________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શત્રુંજય માહાતમ્ય.
[ સર્ગ ર જે. પામ્યાં, હાથમાંથી ખર્ગ સંહારી લીધું અને ધર્મથી સુંદર એવી વાવડે તે યક્ષ પ્રત્યે કહેવા લાગે –“હે યક્ષ! હું ધારું છું કે તમારી પ્રીતિ હવે ધર્મઉપર થવા લાગી છે તેથી ચાલો આપણે આ મહેલ ઉપર ચડી ધર્મસંબંધી કથા કરીએ.
યક્ષે તે વાતને સ્વીકાર કર્યો એટલે પ્રસન્ન થયેલ મહીપાળ કુમાર અને મહાકાળ યક્ષ બંને પ્રાસાદઉપર જઈ ગોખમાં બેઠા. પછી રાજપુત્ર ધર્મથી સુંદર, મનને પ્રીતિ કરનારી અને ગંભીરાર્થવડે ગૌરવવાળી વાણી કહેવા લાગ્યો-“હે યક્ષ ! આ લેકમાં ધર્મથી રાજય મેળવાય છે, ધર્મથી દેવપણું પમાય છે અને ધર્મથીજ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે સુજ્ઞપુરૂષોએ ધર્મને સેવ. ધર્મ એક ઉત્કૃષ્ટ મંગળ છે, સ્વર્ગ અને મોક્ષને આપનાર છે અને આ સંસારરૂપી વિકટ અટવી ઉલ્લેઘન કરવા માટે માર્ગ બતાવનાર છે. ધમે માતાની પેઠે પિષણ કરે છે, પિતાની પેઠે રક્ષણ કરે છે, મિત્રની પેઠે ખુશી કરે છે અને બંધુની પેઠે સ્નેહ રાખે છે; એવા મહાઉપકારી ધર્મની માતા જીવદયા છે અને તે સુરાસુરને માનવા યંગ્ય છે. તે દયાની પ્રત્યક્ષ વૈરિણી હિંસા છે માટે સદબુદ્ધિવાળા પુરૂષોએ તેને આદર કરે નહીં. જે પ્રાણી હિંસાને ત્યાગ કરતો નથી તેનાં દાન, તપ, દેવપૂજા, શીળ, સત્ય અને જપ-એ સર્વ નિષ્ફળ થાય છે. એક કાંટે માત્ર વાગવાથી પણ આપણને શરીરમાં પીડા થાય છે તો શસ્ત્રના ઘાતથી બીજા પ્રાણીને મારી નાખતાં તેને કેવી પીડા થતી હશે તેને પોતે જ વિચાર કરે. જેઓ દયાવિના ધર્મ માને છે તે મૂખેના શિરોમણિ વંધ્યાસ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન થયાનું કહે છે. દયાજ પરમ ધર્મ છે, દયાજ પરમ શાસ્ત્ર છે અને દયાવિના સર્વ ધર્મ નિષ્ફળ છે. હે યક્ષ! આ પ્રમાણે હેવાથી સુ કૃતધ્રપણું છોડી દેવું જોઈએ અને કૃતજ્ઞપણને આદર કરવો જોઈએ. તેથી તમે પણ એવા ઉપકારી ધર્મને વિષે આદર કરો. જીવદયાવડે સફળ કરેલા ધર્મથી પૂર્વે એક બગલે સ્વર્ગનું સુખ પામી છેવટે ફરી સંસારમાં ન આવવું પડે એવી મુક્તિને પામ્યો હતો તેની કથા સાંભળો–
ધર્મ ઉપર બક (બગલા) ની કથા. “એક સુંદર વનમાં સુંદર કમળાવાળું અને અચ્છેદના જેવું સ્વચ્છ જળવાળું સરોવર હતું. ત્યાં પક્ષીઓની શ્રેણીને ત્રાસ આપનાર, મસ્યાને રાસ કરનાર, રૌદ્રધ્યાની અને મહાદૂર એક બગલે રહેતો હતો. સ્વેચ્છાથી ફરતો એ બગલે વિષય સમૂહની પેઠે તૃષા થઇને જલપાન કરવાને આવતા કા પ્રમુખ
For Private and Personal Use Only