________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહામ્ય.
[ સર્ગ ૨ જે. રાજકુમારના તેવાં વચનવડે ચિંતામણી રતની જેવા ઉજવળ ધર્મને પામવાથી પ્રસન્ન થયેલા યક્ષે એ ગુણવાન અને ગુરૂતુલ્ય કુમારને પ્રણામ કર્યો. પછી કહ્યું કે આજથી મારે શ્રી વીતરાગદેવ, પરિગ્રહરહિત ગુરૂ, અને દયા પ્રધાન ધર્મ એ ત્રણ હંમેશાં છે. એમ કહીને તેણે અવગ્રહ રહિત ધર્મ સ્વીકાર્યો અને ઉપકારના બદલામાં ગુરૂપૂજાને અર્થે રાજપુત્રને એક વિદ્યા આપી. પછી ત્યાંથી ચાલવાને માટે મહીપાળ કુમારે યક્ષની રજા લીધી તે પણ યક્ષ પછવાડે આવવા લાગે એટલે તેને પાછો વાળી એ દયાળુ રાજકુમાર ત્યાંથી ચાલી નીક. માર્ગમાં કુમારે વિચાર કર્યો કે મારે મારા નગરમાં પાછાં જવું. પણ પાછો તે વિચાર તેને ગ્ય લાગ્યો નહીં એટલે છેવટે નિશ્ચય કર્યો કે હું પ્રસંગે બાહર નીકળે છું તે હવે અનેક આશ્ચર્યકારી જુદા જુદા દેશોનું અવલોકન કરું. કારણ કે દેશાટન કરવાથી પિતાની શક્તિની ખબર પડે છે, દેશ દેશના જુદા જુદા આચારની પરીક્ષા થાય છે. ઉત્તમ અને અધમની સ્પષ્ટતા થાય છે, જાતજાતની કલાઓ મેળવાય છે, વિવિધ પુરૂષનો પ્રસંગ થાય છે અને અનેક તીર્થો જેવામાં આવે છે. તેવા અનેક કારણોને લીધેજ વિદ્વાને પૃથ્વી પરદેશાટન કરે છે. ગમે ત્યાં વિચરતો પુરૂષ સ્વજન અને પરજન પાસેથી જે માન મેળવે છે તેનું કારણ પૂર્વનું પુણ્ય જ છે. એવી રીતે વિચારી રાજકુમાર પ્રથમ પૂર્વદિશા તરફ ચાલ્યું. માર્ગમાં અનેક નગર, આરામ અને પર્વતાદિક ઉલ્લંઘન કર્યા. કેટલાક દિવસે તે “સંદર” નામના એક મેટા શહેર પાસે આવ્યું. તે શહેરની બહાર આવેલા એક વૃક્ષથી મનહર ઉધાનમાં તેણે પ્રવેશ કર્યો, ઉદ્યાનની અંદર એક અંબિકા દેવીનું ચિત્ય હતું, તેના મોટા ગેખમાં જઇને તે બેઠે અને રાત્રિને સમય થયો એટલે દેવગુરૂનું સ્મરણ કરી રાજકુમાર નિભંય થઈને ત્યાંજ સુતે. તેવામાં “હે પિતા! હે ભાઈ! હે કૃપાલુ દેવતાઓ! આ કાળની જેવા નિર્દય અને પાપી પુરૂષથી મારી રક્ષા કરો” એવી કોઈ સ્ત્રીની વાણું વારંવાર તેના સાંભળવામાં આવી. મહીપાળ તત્કાળ જાગી ઉઠ્યો. પછી આ શબ્દ ક્યાંથી આવે છે ? એને નિર્ણય કરી હાથમાં ખડ્રગ લઈ તે શબ્દને અનુસારે ચાલ્યું. આગળ ચાલતાં પર્વતની સંધિમાં એક ધ્યાનમાં બેઠેલે પુરૂષ, વિદ્યલ થયેલી નારી અને અગ્નિનો કુંડ તેના જવામાં આવ્યાં. “આ કોઈ મૂઢ પુરૂષ કેઈથી ઠગાઈને કાંઈ સાધનાને માટે આ અબલા સ્ત્રીને મારવાને ઇચ્છે છે, એમ જણાય છે માટે આ સ્ત્રીને છોડાવું,’ એમ વિચાર કરી રાજકુમારે તે પુરૂષપ્રત્યે કહ્યું—“અરે પાપી નરાધમ! તે આ શું કરવા માંડ્યું છે? આ બાલાને છોડી દે, જે નહીં છોડે તે તને યમJહમાં પહોંચતું કરીશ.” આવાં તે
For Private and Personal Use Only