય નથી.” એ પ્રમાણે કહી વિદ્યાધર વિરામ પામ્યું એટલે રાજપુત્રે કહ્યું “હવે તમે ખેદ ન કરે અને ધર્મમાં બુદ્ધિ ધારણ કરે. જે સ્ત્રીહત્યાના પાપથી નરકમાં જવાય છે તે પાપથી તમે વિદ્યારૂપી લતાનું સલ્ફળ પામવાને ઈચ્છો છે તે વિરૂદ્ધ છે. તે મહામતિ! હવે બીજા ઉપર દ્વેષ કરશે નહીં અને સેંકડો સુખની પ્રાપ્તિ માટે શ્રીજિનેશ્વરના આરાધનમાં તત્પર થજે.” રાજકુમારની એવી મધુર વાણીનું પાન કરી વિદ્યાધરે કુમારને નમસ્કાર કર્યો અને અંજલિ જોડી, શિષ્યની પેઠે તે શિક્ષા ગ્રહણ કરી.
પછી રાજપુત્રે પૂછયું કે “આ કુમારિકા કોણ છે?” ત્યારે વિદ્યાધર બે-કન્યકુન્જ (કને જ) દેશમાં કલ્યાણકટક નામે એક મોટું નગર છે. તે નગરમાં યાચકને સુવર્ણ આપનાર, કલ્યાણની પંક્તિએ શોભિત અને ઉત્તમ બુદ્ધિવાળો કલ્યાણસુંદર નામે રાજા રાજય કરે છે. પતિની ભક્તિવડે પવિત્ર, અને શીલરૂપી અલંકારને ધરનારી કલ્યાણસુંદરી નામે એક તેને સુંદર કાંતા છે. તેની કુક્ષિનું રત અને રૂપલક્ષ્મીથી શ્રેષ્ઠ એવી ગુણસુંદરી નામે આ તેની કન્યા છે. દુવિનીત એ હું મોટી ઈચ્છાથી તેને અહી હરણ કરી લાવ્યો છું. આ કુમારિકાને જીવિતને દાનથી અને મારે નર્કમાં પડતાં ઉદ્ધાર કરવાથી અમે બન્ને કિંકરની જેમ તમારી શક્તિથી વેચાણ છીએ; આ કમલમુખી બાલાને એક માસ પછી સ્વયંવર મહેત્સવ થવાને હતા તે દરમ્યાન મેં તેને તેણીના ઘરને ત્યાગ કરાવે છે. એવી રીતે કહી તે વિદ્યાધર રાજકુમારના મુખરૂપી ચંદ્રની સામા નેત્ર
For Private and Personal Use Only